#Review: રવિનાનું કમબેક શાનદાર થઇ શક્યું હોત, પરંતુ..
રવિના ટંડનની ફિલ્મ માતૃનો રિવ્યૂ, પ્લોટ અને રેટિંગ વાંચો અહીં.
ફિલ્મ - માતૃ
સ્ટારકાસ્ટ - રવિના ટંડન, અલીશા ખાન, મધુર મિત્તલ
ડાયરેક્ટર - અશ્તર સૈયદ
પ્રોડ્યૂસર - માઇકલ પેલિકો
લેખક - માઇકલ પેલિકો
પ્લસ પોઇન્ટ - રવિના ટંડન
નેગેટિંવ પોઇન્ટ - ફિલ્મમાં રવિનાની વેર વાળવાની રીત દર્શકોને કન્વિન્સિંગ નથી લાગતી, સ્ટોરી રાઇટિંગમાં ફિલ્મ નબળી પડે છે.
સ્ટાર - 2.5

પ્લોટ
એક રાતની ઘટનાથી વિદ્યા ચૌહાણ(રવિના ટંડન) અને તેની દિકરી ટિયા(અલીશા ખાન)ની લાઇફ વેરવિખેર થઇ જાય છે. વિદ્યા અને ટિયા સ્કૂલના એન્યૂઅલ ફંક્શનમાંથી પરત ફરી રહ્યાં હોય છે. ટ્રાફિકથી બચવા માટે વિદ્યા રસ્તો બદલે છે, જૂદા રસ્તે તેનો સામનો કેટલાક બદમાશો સાથે થાય છે. માં-દિકરીની આંખ ખુલે છે ત્યારે એ બંન્ને કોઇક ઉજ્જડ ફાર્મહાઉસમાં હોય છે, જ્યાં તેમને ગેંગ રેપ માટે લઇ જવામાં આવ્યા હોય છે.

ન્યાયની લડાઇ
આ ઘટનામાં ટિયાનું મૃત્યુ થાય છે, જ્યારે વિદ્યા બચી જાય છે. આ ઘટના માટે જવાબદાર આરોપીઓમાંથી એકને વિદ્યા ઓળખી જાય છે. અપૂર્વ મલિક(મધુર મિત્તલ) નામનો આ અપરાધી લોકપ્રિય નેતાનો પુત્ર છે. આ ઘટના બાદ વિદ્યાની ન્યાય માટેની લડાઇ શરૂ થાય છે. લગ્ન ભંગ થયેલી વિદ્યા, તેનો અસંવેદનશીલ પતિ અને વિદ્યાની ન્યાયની લડાઇની આ વાર્તા છે. તેને ન્યાય ન મળતાં આખરે તે બદલો લેવાનું નક્કી કરે છે અને અપરાધીઓ સામે બદલો લે પણ છે.

ડાયરેક્શન
ડાયરેક્ટ અશ્તર સૈયદે આજના જમાનાનો સૌથી મોટો મુદ્દો લઇ વાસ્તવિક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં બળાત્કારનો આંકડો સ્પષ્ટ કહે છે કે, અનેક પરિવારો આ પ્રકારની ઘટનાનો શિકાર થઇ ચૂક્યા હશે. મજબૂત ઇરાદા સાથે બનાવવામાં આવેલી આ ફિલ્મને પડદા પર ઉતારવામાં ડાયરેક્ટરને સફળતા નથી મળી. પ્લોટમાં ઘણી ખામીઓ છે અને ફિલ્મ થોડી મેલોડ્રામેટિક પણ છે. ડાયલોગ પણ ખાસ દમદાર નથી.

પર્ફોમન્સ
આ ફિલ્મ થકી રવિનાએ શાનદાર કમબેક કર્યું છે. બળાત્કાર પીડિતની માતાના પાત્રમાં રવિનાએ જીવ પૂર્યો છે. આ ફિલ્મમાં રવિનાની ચુપ્પી અને એક્સપ્રેશન્સ પણ ઘણું કહી જાય છે. મધુર મિત્તલ પણ પોતાના રોલમાં પરફેક્ટ ફિટ બેસે છે. ફિલ્મના અન્ય કલાકારો અલીશા ખાન, દિવ્યા જગદલે, રૌશાદ રાણા, અનુરાગ અરોરાએ પણ પોતાનું કામ સરસ રીતે કર્યું છે.

ટેક્નિકલ પક્ષ
ફિલ્મનો સેકન્ડ હાફ નીરસ છે, લેખન નબળું પડે છે. જાણે ડાયરેક્ટરને ન્યાય અપાવવાની જલ્દી ના હોય! એડિટિંગમાં પણ અનેક ખામીઓ છે. ફિલ્મનું મ્યૂઝિક પણ કંઇ ખાસ નથી. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ અમુક જગ્યાએ ફિલ્મનો ફ્લો તોડી નાંખે છે.

જોવી કે નહીં?
આ ફિલ્મ માત્ર રવિના માટે જોઇ શકાય. ફિલ્મમાં રવિનાનું પર્ફોમન્સ ખૂબ સરસ છે, પરંતુ ડાયરેક્શન અને લેખનની ખામીને કારણે ફિલ્મ પાછી પડે છે.

અહીં વાંચો
સોનાક્ષી સિન્હાની ફિલ્મ નૂર પણ રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનો પ્લોટ, રિવ્યૂ અને રેટિંગ વાંચો અહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
