રિવ્યૂ : સામાન્ય માણસ માટે ઝઝૂમતો જૉલી એલએલબી
મુંબઈ, 15 માર્ચ : સુભાષ કપૂરની ફિલ્મ જૉલી એલએલબી આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. જૉલી એલએલબીને દર્શકો તરફથી સારી અને પૉઝિટિવ કૉમેંટ્સ મળી રહી છે. ફિલ્મમાં અરશદ વારસી તથા બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નામ ઉપરથી જ સ્પષ્ટ છે કે ફિલ્મ એક ખૂબ જ જૉલી ટાઇપની એટલે કે વ્યંગ્યાત્મક હશે, પરંતુ ફિલ્મમાં અનેક સીરિયલ તથા થોડાંક સેંટીમેંટલ સીન્સ પણ છે.

કહી શકાય કે ફિલ્મને એક સામાન્ય માણસ પોતાની સાથે જોડી શકે છે. ઘણા વખત બાદ એક બહેતરીન કૉમેડી ફિલ્મ થોડાંક સીરિયસ ટચ સાથે થિયેટરમાં નજરે પડી છે.
વાર્તા : જૉલી એલએલબીની વાર્તાની શરુઆત થાય છે જૉલી એટલે કે અરશદ વારસીથી. જૉલી એક વકીલ છે અને તે પોતાના કૅરિયરમાં ખૂબ સફળ થવા માંગે છે. જૉલી ઇચ્છે છે કે તે વકીલ તરીકે ખૂબ પ્રખ્યાત થઈ જાય. જૉલી પોતાના આ સ્વપ્નને સાકાર કરવા પાટનગર દિલ્હી આવે છે. દિલ્હી આવ્યા બાદ જૉલી પુરતા પ્રયત્નો કરે છે કે તેને કોઈ એવો કેસ મળી જાય કે જે તેને રાતોરાત ફેમસ કરી દે. લોકો તેને ઓળખવા લાગે. ઉપરવાળો જૉલીની આ ઇચ્છા સાંભળી લે છે અને જૉલીને એક કેસ મળી જાય છે. આ કેસ શહેરના એક મોટો અને ચર્ચિત રહેલો હિટ એન્ડ રન કેસ હોય છે, પરંતુ જૉલીની મુશ્કેલીઓ ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તેને ખબર પડે છે કે આ કેસ સામે પક્ષે શહેરના એક જાણીતા અને પોતાના કૅરિયરમાં કોઈ પણ કેસ ન હારેલા લૉયર બોમન ઈરાની લડી રહ્યાં છે.
જૉલી હિમ્મત નથી હારતો અને આ કેસ પૂરી ઈમાનદારી સાથે લડે છે. ફિલ્મમાં અનેક કોર્ટ સીન્સ દર્શાવાયાં છે કે જે મહદઅંશે હકીકત સાથે જોડાયેલાં લાગે છે. ફિલ્મમાં જૉલી એટલે કે અરશદ વારસી એક સામાન્ય માણસને રજૂ કરે છે. ફિલ્મ જોતા એક સામાન્ય માણસ ખૂબ જ સરળતાથી પોતાની જાતને ફિલ્મ સાથે સાંકળી શકે છે. ફિલ્મને પૂર્ણત્વે કૉમેડી કહેવું ખોટું હશે, કારણ કે ફિલ્મમાં અનેક સ્થાને ખૂબ જ બહેતરીન રીતે સીરિયસ સીન્સ પણ શૂટ કરાયાં છે.
અભિનય : ફિલ્મમાં અરશદ અને બોમનની એક્ટિંગ લાજવાબ છે. અરશદે હંમેશની જેમ પોતાની બહેતરીન એક્ટિંગ વડે પુરવાર કરી આપ્યું કે તેઓ કૉમેડી કિંગ બનવાને યોગ્ય છે. અરશદની જેમ બોમન પણ લાજવાબ એક્ટિંગમાં છે. બંનેની જોડીએ લોકોને હસાવવાની કોઈ તક છોડી નથી. કોર્ટ સીન્સમાં પણ તેમને જોઈ લોકો હસ્યા વિના નહીં રહી શકે. અરશદ વારસી જગદીશ ત્યાગીના પાત્રમાં છે. તેમની સાથે છે અમૃતા રાવ. સૌરભ શુક્લાએ પણ શાનદાર કૉમેડી કરી છે. જૉલી એલએલબીના પ્રીમિયરમાં અક્ષય કુમાર પણ હાજર હતાં અને તેમણે ફિલ્મની પ્રશંસા કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
