Pics : હૉલીવુડ સ્ટંટ દિગ્દર્શકોને દંગ કરતાં સાઇઠના ઋષિ
મુંબઈ, 18 જૂન : બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂર સાઇઠ વર્ષના થઈ ગયાં છે અને આમ છતાં બૉલીવુડમાં તેમની સક્રિયતા હજી અકબંધ છે. એટલું જ નહિં, તેઓ માત્ર સક્રિય જ નથી, પણ તેઓ હાલમાં બૉલીવુડમાં અવનવા રોલ કરી લોકોને આશ્ચર્ય પમાડી રહ્યાં છે.
દરમિયાન ઋષિ કપૂરે હૉલીવુડના બે એક્શન દિગ્દર્શકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધાં છે. ઋષિના સ્ટંટ જોઈ આ બે હૉલીવુડ એક્શન દિગ્દર્શકો દંગ રહી ગયાં. આ કોઈ જેવા-તેવા એક્શન દિગ્દર્શકો નથી. હૉલીવુડ ફિલ્મો ઇંસેપ્શન તથા ધ ડાર્ક નાઇટ રાઇઝેઝના એક્શન દિગ્દર્શકો છે. ટૉમ સ્ટ્રુધર્સ તથા જ્હૉન સ્ટ્રીટે સાઇઠના ઋષિના સ્ટંટનો સામનો કર્યો નિખિલ અડવાણીની ફિલ્મ ડી ડેના શૂટિંગ દરમિયાન.
મળતી માહિતી મુજબ મેરા નામ જોકરથી ઔરંગઝેબ સુધી સતત સક્રિય રહેલા ઋષિ કપૂરે ડી ડે ફિલ્મમાં કોઈ પણ જાતની ટ્રેનિંગ કે અભ્યાસ વગર પોતાના એક્શન દૃશ્યો ખૂબ જ સારી રીતે કર્યાં છે. ફિલ્મમાં કુખ્યાત ગુનેગાર ગોલ્ડમૅનનો રોલ કરી રહેલાં ઋષિ કપૂરે ઇરફાન સાથેનું આ એક્શન દૃશ્ય કર્યું છે. તેમાં ઋષિએ જમીન પર રેંગતાં મારધાડ ભરેલા દૃશ્યો કરવાના હતાં અને તેમણે હૉલીવુડની આ એક્શન દિગ્દર્શક જોડીને પોતાની સ્ફુર્તિથી ચોંકાવી દીધાં.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

વાસ્તવિક જેવું કર્યું સ્ટંટ
ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર દ્વારા કરાયેલ આ સ્ટંટ ખૂબ જ વાસ્તવિક લાગતુ હતું કે જેને જોઈ સ્ટ્રુધર્સ તથા સ્ટ્રીટ આશ્ચર્યમાં પડી ગયાં.

ઇરફાન-અર્જુન
ડીઆરએ મોશન પિક્ચર્સ તથા એમ્મે ઇંટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નિર્મિત તથા નિખિલ અડવાણી દિગ્દર્શિત ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન, અર્જુન રામપાલ, શ્રુતિ હસન, હુમા કુરૈશી, આકાશ દહિયા, શ્રી સ્વરા તથા ચંદન રાય સંન્યાલ પણ નજરે પડશે.

દાઉદ જેવો લુક
ઋષિએ આ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહીમ જેવો લુક ધારણ કર્યો છે. ફિલ્મ આગામી 19મી જુલાઈના રોજ રિલીઝ થશે.

ઘણી મહેનત કરી
ઋષિ કપૂરે ખલનાયક કે ગ્રે શેડ ધરાવતા પાત્રો ભજવવાની શરુઆત કરણ જૌહરની હિટ ફિલ્મ અગ્નિપથ સાથે કરી હતી. હવે ઋષિ કપૂરે ડી ડે ફિલ્મમાં દાઉદ જેવો અવતાર ધારણ કર્યો છે. ઋષિ કપૂરે આ અવતાર ધરવા માટે ઘણી મહેનત પણ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
