Review : સસ્પેંસ અને સેક્સનું કૉકટેલ રાગિણી એમએમએસ 2
મુંબઈ, 21 માર્ચ : ફિલ્મ નિર્માતા એકતા કપૂરની ચર્ચિત ફિલ્મ રાગિણી એમએમએસ 2 શુક્રવારે રિલીઝ થઈ ગઈ. ફિલ્મ વર્ષ 2011માં આવેલી રાગિણી એમએમએસની સિક્વલ છે. જોકે ફિલ્મમાં નવાપમુ નથી, પણ હૉટ અને બોલ્ડ સીન્સની ભરમાર છે. રાગિણી એમએમએસ 2ની વાર્તા ગત ફિલ્મથી જ આગળ વધે છે. પાંચ વરસ બાદ પુનઃ રાગિણી પાછી આવી છે સન્ની લિયોન સ્વરૂપે.
સન્ની લિયોને આ ફિલ્મમાં ચુડેલનો બિહામળો રોલ ભજવ્યો છે. ફિલ્મની વાર્તા રાગિણી એમએમએસની વાર્તા જ્યાં ખતમ થઈ હતી, ત્યાંથી જ શરૂ થાય છે. રાગિણી એમએમએસ 2ની વાર્તા એક યુવા કપલ રાગિણી (સન્ની લિયોન) તથા ઉદય (પ્રવીણ ડબાસ)ની આસપાસ ફરે છે કે જેઓ એક સુમસામ ઘરમાં રજાઓ ઉજવવા આવે છે, પણ તે જ દરમિયાન ઘરમાં કંઈક એવું થવા માંડે છે કે જેથી આ બંનેની જિંદગી બદલાઈ જાય છે. ઉદય એક તરફ પોતાનો જાન ગુમાવી દે છે, તો બીજી બાજુ રાગિણી ગાંડી થઈ જાય છે. જે ઘરમાં તેઓ ગયા છે, તે ઘરમાં એક ચુડેલ રહે છે. તે શું ઇચ્છે છે અને રાગિણીને કેમ હેરાન કરે છે? આ સવાલોના જવાબ શોધવા આપે રાગિણી એમએમએસ 2 જોવી જ પડશે. ફિલ્મની વાર્તા એ રીતે રજૂ કરાઈ છે કે દર્શકો ફિલ્મ સાથે બંધાઈ રહે છે. ફિલ્મમાં પેસ છે કે જે ઝડપથી આગળ વધે છે. જોકે અમુક સીન્સ તેને કંટાળાજનક પણ કરે છે.
ચાલો તસવીરો સાથે જાણીએ રાગિણી એમએમએસ 2 અંગે વધુ વિગતો :

ઉત્તેજક અંદાજમાં સન્ની
રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોને પોતાને ઉત્તેજક અંદાજમાં રજૂ કરી છે. જિસ્મ 2 કરતા તેમની આ ફિલ્મ બહેતર કહી શકાય. ફિલ્મમાં સન્નીએ બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે, તો જિસ્મ 2 કરતા અભિનયમાં પણ સુધારો થયો છે. ડાયલૉગ ડિલીવરી પણ બેસ્ટ છે.

ગીતો પહેલાથી હિટ
રાગિણી એમએમએસ 2 ફિલ્મના ગીતો પહેલા જ હિટ થઈ ગયાં છે. બૅબી ડૉલ... અને ચાર બોતલ વોડકા...ને શ્રેષ્ઠ રીતે ફિલ્માવાયાં છે કે જેથી દર્શકોના પૈસા વસૂલ થઈ જાય છે.

હની-સન્નીની જોડી જામી
ચાર બોતલ વોડકા... ગીતમાં તો યો યો હની સિંહ અને સન્ની લિયોનની જોડી ખૂબ જામી છે, તો બૅબી ડૉલ...માં સન્નીના ડાન્સ સ્ટેપ્લ ખૂબ જ સુંદર છે કે જેની ઉપર દર્શકો ઝૂમવા લાગે છે.

એવરેજ, પણ છાપ છોડતી ફિલ્મ
સસ્પેંસ, થ્રિલર અને રોમાંચની કસોટીએ કસાયેલી રાગિણી એમએમએસ 2 ફિલ્મ એવરેજ કહી શકાય, પરંતુ એ બાબતનો ઇનકાર ન કરી શકાય કે ફિલ્મ પોતાની છાપ છોડે છે. દર્શકોને થિયેટરમાં જકડી રાખે છે. દરેક પળે ડરાવે અને સસ્પેંસ પેદા કરે છે. સ્ક્રિપ્ટ અને રોમાંચના તબકક્કામાં ફિલ્મ ઝડપથી દાખલ થાય છે અને દર્શકોને બાંધી રાખે છે.

સન્નીના ફૅન્સ ખુશ થશે
રાગિણી એમએમએસ 2 જોયા બાદ સન્ની લિયોનના ફૅન્સ નિરાશ નહીં થાય અને તેમને સન્નીની બોલ્ડનેસ, કામુક અદાઓ તથા એક્ટિંગ પણ બહુ ગમશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
