ઋષભે પંતે ઉર્વશી રૌતેલાને 17 વાર ફોન કર્યા હતા? પંતે કેમ કહ્યું- બહેન પીછો છોડો!
અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત એવા બે નામ છે જેનું અફેર હતું કે નહીં તે હજુ પણ શંકાના દાયરામાં છે.
નવી દિલ્હી : અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત એવા બે નામ છે જેનું અફેર હતું કે નહીં તે હજુ પણ શંકાના દાયરામાં છે. બંને જાહેરમાં એકબીજાને ઓળખવાનો ઇનકાર કરે છે, જ્યારે બંને વચ્ચે કંઈક એવું બને છે જેના કારણે તેમના લિંક-અપની વાતો થવા લાગે છે. તાજેતરના કિસ્સામાં હાલમાં એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્વશી એક આરપીનો ઉલ્લેખ કરી રહી છે કે, શ્રી આરપી મને દિલ્હીની એક હોટલમાં મળવા આવ્યા હતા પરંતુ તે મને મળી શક્યા નહીં કારણ કે તે ત્યાંરે સુતી હતી.

આરપીના મારા ફોન પર 17 મિસકોલ હતા
જ્યારે તે જાગી ત્યારે આ વિશે ખબર પડી. જોયું તો મારા ફોન પર આરપીના 17 મિસકૉલ હતા. જો કે અમે તેના થોડા સમય બાદ મુંબઈમાં મળ્યા હતા, પરંતુ અમે મળ્યા તે પહેલા જ અમારી વચ્ચેના સમાચાર મીડિયામાં સામે આવ્યા હતા.

ઉર્વશી રૌતેલા-ઋષભ પંતનું અફેર હતું?
જો કે આ પછી ઉર્વશીએ આ વિશે વધુ કંઈ કહ્યું ન હતું, પરંતુ તેનો વીડિયો સામે આવતા જ લોકોએ તેને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે જોડીને જોવાનું શરૂ કર્યું અને ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત બંને ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા.

જૂઠાણાની પણ એક હદ હોય છે
હદ તો ત્યારે થઈ જ્યારે પંત આ મામલામાં કૂદી પડ્યો, તેણે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેમાં તેણે આડકતરી રીતે ઉર્વશી પર નિશાન સાધ્યું અને લખ્યું કે 'કેટલાક લોકો મીડિયામાં ચર્ચામાં રહેવા માટે કંઈ પણ કરે છે પરંતુ તેમાં જૂઠાણાંનો પણ ભરાવો છે.

પંતે તરત જ પોસ્ટ ડિલીટ કરી
પંતે આ લખતાં જ લોકોએ તેને ઉર્વશીને આપેલા જવાબ તરીકે સ્વીકારી લીધું. પરંતુ જ્યારે લોકો પંતની પોસ્ટ પર કોમેન્ટ કરવા લાગ્યા તો પંતે તરત જ તેને ડિલીટ કરી દીધી. હાલમાં પંત અને ઉર્વશીના સંબંધો પર શંકા છે. લોકો બંનેની પોસ્ટ પર ખૂબ મજા પણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પંતને સવાલ પણ કરી રહ્યા છે કે જો તે ખરેખર નિર્દોષ છે તો તેણે પોસ્ટ કેમ ડિલીટ કરી?
Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl
— Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022
તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે?
થોડા સમય પહેલા ઉર્વશીને તેના એક પ્રશંસકે ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું હતું કે, તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? તેના પર ઉર્વર્શીએ કહ્યું હતું કે તે ન તો ક્રિકેટ જુએ છે અને ન તો તે કોઈ ક્રિકેટરને અંગત રીતે ઓળખે છે. જોકે મને સચિન અને વિરાટ સર માટે ખૂબ સન્માન છે. આ પછી પણ પંતના નામે તેને ખૂબ ટ્રોલ કરવા આવી.

પંત ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે
ઉર્વશીની આ હાલત છે તો બીજી તરફ પંત ઉત્તરાખંડની યુવતી ઈશા નેગીના પ્રેમમાં છે. આ વાતનો ખુલાસો પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ બાયો અનુસાર, ઇશા નેગી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તે પંતને લાંબા સમયથી ઓળખે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
