Pics : હાર્પર્સ બઝાર માટે રોમાંટિક બન્યાં સૈફ-કરીના!
મુંબઈ, 4 ઑક્ટોબર : બૉલીવુડનું હૉટ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની પ્રથમ વર્ષગાંઠ આવી રહી છે. સૈફ-કરીના ગત વર્ષે 16મી ઑક્ટોબરે લગ્નગ્રંથિથી જોડાયા હતાં, પરંતુ આ બંનેએ ફર્સ્ટ એનિવર્સરી પહેલા જ પુનઃ એક વાર દુલ્હા-દુલ્હનનો અવતાર ધર્યો છે.
આપ ચોંકી ગયા ને! ચોંકવાનું કોઈ કારણ નથી. સૈફ અને કરીનાએ તાજેતરમાં જ એક મૅગેઝીન માટે કવર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમિયાન સૈફ-કરીનાએ ખૂબ જ રોમાંટિક પળો વિતાવ્યાં. હાર્પર્સ બઝાર ઇન્ડિયાની ઑક્ટોબર 2013ની આવૃત્તિમાં મિસ્ટર એન્ડ મિસિસ ખાન દુલ્હા-દુલ્હન તરીકે અવતરિત થયા છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે ગત 16મી ઑક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યા હતાં. લગ્ન અગાઉ અને લગ્ન બાદ પણ આ કપલ સતત ચર્ચામાં રહેતુ આવ્યું છે.
આવો તસવીરો સાથે જાણીએ હૉટ કપલ સૈફીના અંગે વધુ વિગતો :

બૉલીવુડનું હૉટ કપલ
સૈફ અલી ખાન અને કરીના કપૂર બૉલીવુડનું હૉટ કપલ ગણાય છે. બંનેએ ગત 16મી ઑક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યા હતાં.

ફર્સ્ટ એનિવર્સરી
સૈફ-કરીનાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ એટલે કે ફર્સ્ટ એનિવર્સરી આગામી 16મી ઑક્ટબરે આવી રહી છે.

સતત ચર્ચિત કપલ
લગ્ન અગાઉ અને લગ્ન બાદ પણ આ કપલ સતત ચર્ચામાં રહેતુ આવ્યું છે.

સામાન્ય કપલ ગણાવતાં કરીના
કરીના કપૂર કહે છે કે બીજા પરિણીત યુગલોની જેમ જ તેઓ અને સૈફ અલી ખાન પણ એક સામાન્ય પરિણીત યુગલ છીએ.

બાળકો અંગે સતત પ્રશ્ન
લગ્ન બાદથી જ કરીના કપૂર સામે સૈફના બાળકના માતા બનવા અંગેનો પ્રશ્ન પૂછાતો રહ્યો છે, પણ કરીના સતત કહેતા આવ્યાં છે કે બાળક માટે તેમને કોઈ ઉતાવળ નથી.

લંડનમાં ઉજવ્યો જન્મ દિવસ
કરીના કપૂરનો ગત 21મી સપ્ટેમ્બરે 33મો જન્મ દિવસ હતો. તેઓ સૈફ સાથે જન્મ દિવસની ઉજવણી કરવા લંડન ગયા હતાં.

લગ્ન બાદ પહેલી વાર પડદા ઉપર
સૈફ-કરીના લગ્ન બાદ પ્રથમ વાર એક સાથે રૂપેરી પડદે ઇશ્ક લડાવતાં નજરે પડશે. તિગ્માંશુ ધુલિયાની બેગમ સમરૂમાં બંને સાથે દેખાશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
