રિવ્યૂઃ હંગામેદાર-મસાલેદાર છે સન ઑફ સરદાર
ફિલ્મઃ સન ઑફ સરદાર
નિર્માતાઃ પ્રવીણ તલરેજા, એન. આર. પચીસિયા, અજય દેવગણ
દિગ્દર્શકઃ અશ્વની ધીર
ગીતઃ સમીર, શબ્બીર અહમદ અને મોનજ યાદવ
કલાકારોઃ અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, જુહી ચાવલા, તનુજા, મુકુલ દેવ, મુકેશ તિવારી, મહેમાન કલાકાર તરીકે સલમાન ખાન.

બૉલીવુડના બે દિગ્ગજો શાહરુખ ખાન તેમજ અજય દેવગણ વચ્ચે થયેલ જંગ હવે બૉક્સ ઑફિસે પહોંચી ગયો છે. બંને કલાકારો પોતા-પોતાની ફિલ્મ શ્રેષ્ઠ હોવાનો દાવો કરે છે. જોકે આપણે અહીં વાત કરીએ છીએ સન ઑફ સરદારની. એસઓએસ એમ તો ખૂબ જ ચર્ચિત ફિલ્મ છે અને શાહરુખ ખાનની જબ તક હૈ જાન સાથે રિલીઝ થવાને કારણે તેની ચર્ચા વધારે રહી છે, પરંતુ સરવાળે જોઇએ તો આ ફિલ્મ ગોલમાલ, વૉન્ટેડ, દબંગ, બોલ બચ્ચન તથા બૉગીગાર્ડ જેવી મસાલેદાર ફિલ્મની શ્રેણીમાં આવે છે. આ ફિલ્મ સરવાળે એક કૉમેડી અને જોવાલાયક ફિલ્મ છે.
ફિલ્મની વાર્તા એવી છે કે જેની લોકો આશા સેવી રહ્યા હતાં. અજય દેવગણના લોકો જે રોલમાં જોવા માંગતા હતાં, તેવો જ તેમનો રોલ છે. જોરદાર કૉમેડી, ગઝબનું એક્શન થ્રિલ, રોમાંસનો સ્વચ્છ વઘાર જેવી બાબતો ફિલ્મના પ્સલ પૉઇન્ટ્સ છે. મોજ-મસ્તી માટે થિયેટર જનાર દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડશે. અજયની છેલ્લી ફિલ્મ બોલ બચ્ચન સમગ્ર દેશમાં 2300થી વધુ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ આ વખતે જેટીએચજે સાથે રિલીઝ થતાં અજયની એસઓએસ માત્ર 1700 થિયેટરોમાં જ રિલીઝ થઈ શકી છે.
વાર્તાઃ એસઓએસની વાર્તા જસ્સી રંધાવા (અજય), બિલ્લૂ સંધૂ (સંજય દત્ત), મીત સંધૂ (સોનાક્ષી) અને પરમીત (જુહી ચાવલા)ની આસપાસ ફરે છે. જસ્સી લંડનથી પંજાબ ખાતે પોતાના ગામે પૈતૃક જમીનનો સોદો કરવા આવ્યો છે. જસ્સીને ખબર નથી કે ગામમાં તેના પરિવારની સંધૂ પરિવાર સાથે જૂની દુશ્મનાવટ છે. સંધૂના મોટા પુત્ર બિલ્લૂએ રંધાવા ખાનદાનના છેલ્લા વારસદાર જસ્સીને મારવાના સોગંધ તે વખતે ઉપાડ્યા હતાં કે જ્યારે તે પરમીત સાથે લગ્ન દરમિયાન આડધા ફેરા લઈ ચુક્યો હતો. પરમિતના લગ્ન બિલ્લૂ સાથે ન થઈ શક્યાં, પરંતુ તે પચ્ચીસ વરસ બાદ પણ બિલ્લૂ સાથે પોતાના બાકીના ફેરા પૂર્ણ થવા અને તેની પત્ની બનવાની આશાએ તેના ઘરમાં જ છે. સંધૂ ખાનદાનની ઘર આવેલા મહેમાનને ભગવાન ગણનવાની પરમ્પરા રહી છે અને બિલ્લૂ પણ આ પરમ્પરા જાળવે છે. સંજોગો એવા ઊભા થાય છે કે ગામ આવ્યા બાદ જસ્સી ભૂલમાં સંધૂના ઘરે પહોંચી જાય છે. હકીકતમાં ટ્રેનમાં જસ્સીની મુલાકાત સંધૂ ખાનદાનની લાડકડી મીત સાથે થાય છે અને પ્રથમ જ મુલાકાતમાં જસ્સી તેને પ્રેમ કરી બેસે છે. બિલ્લૂ હવે આ વાત જાણી ચુક્યો છે કે તેના ઘરમાં તેનો સૌથી મોટો દુશ્મન છે, પરંતુ પોતાના ખાનદાનની પરમ્પરા ખાતર તે તેને મારી નથી શકતો.
એક્ટિંગઃ જસ્સીના પાત્રમાં અજય દેવગણ ફિટ છે. જસ્સી અને બિલ્લૂ વચ્ચે જોરદાર તાલમેલ છે. સોનાક્ષી પોતાના લુકમાં પાક્કા પંજાબણ લાગે છે, પરંતુ ડાયલૉગ ડિલીવરીમાં ત્રણે પંજાબીઓ અજય, સંજય અને જુહી સામે સોનાક્ષી થોડીક નબળી પડે છે. સલમાનનો કૅમિયો રોલ તથા તેમનું આયટમ નંબર અજયની આ ફિલ્મ સાથે સલમાનના ફૅન્સને જોડશે.
દિગ્દર્શનઃ અશ્વની ધીરે વાર્તા તેમજ પાત્રો ઉપર છેલ્લે સુધી પક્કડ રાખી છે. ધીરે ફિલ્મની ઝડપ ધીમી નથી થવા દીધી. પટિયાળાના સુંદર લોકેશન્સ સાથે સંજય-અજય પર ફિલ્માવવામાં આવેલ એક્શન સીન્સના પણ ધીરનું હીર દેખાય છે. જોકે ફિલ્મના કેટલાંક પાત્રો વગર કારણે બૂમો પાડે છે.
સંગીતઃ ફિલ્મ સાથે ત્રણ મ્યુઝિક ડાયરેક્ટક સંકળાયેલાં છે. તેથી જ ફિલ્મના ત્રણ ગીતો - પો પો, રાની તૂ મૈં રાજા, સન ઑફ સરદાર મ્યુઝિક ચાર્ટમાં ટૉપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
