હેટ સ્ટોરી 3 મૂવી રિવ્યૂ: એક સારી શરૂઆત
મચઅવેટેડ એરોટિક થ્રિલર ફિલ્મ હેટ સ્ટોરી 3 આજે રિલિઝ થઇ ગઇ છે. વિશાલ પંડ્યા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શરમન જોશી, કરણસિંહ ગ્રોવર અને ઝરીન ખાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મના હોટ ટેલર દર્શકોને આ ફિલ્મ પ્રત્યે ખાસ્સા આકર્ષિત કર્યા હતા. અને હવે જ્યારે આ ફિલ્મ રિલિઝ થઇ ગઇ છે ત્યારે કહી શકાય કે ખરેખરમાં આ ફિલ્મને જેટલી હાઇપ મળી છે તેટલી યોગ્ય છે કે નહીં.
નોંધનીય છે કે આ હેટ સ્ટોરી 1 અને 2માં નવા એક્ટરને મોકો આપવામાં આવ્યો હતો. પણ આ વખતે જાણીતા કલાકારોને આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. અને આજ કારણ છે કે તેમની જોડેથી દર્શકોની વધુ આશા છે. આ ફિલ્મને અમે 2.5 સ્ટાર આપ્યા છે.
આ ફિલ્મ એક સારી શરૂઆત કરી છે. જાણકારોનું માનીએ તો વિકએન્ડ સુધી આ ફિલ્મ ઓછામાં ઓછું 15 કરોડની કમાણી જરૂરથી કરશે. ત્યારે શું છે આ ફિલ્મની સ્ટોરી, કોણે કેવી એક્ટિંગ કરી છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી
આ ફિલ્મ હેટ સ્ટોરી 2ની સિક્વલ છે. આ ફિલ્મની સ્ટોરી આદિત્ય દિવાન (શરમન જોષી) અને તેની પત્ની શિયા ની આસપાસ ફરે છે. આદિત્ય તેના મોટા ભાઇ વિક્રમની મૃત્યુ બાદ તેમનો ફેમિલી બિઝનેસ ચલાવતો હોય છે. પણ અચાનક જ તેમના જીવનમાં સૌરવ સિંગાનિયા નામના બિઝમેન આવે છે. જે તેમની ખુશ જિંદગીને બરબાદ કરી દે છે.

સ્ટોરી
આદિત્ય તેની કંપની સૌરવની કંપની સાથે મર્ઝ કરવાની ઓફર મૂકે છે તો સૌરવ (કરણસિંહ ગ્રોવર) આ માટે તેની પત્ની સાથે વન નાઇટ સ્ટેન્ડની માંગણી કરે છે. બીજા તરફ શરમનની સેક્રેટરી કાવ્યા (ડેઝી શાહ)ને પણ સૌરવ તેની લવ ટ્રેપમાં ફસાવી આદિત્યને બરબાદ કરવાનો પ્લાન બનાવે છે.

સ્ટોરી
પણ શરમન જોષી પોતાની શાખ મેળવવો પ્રયાસ કરે છે. ત્યારે શું આદિત્ય અને સિયા સૌરવનો સાચો ચહેરો દુનિયા સામે લાવવામાં સફળ થાય છે કે પછી સૌરવ તેમનાથી તેમનું બધુ જ છીનવી લે છે શું છે તે જાણવા તો તમારે ફિલ્મ જોવી જ રહી.

સંગીત
આ ફિલ્મનું સંગીત લોકોને ગમ્યું છે. નોંધનીય છે કે આ પહેલાની હેટ સ્ટોરી 2નું સંગીત પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને આ ફિલ્મનું પણ.

અભિનય
શરમન તેનો રોલ સારી રીતે ભજવ્યો છે. તો ઝરીન અને કરણ પણ એકાંદરે સારી કામ કર્યું છે. ડેઝી શાહનો રોલ નાનો છે પણ તેણે પણ તેમાં સારું કર્યું છે.

થ્રિલ અને નિર્દેશન
આ ફિલ્મના અમુક સીન સારી રીતે ભજવવામાં આવ્યા છે. ફિલ્મના અંત સુધી દર્શકોને આકર્ષવામાં નિર્દેશક વિશાલ પંડ્યા સફળ થયા છે.

ફિલ્મ જોવી કે નહીં
આ ફિલ્મને એ સર્ટીફિકેટ મળ્યું છે. ગીતો અને અમુક સીનને છોડીને સેન્સર બોર્ડ આ ફિલ્મમાં યોગ્ય રીતે કાતર ફેરવી છે. તેમ છતાં તમને એરોટિક થ્રિલર ફિલ્મો ગમતી હોય તો તમે આ ફિલ્મ જોવા જરૂરથી જઇ શકો છો. બાકી અમે આ ફિલ્મને 2.5 સ્ટાર આપ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
