સોનમની એક કિસ પિતાને પણ : ‘હું બૉબીના બાપ જેવો નિષ્ઠુર ન બની શકું’
મુંબઈ, 1 માર્ચ : બેવકૂફિયાં ફિલ્મની ચર્ચા આજકાલ ખૂબ ચાલી રહી છે અને આ ચર્ચા પાછળનું કારણ સોનમ કપૂર તથા તેમની બિકિની તેમજ આયુષ્માન ખુરાના સાથેની ઇંટીમેસી છે. નૂપુર અસ્થાનાની આ ફિલ્મમાં સોનમ કપૂરે જે રીતે બિકિની પહેરી અને સ્વિમિંગ પૂલમાં જે દૃશ્યો આપ્યાં, તે ચર્ચાના ચકડોળે ચઢી ગયાં છે.
જોકે સોનમના પિતા અનિલ કપૂર સ્પષ્ટ કહે છે કે તેમને આવા દૃશ્યો સામે કોઈ વાંધો નથી. એટલુ જ નહીં, તેઓ તો અહીં સુધી કહે છે કે આવા દૃશ્યો ફિલ્મ માટે સારૂ પાસુ બની રહેશે. ફિલ્મમાં સોનમ અને આયુષ્માન ખુરાનાના લિપલૉક અને ઇંટીમેટ દૃશ્યો પણ છે. આમ સરવાળે બેવકૂફિયાં ફિલ્મ સોનમની હૉટનેસ માટે જ ચર્ચામાં છે, પરંતુ આ ફિલ્મનું બીજુ એક પાસુ પણ છે અને એ પાસુ છે પ્રેમાળ પિતા અને આ રોલ કરી રહ્યાં છે ઋષિ કપૂર. ફિલ્મમાં સોનમે આયુષ્માનને કરેલી કિસ તો ચર્ચામાં છે, પણ સોનમે ઋષિને કરેલી કિસ ઉપર કોઈનું ધ્યાન નથી જતું.
ઋષિ કપૂર બેવકૂફિયાંમાં સોનમ કપૂરના પિતાનો રોલ કરી રહ્યાં છે, પરંતુ આ રોલ કરતાં તેમને પોતાની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ બૉબીની યાદ આવી ગઈ કે જેમાં તેઓ ડિમ્પલ કાપડિયાને ભગાડીને લઈ જાય છે. ઋષિનું માનવું છે કે તેઓ બૉબીના પિતા (પ્રાણ)ની જેમ નિષ્ઠુર પિતાનો રોલ નથી કરી શકતાં, કારણ કે આ રોલ ચૅલેંજિંગ નથી હોતાં.
ચાલો બેવકૂફિયાં ફિલ્મમાં ઋષિ કપૂરની તસવીરી ઝલક જોઇએ અને જાણીએ શું કહે છે તેઓ આ ફિલ્મ વિશે :

પિતાની ભૂમિકા
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર નવોદિત દિગ્દર્શક નૂપુર અસ્થાનાની ફિલ્મ બેવકૂફિયાંમાં અભિનેત્રી સોનમ કપૂરના પિતાની ભૂમિકા ભજવી રહ્યાં છે.

રુઢિવાદી પિતામાં નીરસતા
તેઓ કહે છે કે એવી કોઈ શક્યતા નથી કે તેઓ રુઢિવાદી પિતા જેવી ભૂમિકાઓમાં દેખાય, કારણ કે આવી ભૂમિકાઓમાં તેઓ નીરસતા અનુભવે છે.

રણબીરનો પણ પિતા ન બન્યો
બૉબી ફિલ્મ સાથે બૉલીવુડ અભિનેતા તરીકે કૅરિયર શરૂ કરનાર 61 વર્ષીય ઋષિ કપૂરે જણાવ્યું - જો તમે ગોર કરો, તે મેં બેશરમ ફિલ્મમાં પોતાના પુત્ર રણબીર કપૂરના પિતાની ભૂમિકા નથી ભજવી.

અભિમાન નહીં, વિવેક
આ અભિમાન નહીં, પણ માત્ર વિવેક છે. હું રુઢિવાદી પિતાની ભૂમિકાઓ નથી કરી શકતો. આ ભૂમિકાઓ મને એક કલાકાર તરીકે પડકાર નથી ફેંકતી.

બેવકૂફિયાંએ દુર્લભ તક આપી
તેમણે જણાવ્યું કે સદ્ભાગ્યે મને એવી ભૂમિકાઓ મળી રહી છે કે જેમાં મારે કહેવાતા પિતા બનવાની જરૂર નથી. તેઓ કહે છે કે બેવકૂફિયાં ફિલ્મે તેમને એક પિતાની ભૂમિકા ભજવવાની દુર્લભ તક આપી છે.

હું-સોનમ-આયુષ્માન
ઋષિ કપૂરે જણાવ્યું - બેવકૂફિયાંમાં માત્ર ત્રણ મુખ્ય પાત્રો છે - સોનમ કપૂર, આયુષ્માન ખુરાના અને હૂં.

બદલાતા સમય તરીકે
બહિર્મુખી પ્રતિભાના માલિક ઋષિ કપૂર બેવકૂફિયાંને બદલાતા સમય તરીકે જુએ છે.

ડિમ્પલને લઈ ભાગ્યો હતો
ઋષિ કહે છે - જો આપને યાદ હોય, તો હું બૉબી (1973)માં મોટર સાયકલ ઉપર ડિમ્પલ કાપડિયા સાથે ઘરેથી ભાગી જાઉ છું.

હવે દીકરી કહે છે...
ઋષિએ જણાવ્યું - હવે બેવકૂફિયાંમાં મારી દીકરી કહે છે મને આ યુવાન પસંદ છે. સારૂં રહેશે કે આપ તેને અપનાવી લ્યો.

અંગત જીવનમાં પણ...
ઋષિ કપૂર પોતાના અંગત જીવનમાં પણ પોતાના બાળકોના જીવનમાં હસ્તક્ષેપ નથી કરતાં. તેમની સંતાનોમાં પુત્ર રણબીર તથા પુત્રી રિદ્ધિમા છે.

પોતે પોતાના માલિક
ઋષિ કપૂરે જણાવ્યું - તેઓ (સંતાનો) પોતાના માલિક પોતે છે. જો હું આજે બૉબીના પ્રાણ સાહેબ જેવો વ્યવહાર કરૂ, તો મારા બાળકો મારી ઉપર હસશે.

સન્માન સુધી જ હસ્તક્ષેપ
ઋષિ કહે છે - આજના જમાનામાં વાલીઓનો હસ્તક્ષેપ ત્યાં સુધી જ સ્વીકાર્ય હોય છે કે જ્યાં સુધી બાળકો તેમનું સન્માન કરે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
