ફિલ્મ રિવ્યૂ: તનુ વેડ્સ મનુ રિટર્ન્સ- ચાર સ્ટાર
સાચો પ્રેમ મેળવા માટે પાર્ટ-2 જોઇએ...આ ટાઇટલ જ આ ફિલ્મ અંગે ધણું કહી જાય છે. બોલીવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ આજે સિનેમા હોલમાં રિલિઝ થવાની છે.
જો કે આ ફિલ્મ તેના સિક્વલ જેટલી સૂપર ડૂપર હિટ નથી પણ કંગનાના ફ્રેન્સ માટે આ ફિલ્મ જરૂરથી "આઇ ટ્રીટ" છે. આ ફિલ્મમાં રોમાન્સ પણ છે ડ્રામા પણ છે ઇમોશન પણ છે અને થોડું એક્શન પણ છે.
આ ફિલ્મને અમે ચાર સ્ટાર આપ્યા છે. અને આ ચાર સ્ટારમાંથી 2 સ્ટાર કંગના માટે અને અન્ય બે સ્ટાર ફિલ્મ અને તેના સંગીત માટે છે. તો શું છે આ ફિલ્મની કહાની, કેવું છે આ ફિલ્મનું સંગીત, અદાકારી તે બધુ જાણવા માટે જુઓ આ ફોટોસ્લાઇડર...

નિર્દેશન
આનંદ એલ રાયે તેમની સુપર હિટ ફિલ્મ તનુ વેડ મનુનું પાર્ટ ટુ બનાવ્યું છે. આ ફિલ્મનું સબ ટાઇટલ સાચો પ્રેમ મેળવા માટે જોઇએ પાર્ટ 2 આ ફિલ્મ વિષે ધણું બધુ કહી દે છે. જો કે નિર્દેશનની રીતે કાનપુરને હરિયાળવી કલ્ચરને આનંદે સરસ રીતે દેખાડ્યું છે.

સ્ટોરી
મનોજ શર્મા (આર માધવન) તનુ (કંગના)થી ડાઇવોર્સ લેવા માંગે છે. સાથે જ તે ઇચ્છે છે કે તનુ પોતાની ભૂલ સમજે. પણ તનુ તો પોતાની જ મસ્તીમાં મસ્ત છે. તે નોટિસ ઇગ્નોર કરી તેના જૂના આશિકો જોડે કાનપુર ટાઇમપાસ શરૂ કરી દે છે. આ દરમિયાન મનુની મુલાકાત કુસમથી થાય છે જે તનુ જેવી જ દેખાય છે.

ઇન્ટરવલ પછીની સ્ટોરી
જો કે રાજા અવસ્થી (જીમી શેરગિલ) અને કુસુમના ટૂંક સમયમાં લગ્ન થવાના હોય છે. પણ રાજા તનુ જોડે અને મનુ કસુમ જોડે જોડાતા જાય છે. મનુ કુસુમને લગ્ન કરવા માટે પ્રપોઝ કરે છે કસુમ પણ હા પાડે છે. આ દરમિયાન તનુને મનુના લગ્નની ખબર પડે છે અને તે મનુને પાછો મેળવવા માંગે છે.

ડાયલોગ
આ ફિલ્મમાં ડાયલોગ તેનું પ્લસ પોઇન્ટ છે. અમુક ખૂબ જ સુંદર પંચ લાઇન, ફની સીન છે. જેમ કે "શર્માજી હમ થોડે બેવફા ક્યા હુએ આપ તો બદ્દચલ્લન હો ગયે" કે પછી "યે ઇન્સાન અદરખ કી તરહ કહી સે ભી બઢ રહા હૈ" આ ફિલ્મ તમને હસાવશે પણ અને રોવડાવશે પણ.

કંગના
વાત કાનપુરની મસ્તમોલ્લા તનુની હોય કે હરિયાણવી "કુસમ"ની, કંગનાની બન્ને પાત્રમાં પોતાનો જીવ રેડી નાંખ્યા છે. કંગનાના તનુવાળા સીન આવતા જ તમે તેની ખૂબસૂરતીમાં ખોવાઇ જશો અને કુસુમની માસૂમિયત તમારું મન મોહી લેશે.

માધવન
માધવન આ ફિલ્મ કંઇ ખાસ નથી કરી શક્યા કંગનાનું સ્ટાડમ જોઇને તે ખાલી તેની આગળ પાછળ ફરે રાખે છે.

દિપક દોબરિયાલ
આ ફિલ્મમાં કંગના બાદ જો કોઇની એક્ટિંગ દમદાર હોય તો તે છે દિપક દોબરિયાલ. તમે ફિલ્મ જોઇને ઘરે જશો ત્યાં સુધી તમારા મનમાં આ કેરેક્ટ રહેશે તેની ગેરંટી.

સંગીત
આ ફિલ્મના મોટાભાગના ગીતો સરસ છે. બન્નો તેરા સ્વેટર, ઓલ્ડ સ્કૂલ ગર્લ, હો ગયા હૈ પ્યાલને લોકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો કે ફિલ્મના સેકન્ડ હાફમાં નાખેલા 3 ગીતો અમસ્તા જ નાંખી દીધા હોય તેમ લાગે છે.

સરપ્રાઇઝ
આ ફિલ્મમાં સલમાન અને શાહરૂખ ખાનના ફેન્સ માટે છે એક સપ્રાઇઝ, નાનકડું જ પણ તમને ગમશે.

દેખવું કે નહીં
આ ફિલ્મ તનુ વેડ મનુ જેટલી તો સરસ નથી. ઇન્ટરવલ બાદ વધુ પડતો ઇમોશનલ ડ્રામા થોડો બોરિંગ લાગે છે. પણ હા એક એક સુંદર ફિલ્મ છે. અને ખાસ તો, કંગના માટે કરીને જ એક વાર તો જોવી બને જ છે બોસ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
