સાડા સાત સો કરોડના આસામી છે સૈફ અલી ખાન
મુંબઈ, 7 નવેમ્બર : બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન, કરીના કપૂર સાથે લગ્નબાદ હવે ફરી એક વાર ચર્ચામાં છે. સમાચાર છે કે સૈફ અલી ખાનના નામે જેટલી પ્રૉપર્ટી છે, તેની કિંમત તાજેતરમાં જ લોકોની સામે આવી છે. પોતાના પિતા મંસૂર અલી ખાન પટૌડીના મોત બાદ હવે છોટે નવાબ જ નવાબ પટૌડી છે અને તેમના પિતા તેમના માટે કુલ 750 કરોડ રુપિયાની કિંમતની પ્રૉપર્ટી છોડી ગયાં છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ મંસૂર અલી ખાને પોતાની સમગ્ર મિલ્કત સૈફના નામે કરી છે. તેમાં પટૌડી હાઉસ અને બાકીના પટૌડી ખાનદાનની મિલ્કતનો સમાવેશ થાય છે. પટૌડી હાઉસ તેમજ બાકી તમામ મિલ્કત મળી સૈફના નામે કુલ 750 કરોડની મિલ્કત છે. સમાચાર એમ પણ છે કે પટૌડી ખાનદાનની બંને પુત્રીઓ સોહા અલી ખાન અને સબા અલી ખાનના નામે પણ પટૌડી ખાનદાનની મિલ્કતનો કેટલોક હિસ્સો છે.
સૈફ અલી ખાન તેમજ કરીના કપૂરના તાજેતરમાં જ થયેલ લગ્ન સમયે પણ એવાં સમાચાર આવ્યા હતાં કે લગ્ન બાદ પટૌડી ખાનદાન સાથે મળી મિલ્કત સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે વાત કરશે અને તમામ મુદ્દાઓ ઉકેલી લેવાશે. સૈફ અલી ખાનના માતા અને મંસૂર અલી ખાનના પત્ની શર્મિલા ટાગોર મિલ્કતની વહેંચણી કરશે.
હાલ સૈફ અલી ખાન પોતાની ફિલ્મ રેસ 2ના શુટિંગમાં વ્યસ્ત છે. પોતાની વ્યસ્તતાના પગલે કરીના તથા સૈફ બંનેએ હનીમૂન ટાળ્યું છે. પરંતુ ટુંકમાં જ બંને વ્યસ્તતામાંથી સમય કાઢી પોતાનું હનીમૂન પ્લાનકરશે અને આ સાથે જ સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે બેસી જમીન-મિલ્કતના મુદ્દા પર વિચારણા કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
