#MeTooના આરોપોથી ઘેરાયેલ સાજિદ ખાન શું આ સપ્તાહે થશે બિગ બૉસમાંથી આઉટ?
ચાહકોથી લઈને બૉલિવુડ સેલેબ્સ સુધી, તમામ લોકો સાજિદ ખાનને શોમાંથી બહાર કરવાની માંગ કરવામાં આવી રહ્યા છે. તો શું સાજિદ ખાન આ સપ્તાહે થશે બિગ બૉસમાંથી આઉટ?
બિગ બૉસની નવી સિઝન હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. શોમાં દર વખતે નવા કન્ટેસ્ટન્ટ આવે છે જેના પર કૉન્ટ્રોવર્સી થવાનુ નક્કી જ હોય છે. આ વખતે નવી સિઝનમાં જેના પર સૌથી વધુ કૉન્ટ્રોવર્સી થઈ તે છે જાણીતા ફિલ્મ નિર્માતા સાજિદ ખાન. જ્યારથી તેની શોમાં એન્ટ્રી થઈ ત્યારથી ઘણા લોકો તેને બિગ બૉસ હાઉસમાંથી બહાર કાઢવાની માંગ કરી રહ્યા છે.

શું સાજિદ ખાન થશે શોમાંથી બહાર?
સાજિદ ખાન પર છેડતી અને શોષણ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બિગ બૉસમાં તેની એન્ટ્રી થઈ ત્યારથી લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ચાહકોથી લઈને બૉલિવુડ સેલેબ્સ સુધી તમામ લોકો સાજિદ ખાનને શોમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યા છે. આ અભિનેત્રીઓમાં શર્લિન ચોપરા, સોના મહાપાત્રા, ઉર્ફી જાવેદ, કનિષ્કા સોની, દેવોલિના ભટ્ટાચારજી, ગૌહર ખાન, સલોની ચોપરા અને મંદાના કરીમીનો સમાવેશ થાય છે.

મેકર્સ પર છે દબાણ
સોશિયલ મીડિયા પર સતત હોબાળા બાદ હવે બિગ બૉસના મેકર્સ અને શોના હોસ્ટ સલમાન ખાન પર સાજિદ ખાનને બહાર કરવાનુ દબાણ છે. આવી સ્થિતિમાં એવુ પણ બની શકે છે કે સાજિદ ખાનને શોમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવે.મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સાજિદ ખાન આ અઠવાડિયે શોમાંથી બહાર થઈ જશે.

સલમાન ખાન માટે મોટો પડકાર
જોકે, શોના હોસ્ટ સલમાન ખાન માટે આ નિર્ણય લેવો ઘણો મુશ્કેલ છે. જેનુ કારણ એ છે કે સિનેમા જગતમાં સલમાન ખાનના સાજિદ ખાન સાથે સારા સંબંધો છે. વળી, સલમાન ખાનની મોટી બહેન ફરાહ ખાન પણ સાજિદ ખાનની ખૂબ નજીક છે.

સાજિદ ખાન પર છે આ ગંભીર આરોપ
સાજિદ ખાન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. 2018માં #metoo મૂવમેન્ટ દરમિયાન સાજિદ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. તે સમયે ઘણી અભિનેત્રીઓએ આ અંગે મૌન તોડ્યુ હતુ અને તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોને કારણે સાજિદ ખાનને બિગ બૉસમાંથી બહાર કાઢવાની સતત માંગ કરવામાં આવી રહી છે. લોકોનુ કહેવુ છે કે આવા લોકોનુ શોમાં હોવુ યોગ્ય નથી.

શહેનાઝ ગિલે કર્યો હતો બચાવ
જો કે આ માંગ વચ્ચે શહેનાઝ ગિલ સાજિદ ખાનના સમર્થનમાં સામે આવી હતી. અભિનેત્રી સાજિદ ખાનને સપોર્ટ કર્યુ તે ચાહકોને બિલકુલ પસંદ આવ્યુ નહોતુ. જેના કારણે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી. વળી, કેટલીક અન્ય અભિનેત્રીઓએ પણ સાજિદ ખાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યુ હતુ. હવે જોવાનુ એ રહેશે કે શું આ અઠવાડિયે સાજિદ ખાનને શોમાંથી બહાર કરવામાં આવશે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
