ધૂમ 3 રિવ્યૂ : ચોર પર ચોર... પોલીસમાં પણ છે જોર....
મુંબઈ, 19 ડિસેમ્બર : સને 2003માં બહેતરીન એક્શન, થ્રિલર અને સ્ટંટથી સજ્જ એક ફિલ્મ રિલીઝ થઈ કે જેણે તમામ ઉંમરના દર્શકો અને ખાસ યુવાનોને ખૂબ મનોરંજન આપ્યું. ફિલ્મની સફળતાથી પ્રેરાઈ આદિત્ય ચોપરાએ તેની સિરીઝ શરૂ કરી અને 2006માં તેની બીજી સિક્વલ આવી. તે પણ બૉક્સ ઑફિસે સુપર હિટ રહી. હવે સાત વરસ પછી સુપર હિટ સિરીઝની ત્રીજી સિક્વલ આજે રિલીઝ થઈ છે.
હા જી, અમે વાત કરીએ છીએ ધૂમ ફ્રેંચાઇઝીની કે જેના બે ભાગો બૉક્સ ઑફિસે ધમાલ મચાવી ચુક્યાં છે અને સાત વરસ બાદ પુનઃ કેટલાંક નવા-કેટલાંક જૂના પાત્રો સાથે આદિત્ય ચોપરાએ ધૂમ 3 બનાવી છે. આજે આ ફિલ્મ બૉક્સ ઑફિસે રિલીઝ થઈ ચુકી છે. ધૂમ 3માં બે જૂના પાત્રો જય દીક્ષિત અને અલી અકબર રિપીટ કરાયા છે, કારમ કે ધૂમ સિરીઝમાં આ બે પાત્રો શરુઆતથી જ રહ્યાં છે. ઇંસ્પેક્ટ જય દીક્ષિત તેમજ તેમના સાથી અલી અકબર બંને મળી ધૂમ સિરીઝમાં આવતા વિલન પાત્રોને પાઠ ભણાવે છે. જય દીક્ષિતના રોલમાં અભિષેક બચ્ચન અને અલી અકબર તરીકે ઉદય ચોપરા લોકોને એટલા ગમી ગયાં છે કે ધૂમ સિરીઝનું નામ આવતા જ સૌપ્રથમ આ બંને પાત્રો યાદ આવી જાય છે.
હવે વાત કરીએ ધૂમ 3ની કે જે બહુ વધારે જ ચર્ચામાં છે, કારણ કે ફિલ્મમાં બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે અને તેમનો સાથ આપી રહ્યાં છે આલિયા એટલે કે કૅટરીના કૈફ. ધૂમ સિરીઝની ત્રીજી ફિલ્મ પાસે દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મની કાસ્ટ પણ ખૂબ નર્વસ છે, કારણ કે 2013માં અત્યાર સુધી તમામ ફિલ્મોએ કમાણીના જે રેકૉર્ડ્સ સ્થાપ્યાં છે, તે તમામ તોડવાની આશા ધૂમ 3 પાસે લોકો સેવી રહ્યાં છે. સૌનુ માનવું છે કે ધૂમ 3 રેકૉર્ડબ્રેક કમાણી કરશે. ફિલ્મના ગીતોને પણ ખૂબ સીક્રેટ રખાયા છે કે જેથી લોકો અગાઉથી જ ગીતો સાંભળીને કંટાળી ન જાય.
ચાલો તસવીરો સાથે જાણીએ ફિલ્મની વાર્તા :

શિકાગોથી શરુઆત
ધૂમ 3 ફિલ્મની રહસ્યમય અને રોમાંચક વાર્તા શરૂ થાય છે શિકાગો ખાતેથી કે જ્યાં એક ભારતીય (જૅકી શ્રૉફ) ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ ચલાવે છે. સર્કસ જ તેની જિંદગી છે, પણ આ જિંદગી માટે તે બૅંક પાસેથી મોટી લોન્સ લે છે અને સમયે ચુકવી નથી શકતો. તેથી તેનું સર્કસ જપ્ત કરી લેવાય છે. આ દુઃખને તે સહન નથી કરી શકતો અને પોતાની જાતને ગોલી મારી દે છે.

સાહિરે લીધા સોગંધ
જૅકી શ્રૉફના મોત બાદ તેનો પુત્ર સાહિર (આમિર ખાન) સોગંધ લે છે. તેના જીવનનો એક જ ધ્યેય રહી જાય છે કે તે પોતાના પપ્પાના સર્કસને ફરીથી ઊભો કરશે. તેના માટે તે બૅંકોમાં ચોરીઓ કરવાનું શરૂ કરી દે છે.

સાથ આપતી આલિયા
સાહિરને તેની ચોરીઓમાં સાથ આપે છે આલિયા (કૅટરીના કૈફ). શિકાગોમાં એક પછી એક થતા ચોરીના બનાવોથી પોલીસ ત્રાસી જાય છે.

જય-અલીની એન્ટ્રી
શિકાગો પોલીસ ચોરીના બનાવો રોકવા માટે જય દીક્ષિત (અભિષેક બચ્ચન) અને અલી અકબર (ઉદય ચોપરા)ને બોલાવે છે.

સાહિરની ચાલ
જય એક ચાલાક પોલીસ ઇંસ્પેક્ટર છે. સાહિર જયને પોતાની ચાલમાં ફસાવવા માટે એક મોટા પ્લાન હેઠળ જયને મળે છે અને તેને મૂરખ બનાવી પોતાના તમામ કામો કરાવે છે.

નિકળી શકશે જય?
અંતે કઈ રીતે જય સાહિરના ચુંગાલમાંથી નિકળે છે? શું જય સાહિરને પકડી પાડે છે? આલિયાનું શું થાય છે? તમામ પ્રશ્નોના ઉત્તર સિનેમા ઘરમાં જ મળી શકે તેમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
