MovieReview: ગેંગસ્ટર અર્જુન રામપાલ હિટ પણ ફિલ્મ ફલોપ!
ગેંગસ્ટર અરુણ ગવલીના જીવન પર આધારિત અર્જુન રામપાલની ફિલ્મ 'ડેડી' રિલીઝ થઇ ચૂકી છે મહારાષ્ટ્રીયન ગેંગસ્ટર તરીકે અર્જુન રામપાલની એક્ટિંગ શાનદાર છે આ ફિલ્મ જોવી કે નહીં? વાંચો અહીં
ફિલ્મ : ડેડી
ફિલ્મ કાસ્ટ : અર્જુન રામપાલ, ઐશ્વર્યા રાજેશ, ફરહાન અખ્તર, નિશિકાંત કામત
નિર્દેશક: અશિમ આહલુવાલીયા
પ્રોડ્યુસર: અર્જુન રામપાલ, રૂતિવિજ પટેલ
લેખક: અર્જુન રામપાલ, અશિમ આહલુવાલીયા
શું છે ખાસ: અર્જુન રામપાલ અને પ્રોડ્કશન ડિઝાઇન
શું છે બકવાસ: ફિલ્મ બહુ ધીમી ચાલે છે જે તેની મજા બગાડી નાખે છે.
સ્ટાર: 2

પ્લોટ
આ ફિલ્મ અંડરવર્લ્ડ ડોન અરૂણ ગુલાબ ગવલીના જીવન પર આધારિત છે આ ફિલ્મમાં અર્જુન રામપાલે તેનો પાત્ર ભજવ્યું છે. આ વાર્તા 1960ના વર્ષની આસપાસની છે, જ્યારે મુંબઇની એક પછી એક કાપડની મિલો બંધ થતી હતી અને લોકો બેરોજગાર થતા હતા. જેમાં અરૂણ ગાવલી (અર્જુન રામપાલ) નો પણ સમાવેશ થાય છે.

પ્લોટ
આ બાદ અરૂણ પોતાના મિત્ર રામા નાઇક(રાજેશ), બાબુ રેશિમ(આનંદ)ની સાથે મળી પોતાની ગેંગ બનાવે છે. 70થી 80ના દશ વર્ષ દરમિયાન તે મધ્ય મુંબઇ પર રાજ કરે છે. અરૂણ ગવલી તે વિસ્તારનો બાદશાહ કહેવાતો હતો અને આ જ કારણથી તે દાઉદ ઇબ્રાહિમનો દુશ્મન બની બેઠો હતો. આ ફિલ્મમાં દાઉદના પાત્રને મનસુફનુ નામ આપવામાં આવ્યુ છે જેનો રોલ ફરહાન કરે છે.

નિર્દેશન
સારી વાર્તા હોવા છતાં તેનું નિર્દેશન પ્રમાણમાં ઘણું કાચું રહ્યુ છે. આ બાબતમાં અશિમ આહલુવાલિયા એટલા સફળ રહી શક્યા નથી. ધીમી વાર્તા અને ડાયલોગ્સમાં પણ ખાસ કોઈ દમ નથી. ગેંગસ્ટરની લાઈફમાં તેના પારિવારિક જીવનને વધારે ખેંચવામાં આવ્યું છે, જે ફિલ્મને ધીમી પાડે છે.

અભિનય
આ ફિલ્મમાં અભિનયની વાત કરવામાં આવે તો અર્જુન રામપાલ સિવાય જોવા જેવું બીજું કશું નથી. તેમની બોડી લેંગ્વેજ જોતા તેમણે આ ફિલ્મ માટે કરેલી મહેનતનો ખ્યાલ આવે છે. એક મહારાષ્ટ્રીયન ગેંગસ્ટર તરીકે તેઓ પડદા પર છવાઇ જાય છે. એ સિવાય નિશિકાંત કામતનો પણ અભિનય પ્રમાણમાં સારો છે. પરંતુ મનસુરના પાત્રમાં ફરહાન અખ્તર નિરાશ કરે છે.

ટેક્નિકલ આસ્પેક્ટ અને મ્યૂઝિક
ફિલ્મના એડિટિંગ પર હજુ કામ કરવાની જરૂર છે. સ્ક્રિપ્ટમાં પણ ઘણી ખામીઓ હતી, જેના કારણે ફિલ્મમાં ઘણી વસ્તુઓ અધુરી લાગે છે અને આ જ કારણથી લોકોને વચ્ચે ફિલ્મ જોવાનો કંટાળો આવે છે. ફિલ્મના ગીતોની વાત કરવામાં આવે તો કોઈ ગીત એવું નથી, જે તમને ગમે કે યાદ રહી જાય.

ફિલ્મ જોવી કે નહીં?
ગેંગસ્ટરની જીવનકથની તરીકે આ ફિલ્મમાં જોવા લાયક ખાસ કશું નથી પરંતુ તેના થોડા ડાયલોગ્સ એ સમયના મુંબઇને જરૂર જીવંત કરી જાય છે. અર્જુન રામપાલની એક્ટિંગ લાજવાબ છે, એમના માટે આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
