સાઈ પલ્લવી હવે ડૉક્ટર પણ બની ગઈ, અભિનેત્રીને મળી MBBSની ડિગ્રી
Sai Pallavi MBBS Degree: સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ સાઈ પલ્લવી તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. તેણે પોતાના કરિયરમાં આવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેના કારણે અભિનેત્રીએ તેના ચાહકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. પરંતુ શું તમે જાણો છો કે સાઈ પલ્લવી એક્ટિંગની સાથે અભ્યાસમાં પણ ઘણી આગળ છે.
સાઈ પલ્લવી ઈન્ડસ્ટ્રીની મોસ્ટ વોન્ટેડ હિરોઈન છે. જો કે ઘણી હિરોઈનોને લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે, પરંતુ સાઈ પલ્લવ એકમાત્ર એવી અભિનેત્રી છે જેને લેડી પાવરસ્ટારનો ખિતાબ મળ્યો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તેણે મેડીકલનો અભ્યાસ કર્યો છે.

સાઈ પલ્લવીએ તિબિલિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, જ્યોર્જિયામાંથી મેડિકલ સ્ટડીઝમાં ડિગ્રી પૂર્ણ કરી છે. આ સંસ્થાને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ માન્યતા પ્રાપ્ત છે. આ પોતાનામાં જ મોટી વાત છે કે એક અભિનેત્રી હોવા ઉપરાંત તેણે પોતાના અભ્યાસ માટે સમય કાઢ્યો અને આખરે અભિનેત્રી હોવાની સાથે તે હવે ડૉક્ટર પણ બની ગઈ છે. જોકે, તેણે મેડિકલ પ્રેક્ટિશનર તરીકે નોંધણી કરાવી નથી.
તમને જણાવી દઈએ કે સાઈ પલ્લવીનું હંમેશાથી ડૉક્ટર બનવાનું સપનું હતું જે હવે પૂરું થયું છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીએ વર્ષ 2016માં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પરંતુ આ સમય દરમિયાન તે અભિનયથી દૂર ન રહી અને પ્રેમમ અને ફિદા ફિલ્મો માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.
નોંધનીય છે કે સાઈ પલ્લવી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળી છે. વર્ષ 2015માં, તેણે મલયાલમ ફિલ્મ પ્રેમમથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી. પરંતુ અભિનેત્રીએ વર્ષ 2005માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વિજય ટીવી પર ઉંગાલિલ યાર અદુતા પ્રભુદેવા નામના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.
આ સિવાય જો સાઈ પલ્લવીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં જોવા મળશે. જેમાં તે માતા સીતાનું પાત્ર ભજવશે. તેમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રામાયણને બે ભાગમાં વહેંચવામાં આવી છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
