Review: ધીમી ફિલ્મમાં 'નૂર' પૂરે છે સોનાક્ષી સિન્હા
સોનાક્ષીની ફિલ્મ નૂર રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનો પ્લોટ, રિવ્યૂ અને રેટિંગ વાંચો અહીં.
ફિલ્મ - નૂર
સ્ટાર કાસ્ટ - સોનાક્ષી સિન્હા, પૂરબ કોહલી, કનન ગિલ, શિબાની દાંડેકર
ડાયરેક્ટર - સુનીલ સિપ્પી
પ્રોડ્યૂસર - ભૂષણ કુમાર, કૃષ્ણન કુમાર, વિક્રમ મલ્હોત્રા
લેખક - અથયેયા ડેલ્મસ-કૌશલ, શિખા શર્મા, સુનીલ સિપ્પી
પ્લસ પોઇન્ટ - સોનાક્ષી સિન્હા, સબ્જેક્ટ
માઇનસ પોઇન્ટ - ફિલ્મ ધીમી છે અને સેક્નડ હાફ ખૂબ લાંબો લાગે છે
સ્ટાર - 2.5

પ્લોટ
'The trouble is you think you have all the time', ફિલ્મની શરૂઆતમાં નૂર રાય ચૌધરી(સોનાક્ષી સિન્હા) આ ડાયલોગ બોલતી સાંભળવા મળે છે. જો કે, ફિલ્મની શરૂઆતમાં નૂરની જે લાઇફસ્ટાયલ અને જીવન પ્રત્યેનું વલણ બતાવવામાં આવ્યું છે, તે આ ક્વોટથી બિલકુલ વિપરીત છે. જર્નાલિસ્ટ નૂરની ડ્રીમ કંપની છે સીએનએન, આ કંપનીનો રિજેક્શન લેટર હજુ પણ તેના મેઇલ બોક્સમાં પડ્યો છે. તે પોતાની નિષ્ફળતા અંગે નિરાશ છે, પરંતુ પોતાની લાઇફ અંગે બિલકુલ સિરિયસ નથી. રમ પીતી, બિલાડી સાથે રમતી અને સતત પોતાના વજનની ચિંતા કરતી નૂર સાથે કનેક્ટ કરવું ખૂબ સરળ છે.

ટ્વીસ્ટ
અયાન બેનર્જી(પૂરબ કોહલી) નામના ફોટોજર્નાલિસ્ટ સાથે મુલાકાત થયા બાદ જાણે નૂરની જિંદગી બદલાઇ જાય છે. શું મુંબઇ શહેર અને આ ફોટોજર્નાલિસ્ટ દ્વારા નૂર દુનિયાની વાસ્તવિકતાને સમજી શકશે? આ ફિલ્મમાં ડાયરેક્ટર સુનીલ સિપ્પીએ વાસ્તવિક વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે. નૂર પોતાના કરિયરમાં સક્સેફુલ થવા માંગે છે, પરંતુ જર્નાલિઝમની એક બેઝિક વાત ભૂલી જાય છે. મીડિયા ફિલ્ડનું કડવું સત્ય એ છે કે, તેમના માટે કોઇ વ્યક્તિની લાઇફ પણ ઘણીવાર માત્ર એક બ્રેકિંગ કે એક્સક્લૂઝિવ ખબર બનીને રહી જાય છે.

પાકિસ્તાની લેખકની બૂક પરથી પ્રેરિત ફિલ્મ
પાકિસ્તાની લેખક સબા ઇમ્તિયાઝની બૂક કરાચી-યુ આર કિલિંગ મી પરથી આ ફિલ્મ પ્રેરિત છે. સુનીલ સિપ્પીએ આ ફિલ્મમાં એક સાથે ઘણી બધી વાતો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં કોઇ મેલોડ્રામા નથી, જે ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. આ ફિલ્મ જર્નાલિઝમમાં રિસર્ચ પર ફોકસ કરે છે, અહીં એક જર્નાલિસ્ટની વાસ્તવિક જિંદગીને પડદા પર ઉતારવાનો પ્રયાસ થયો છે, જે ઘણા અંશે સફળ રહ્યો છે.

પર્ફોમન્સ
સેલ્ફ ઓબ્સેસ્ડ નૂર ફિલ્મની શરૂઆતથી જ દર્શકો પર પકડ જમાવે છે. સોનાક્ષી સિન્હા પોતાના કેરેક્ટરમાં અતિસંવંદનશીલતા લાવવામાં સફળ રહી છે. નૂરના એડિટરના રોલમાં છે મનીષ ચૌધરી, તેમણે પણ પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી છે. શિબાની દાંડેકરનો આ ફિલ્મમાં કોઇ ખાસ રોલ નથી.

ટેકનિકલ પક્ષ
નૂર ફિલ્મનો પ્લોટ સમજાતા વાર લાગે છે, ખૂબ ધીરજ સાથે આ ફિલ્મ જોવી પડશે. સેકન્ડ હાફમાં ફિલ્મનો મુખ્ય પોઇન્ટ ક્યાંક ખોવાઇ જાય છે. કેઇકો નક્ષરાની સિનેમેટોગ્રાફી સરસ છે, પરંતુ એડિટિંગમાં હજુ થોડા પરફેક્શનની જરૂર છે. ફિલ્મના અમુક ડાયલોગ ખરેખર મજેદાર છે. ફિલ્મનું એક સોન્ગ ગુલાબી આંખે નો અંદાજ બિલકુલ હટકે છે, પરંતુ આ સિવાયના ગીતો ખાસ કમાલ નથી દેખાડી શક્યાં.

જોવી કે નહીં?
સોનાક્ષી સિન્હાની આ ફિલ્મ એકદમ પરફેક્ટ તો નથી જ, ફિલ્મ ઘણી જગ્યાએ ખૂબ ખેંચવામાં આવી છે. પરંતુ સોનાક્ષીની એક્ટિંગ સુંદર છે. ડાયરેક્ટરે એક સાથે અનેક વસ્તુઓ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે સોનાક્ષીના ફેન હોવ અને સાથે કોઇ મજેદાર કંપની હોય તો ફિલ્મ ચોક્કસ જોવી.

અહીં વાંચો
સલમાન ખાન છેલ્લા કેટલાયે સમયથી જાણે ટ્યબૂલાઇટ ફિલ્મના નામે ફેન્સ સાથે રમી રહ્યાં હતા. ટ્યૂબલાઇટના પહેલા પોસ્ટર માં સલમાન દેખાયા જ નહોતા. પરંતુ હવે સલમાને આ રમત કરી જાતે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યું છે અને ફેન્સને #SalmanKaSalaam કીધું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
