બજાતે રહો રિવ્યૂ : ‘હસવાની આશાએ રડી પણ ન શકાય’!
મુંબઈ, 26 જુલાઈ : વિનય પાઠક, રણવીર શૌરી, રવિ કિશન જેવા કૉમેડીના મહારથીઓ હોવા છતાં સશાંત શાહની કૉમેડી ફિલ્મ બજાતે રહોમાં કૉમેડીના નામે કંઈ પણ ન દેખાયું. બજાતે રહોમાં પુનઃ એક વાર તુષાર કપૂરે નિરાશ કર્યાં અને વિશાકા સિંહ સાથે તેમના રોમાંટિક સીન્સ પણ નિષ્પ્રાણ જ નજરે પડ્યાં. જોકે વિનય પાઠક તેમજ રણવીર શૌરીએ મળી અનેક વાર સારી કૉમેડી કરી લોકોને હસાવવાના પુરતા પ્રયત્નો કર્યાં, પરંતુ આમ છતાં બજાતે રહો જોઈ દર્શકો નિરાશ જ થયાં. ફિલ્મની વાર્તા ખૂબ જ મંદ છે અને ગીતોના નામે પણ માત્ર બે ગીતો જ દેખાયાં કે જેમનું પિક્ચરાઇઝેશન પણ કંઈ ખાસ નથી.
બજાતે રહો ફિલ્મનું દિગ્દર્શન સશાંત શાહે કર્યું છે અને ફિલ્મ અંગે સમગ્ર સ્ટાર કાસ્ટ ઉત્સાહિત હતી. નામ ઉપરથી લોકોને લાગતુ હતું કે ફિલ્મ ખૂબ જ વ્યંગ્યાત્મક તેમજ ઇંટરેસ્ટિંગ હશે, પરંતુ ફિલ્મ જોયા બાદ ફિલ્મમાં અનેક ખામીઓ નજરે પડી. ફિલ્મમાં રવિ કિશનનું પાત્ર ખૂબ જ થાકેલું દેખાયું. તુષાર કપૂર એક્ટિંગના નામે દમ વિહોણા લાગ્યાં, તો રણવીર શૌરી તથા વિનય પાઠકે સારા સીન્સ આપ્યાં. આમ છતાં ફિલ્મ બોરિંગ જ લાગી. તુષાર કપૂર અને વિશાખા સિંહ પણ કંઈ ખાસ કરી શક્યા નહીં.
આવો તસવીરો સાથે જાણીએ બજાતે રહો ફિલ્મની વાર્તા :

રવિ કિશન મોટો ફ્રૉડ
રવિ કિશને બજાતે રહો ફિલ્મમાં એક મોટા ફ્રૉડનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં રવિ બીજાને ધોખાથી લૂંટીને ખજાનામાં પૈસા એકત્ર કરતો રહે છે. રવિના આ ધોખાનો ભોગ બને છે મિસ્ટર બાવેજા. રવિ કિશન મિસ્ટર બાવેજાને કંઈક કેવી રીતે ધોખો આપી ફસાવી દે છે કે મિસ્ટર બાવેજાનું હાર્ટ અટૅકથી મોત થઈ જાય છે અને તેના આસિસ્ટંટે જેલ જવું પડે છે.

મિસિસ બાવેજા લે છે બદલો
મિસ્ટર બાવેજાના મોત બાદ તમામ લેણદારો મિસિસ બાવેજા પાસે આવે છે. પોલીસકહે છે કે જો મિસિસ બાવેજા તમામ લેણદારોને પૈસા પરત નહિં આપે, તો તેમનું ઘર લીલામ થઈ જશે. મિસિસ બાવેજા નક્કી કરે છે કે તે રવિ કિશન સામે બદલો લેશે અને સાથે જ રવિ પાસેથી લેણદારોને પૈસા પણ અપાવશે.

તુષાર-વિશાખાની મૈત્રી
તુષાર કપૂર મિસ્ટર બાવેજાના પુત્ર છે અને તેઓ પણ પોતાના માતા મિસિસ બાવેજા સાથે મળી રવિ કિશન સામે બદલો લેવાનું નક્કી કરે છે. તુષાર એક કેબલ સર્વિસની ઑફિસ ચલાવે છે અને તે દરમિયાન જ તેની મૈત્રી વિશાખા સિંહ સાથે થાય છે. બંને એક-બીજાને પ્રેમ કરવા લાગે છે. વિશાખા પણ તુષાર સાથે મળી રવિ કિશન સામે બદલો લેવામાં મદદ કરે છે.

રવિ કિશન સામે બદલો
તુષાર, તેની માતા મિસિસ બાવેજા વિનય પાઠક, રણવીર શૌરી તેમજ વિશાખાની મદદથી રવિ કિશનને બર્બાદ કરવાનું પ્લાન ઘડે છે. દરમિયાન રવિની પુત્રીના લગ્ન દરમિયાન જ રવિના ઘરમાંથી આ લોકો કરોડો રુપિયા કાઢી લે છે. રવિ કિશનને ધીમે-ધીમે ખબર પડે છે કે કોઇક તેનો બિઝનેસ બર્બાદ કરી રહ્યો છે.

રવિ કિશનને ફસાવી શકાશે?
પણ શું રવિ કિશિન આ લોકોની ચાલ અને તેમના પ્લાનિંગથી બચી શક્યો કે પછી તમામ લોકો મળી તેને લુંટી લે છે? આ જાણવા જુઓ બજાતે રહો ફિલ્મ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
