Box Office : રિવૉલ્વર રાણી, કાંચી અને સમ્રાટ એન્ડ કમ્પની ત્રણે ફેલ!
મુંબઈ, 29 એપ્રિલ : છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી બૉક્સ ઑફિસે સતત એક સાથે ત્રણ-ચાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને પરિણામ શું થાય છે? તમામના બૉક્સ ઑફિસ રિઝલ્ટ પર પાણી. ગત શુક્રવારે પણ બૉક્સ ઑફિસે રિવૉલ્વર રાણી, સમ્રાટ એન્ડ કમ્પની તથા કાંચી એમ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ.
એક તરફ ક્વીન ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે સફળતાના પરચમ લહેરાવનાર કંગના રાણાવતની ફિલ્મ રિવૉલ્વર રાણી લોકોની મોટી-મોટી આશાઓ સાથે બૉક્સ ઑફિસે આવી, તો બીજી બાજુ બૉલીવુડમાં ગંભીર તથા શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતા રાજીવ ખંડેલવાલની જાસૂસી ફિલ્મ સમ્રાટ એન્ડ કમ્પની રિલીઝ હુઈ, તો સુભાષ ઘઈએ પોતાની વધુ એક સુંદર સીન-સિનેરી ધરાવતી ફિલ્મ કાંચી રિલીઝ કરી, પરંતુ ત્રણે ફિલ્મો બૉક્સ ઑફિસ ઉપર કોઈ દમ ન દાખવી શકી.
નોંધનીય છે કે આ અગાઉના શુક્રવારે એટલે કે 18મી એપ્રિલે રિલીઝ થયેલી એકમાત્ર ફિલ્મ 2 સ્ટેટ્સ સતત બૉક્સ ઑફિસે રાજ કરી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર લીડ રોલમાં છે. લોકોની ભીડ દરરોજ 2 સ્ટેટ્સ માટે જ ભેગી થઈ રહી છે અને તેથી જ બાકીની ફિલ્મોનું બૉક્સ ઑફિસ રિઝલ્ટ પ્રભાવિત થઈ રહ્યું છે.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

એક સાથે ત્રણ રિલીઝ
ગત શુક્રવારે એટલે કે 25મી એપ્રિલના રોજ એક સાથે ત્રણ ફિલ્મો સમ્રાટ એન્ડ કમ્પની, કાંચી અને રિવૉલ્વર રાણી રિલીઝ થઈ અને તેથી આ તમામ ફિલ્મોને નુકસાન જ ભોગવવું પડ્યું.

ટકવું મુશ્કેલ...
રિવૉલ્વર રાણીમાં પણ કંગનાને તેમના શ્રેષ્ઠ પરફૉર્મન્સના પગલે સારા પ્રત્યાઘાત સાંપડી રહ્યા છે, પણ ફિલ્મનું બૉક્સ ઑફિસે ટકી રહેવું મુશ્કેલ નજરે પડે છે.

પછડાટ ખાધી...
બૉલીવુડમાં જાસૂસી ફિલ્મોની એક નવી શરુઆત કરનાર સમ્રાટ એન્ડ કમ્પની પણ ઓછા કલેક્શન સાથે પછડાટ ખાતી લાગે છે.

કાંચીની મિઠાસ પર ગ્રહણ...
સુંદર દૃશ્યો, ઋષિ કપૂર અને મિથુન ચક્રવર્તી જેવા શ્રેષ્ઠ કલાકારો અને નવોદિત અભિનેત્રી મિષ્ટીની મિઠાસ સાથેની કાંચી ફિલ્મ લોકોને પસંદ નથી પડી રહી.

2 સ્ટેટ્સનું રાજ
એક સાથે ત્રણ ફિલ્મોની રિલીઝના હાલ બૉલીવુડે જોઈ લીધા હશે. બીજી બાજુ ગત 18મી એપ્રિલે માત્ર એક જ ફિલ્મ 2 સ્ટેટ્સ રિલીઝ થઈ અને આજેય તે બૉક્સ ઑફિસે રાજ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
