રોકી હેન્ડસમ બોક્સ ઓફિસ કલેક્શન: ફિલ્મે આપી એરલિફ્ટને ટક્કર
શુક્રવારે જ્હોન અબ્રાહ્મ સ્ટાર્ર મચઅવેટેડ ફિલ્મ રોકી હેન્ડસમ રિલિઝ થઇ. આ ફિલ્મને ક્રિટીક અને દર્શકોના મિક્સ રિસ્પોન્સ મળ્યા. ફિલ્મને જે રીતે 2.5 સ્ટાર મળ્યા છે તે જોતા આ ફિલ્મનું બોક્સ ઓફિસ ક્લેક્શન ખુબ જ સારી છે. અને ફિલ્મે એક સારી શરૂઆત કરી છે. નોંધનીય છે કે વર્ષ 2016માં રિલિઝ થયેલી ફિલ્મોમાં સૌથી સારું પ્રદર્શન અત્યાર સુધીમાં એરલિફ્ટનું રહ્યું છે. જે બાદ રોકી હેન્ડસમે પણ પોતાના ઓપનિંગ ડે પર સારી કમાણી કરી છે.
એરલિફ્ટ બાદ ઓપનિંગ ડે પર સારી કમાણી કરનાર ફિલ્મમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે રોકી હેન્ડસમે. ત્યારે તેણે કેટલા રૂપિયાની કમાણી કરી. આ આંકડો મેળવવા માટે કેવા કેવા કારણો જવાબદાર રહ્યા અને આવનારા દિવસોમાં આ ફિલ્મ હિટ જશે કે ફ્લોપ અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન બતાવીને ટકી રહેશે કે કેમ તે વિષે વધુ જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ઓપનિંગ ડે કમાણી
જ્હોન અબ્રાહ્મની ફિલ્મ રોકી હેન્ડસમે ઓપનિંગ ડે પર 1.84 કરોડની કમાણી કરી છે. જે ધણી સારી કહેવાય. વળી એરલિફ્ટ બાદ ઓપનિંગ દિવસે સારી કમાણી કરવામાં રોકી હેન્ડસમે આ દ્વારા બીજું સ્થાન મેળવ્યું છે.

રોકી હેન્ડસમ VS બેટમેનvs સુપરમેન
રોકી હેન્ડસમ જેવી ભારતીય એક્શન ફિલ્મને જોરદાર ટક્કર આપી રહી છે હોલીવૂડની ફિલ્મ બેટમેન વર્સીસ સુપરમેન. ક્રિટીકે તો આ બન્ને ફિલ્મોને સારા રિવ્યૂ નથી આપ્યા પણ તેમ છતાં રોકી હેન્ડસમે 1.84 કરોડ કમાયા છે ત્યાં હોલીવૂડની આ ફિલ્મ 3.75 કરોડની કમાણી કરી છે.

રજાની અસર
વળી રોકી હેન્ડસમ ફિલ્મને હોળી, ધૂળેટી અને ગુડ ફ્રાઇડે જેવી ઉપરાઉપરી રજાઓનો સહારો પણ મળ્યો હતો. જેના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર આટલી સારી કમાણી કરી શકી છે.

રોકી હેન્ડસમ
રોકી હેન્ડસ ફિલ્મના સવારના શો કરતા બપોર અને રાતના શોમાં વધુ કમાણી કરી હતી. જે વર્ડ ઓફ માઉથનો કમાલ કહી શકાય. વળી આ ફિલ્મે સિંગલ થિયેટરોમાં સારી કમાણી કરી છે. જ્યારે બેટમેન વર્સિસ સુપરમેન મલ્ટીપ્લેક્સ થિયેટરમાં સારી ચાલી રહી છે.

નિરજા અને કપૂર એન્ડ સન
નોંધનીય છે કે રોકી હેન્ડસમની સાથે જ નિરજા અને કપૂર એન્ડ સન્સ પણ સફળતા પૂર્વક ચાલી રહી છે. વળી આવનારા વીકમાં કુન્ફુ પાન્ડા અને જંગલ બુક જેવી ફિલ્મો રિલિઝ થવાની છે. તે જાતો રોકી હેન્ડસમનું ભવિષ્ય બહુ ઉજળું નથી દેખાઇ રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
