Pics : કલર્સની ‘મધુબાલા’ બનશે સિંઘમ 2ની ‘સિંહણ’!
મુંબઈ, 28 ઑક્ટોબર : આપની મધુબાલા હવે સિંહણ બનવા જઈ રહી છે. હા જી, અમે વાત કરીએ છીએ ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામીની કે જેમને બૉલીવુડમાં બ્રેક મળી ગયું છે. દૃષ્ટિ ધામી હવે રૂપેરી પડદા ઉપર ચમકવા જઈ રહ્યાં છે અને તે પણ સિંઘમ 2 ફિલ્મમાં અને તે પણ અજય દેવગણ સાથે.
ચોંકી ગયા ને? પણ સમાચાર તો એવા જ આવી રહ્યાં છે કે આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના દિગ્દર્શક રોહિત શેટ્ટી ટુંકમાં જ પોતાની સુપરહિટ ફિલ્મ સિંગમની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને ફિલ્મ માટે તેમને એક નવા ચહેરાની શોધ હતી અને તેમની આ શોધ કલર્સના બહુચર્ચિત શો મધુબાલા એક ઈશ્ક એક જુનૂનની હીરોઇન દૃષ્ટિ ધામી ઉપર આવીને અટકી ગઈ છે. જો બધુ સમસુથરૂ રહે, તો દૃષ્ટિ ધામી લોકોને સિંઘમના સિંહ અજય દેવગણ સાથે તેમના સિંહણ એટલે કે હીરોઇન તરીકે નજરે પડી શકે છે.
જોકે હાલ તો ઉડતા સમાચાર જ છે કે જેની ઉપર ઔપચારિક મહોર લાગવાની બાકી છે. જોઇએ આ વાતનો ઔપચારિક ખુલાસો ક્યારે થાય છે? જોકે રોહિત શેટ્ટી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન અર્થે જ્યારે કલર્સના ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા 6ના મંચે આવ્યા હતાં, ત્યારે પણ તેમણે દૃષ્ટિના બહુ વખાણ કર્યા હતાં અને જણાવ્યુ હતું કે આપનો ડાન્સ જોઈ મને લાગ્યું કે આપે સિલ્વર સ્ક્રીન પર હોવું જોઇએ, કારણ કે આપ એક સુંદર અભિનેત્રી તો છો જ, સાથે જ બહેતરીન ડાન્સર પણ છો. નોંધનીય છે કે ઝલક દિખલા જા 6 શોના વિનર દૃષ્ટિ ધામી જ રહ્યા હતાં.
જુઓ-જાણો તસવીરો સાથે દૃષ્ટિ ધામી અંગે વધુ વિગતો :

અફવાઓ
થોડાક દિવસ અગાઉ અફવાઓ વહેતી થઈ હતી કે દૃષ્ટિ ધામી અને તેમના મંગેતર નીરજ ખેમકા વચ્ચે કેટલાંક મુદ્દે મતભેદ ઊભા થતાં લગ્ન કૅંસલ થઈ ગયાં.

દૃષ્ટિ-ગુરમીત
દૃષ્ટિ-નીરજના લગ્ન કૅંસલ થવા પાછળ ગુરમીત ચૌધરી હતાં. કહે છે કે નીરજને દૃષ્ટિ-ગુરમીતના સંબંધો અંગે શંકા હતી અને તેથી જ તેમણે હાલ લગ્ન સ્થગિત રાખ્યા હતાં.

મધુબાલા પણ વિઘ્ન
મધુબાલામાં દૃષ્ટિ અને વિવાનની જોડી છે અને આનાથી પણ નીરજને ખોટો સંદેશ ગયો.

ખુશખુશાલ દૃષ્ટિ-નીરજ
દૃષ્ટિ-નીરજ ઘણા સમયથી ડેટિંગ કરે છે.

મધુબાલા હિટ
જોકે મધુબાલા સીરિયલ હિટ રહી છે અને તેના ફળ પણ દૃષ્ટિને મળવા લાગ્યા છે.

રોહિતની પડી નજર
દૃષ્ટિ ધામી ઝલક દિખલા જા 6ના વિનર છે. ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશન દરમિયાન રોહિત શેટ્ટીએ ઝલકના મંચ ઉપરથી મધુબાલા એટલે કે દૃષ્ટિના ડાન્સના બહુ વખાણ કર્યા હતાં.

‘મધુબાલા’ બનશે સિંઘમ 2ની ‘સિંહણ’
એટલે જ ચર્ચા છે કે રોહિત શેટ્ટી પોતાની સિંઘમ ફિલ્મની સિક્વલ સિંઘમ 2માં અજય સામે મધુબાલાને લેવાના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
