Pics : 67 ડેઝમાં પ્રિયંકા ચોપરાનો રોલ કરશે સાક્ષી!
મુંબઈ, 10 મે : અત્યાર સુધી લોકો પ્રિયંકા ચોપરાને રૂપેરી પડદે કોઇકનું પાત્ર ભજવતા જોતા આવ્યાં છે, પરંતુ હવે તે જ પ્રિયંકાનું પાત્ર રૂપેરી પડદે ભજવશે સાક્ષી ચૌધરી. સાક્ષીને પ્રિયંકા ચોપરા પર બનનાર ફિલ્મમાં પ્રિયંકાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યાં છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના ભૂતપૂર્વ સચિવ પ્રકાશ જાજૂ વચ્ચે રુપિયાની લેવડ-દેવડ અંગે ઊભા થયેલ વિવાદ પર આધારિત આ ફિલ્મનું નામ 67 ડેઝ છે. એમ કહેવામાં આવે છે કે પ્રિયંકાના મૉડેલિંગના દિવસો દરમિયાન પ્રકાશ જાજૂ તેમના પ્રેમી હતાં. જે પ્રિયંકા ચોપરા આગામી સમયમાં મૅરી કોમ જેવા ખેલાડીની ભૂમિકા ભજવતા દેખાવાનાં છે, તે જ પ્રિયંકાનું પાત્ર હવે રૂપેરી પડદે જોવા મળવાનું છે.
સાક્ષી ચૌધરીએ 67 ડેઝ સખત અભ્યાસ સત્રમાંથી પસાર થવું પડશે. આ ફિલ્મના દિગ્દર્શક અસીમ મર્ચંટ છે અને તેમણે સાક્ષી ચૌધરીની પસંદગી કરી છે. અગાઉ પ્રિયંકાના પાત્ર માટે કંગના રાણાવતના નામની પણ ચર્ચા હતી, પરંતુ અંતતઃ સાક્ષીના નામ ઉપર પસંદગીની મહોર મારવામાં આવી છે.
ચાલો તસવીરો સાથે જોઇએ કે પ્રિયંકા બનવા માટે કેવા-કેવા પાપડ વણવા પડશે સાક્ષીને ?

પ્રિયંકાની ફિલ્મો જોશે
પ્રિયંકા ચોપરાનું પાત્ર ભજવતા પહેલા સાક્ષી ચૌધરી તેમની ફિલ્મો જોશે. સાક્ષીને ફિલ્મો જોવી ગમતી નથી, પણ 67 ડેઝના દિગ્દર્શક અસીમ ઇચ્છે છે કે સાક્ષી પ્રિયંકાની બૉડી લૅંગ્વેજ તથા સ્ટાઇલ સારી રીતે શીખી લે.

ડાન્સ પણ શીખવાં પડશે
પ્રિયંકા વાત કરતા બહુ ઝડપથી શબ્દો અને વાક્યો બોલે છે. સાક્ષીએ પણ એવી જ રીતે બોલવું પડશે. સાક્ષીએ પ્રિયંકાની પ્રારંભિક ફિલ્મો અંદાઝ તથા ઐતરાઝના ગીતો પર તેમની જેમ જ ડાન્સ પણ કરવા પડી શકે છે.

વધુ બોલવાની મનાઈ
સાક્ષીને જ્યારે પોછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - મને નથી લાગતું કે મને આ અંગે વાત કરવાની અનુમતિ છે, પણ હા, આ સાચુ છે કે જે ફિલ્મની આપ વાત કરી રહ્યાં છો, તેમાં હું કામ કરી રહી છું. કદાચ તેમને લાગ્યું કે હું આ ભૂમિકા માટે યોગ્ય છું.

પ્રિયંકા સારા અભિનેત્રી
સાક્ષીએ કહ્યું - જ્યાં સુધી પ્રિયંકાની સ્ટાઇલના અભ્યાસની વાત છે, તો મેં હજી શરુઆત કરી છે. હું ફિલ્મી સ્ટાર્સની ફૅન નથી, પણ પ્રિયંકા સારા અભિનેત્રી છે. આશા છે કે હું એક સારી અભિનેત્રીનું પાત્ર સારી રીતે ભજવીશ.

જૂલીમાં સાક્ષી
સાક્ષી ચૌધરી વર્ષ 2004માં આવેલી જૂલીની સિક્વલ જૂલી 2માં પસંદ કરવામાં આવ્યાં છે. દીપિક શિવદાસાણીએ નેહા ધુપિયાના સ્થાને જૂલી 2માં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી સાક્ષી ચૌધરીની પસંદગી કરવામાં આવી છે.

હેરાફેરી 3 પણ
સાક્ષી ચૌધરી જૂલી 2 ઉપરાંત હેરાફેરી 3માં પણ કામ કરી રહ્યાં છે અને તેમણે વધુ ચાર ફિલ્મો માટે કરાર કર્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
