‘સુપર નાની’ રેખાએ ધર્યો મધુબાલા અવતાર : જુઓ Different Looks
મુંબઈ, 23 સપ્ટેમ્બર : હુશ્નની મલિકા ઉમરાવ જાન રેખા શું ન કરી શકે? એટલે જ તો તેઓ તેમની આગામી ફિલ્મ સુપર નાનીમાં જાજરમાન અભિનેત્રી મધુબાલાના અવતારમાં દેખાવાના છે. મુઘલે આઝમ ફિલ્મમાં મધુબાલા જે અવતારમાં દેખાયા હતાં, કંઇક એવો જ અવતાર રેખાએ સુપર નાની ફિલ્મના એક ગીત માટે ધર્યો છે. આ ગીતમાં રેખા એવરગ્રીન બૉલીવુડ ગીતોની ધુનો પર થિરકવાનાં છે.
મળતી માહિતી મુજબ રેખા સુપર નાની ફિલ્મના એક ગીતમાં મધુબાલા તથા વહીદા રેહમાન જેવી પ્રતિષ્ઠિત અભિનેત્રીઓની શૈલીમાં ‘પ્યાર કિયા તો ડરના ક્યા...' જેવી વિવિધ ગીતોની ધુનો પર નાચતાં દેખાશે. ફિલ્મની યૂનિટ સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું - રેખા આ ગીતમાં મધુબાલા, વહીદા રહેમાન જેવી પ્રતિષ્ઠિત અભિનેત્રીઓની મુઘલે આઝમ તથા હાવડા બ્રિજ જેવી જાણીતી ફિલ્મોના કેટલાક સમકાકીલન પરિધાનોમાં ઠુમકાં લગાવશે.
સુપર નાનીના આ સુપર ગીતનું નૃત્ય દિગ્દર્શન શબીના ખાને કર્યું છે. આરંભે રેખા આ ગીત કરતા ખચકાટ અનુભવતા હતાં, પણ દિગ્દર્શક ઇંદ્ર કુમાર સહિત ફિલ્મ યૂનિટ દ્વારા વિશ્વાસમાં લેવાયા બાદ રેખા સંમત થઈ ગયાં. સુપર નાની એક ફૅમિલી-કૉમેડી ડ્રામા છે. ફિલ્મમાં રેખા લીડ રોલમાં છે, તો શરમન જોશી, શ્વેતા કુમાર, અનુપમ ખેર તથા રણધીર કપૂર પણ મહત્વના પાત્રો ભજવી રહ્યાં છે. સુપર નાની ફિલ્મ 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
ચાલો જુઓ સુપર નાની ફિલ્મમાં રેખાનાં Different Looks :

Look 1
સુપર નાની ફિલ્મ એક કૉમેડી અને ફૅમિલી ડ્રામા ફિલ્મ છે.

Look 2
રેખાએ સુપર નાની ફિલ્મમાં એક ગીત માટે મધુબાલાનો અવતાર ધર્યો છે.

Look 3
સુપર નાની ફિલ્મના આ ગીતમાં રેખા મધુબાલા અને વહીદા રહેમાન જેવી અભિનેત્રીઓની જાણીતી ફિલ્મો હાવડા બ્રિજ તથા મુઘલે આઝમના ગીતો પર થિરકશે.

Look 4
સુપર નાનીના આ સુપર ગીતનું નૃત્ય દિગ્દર્શન શબીના ખાને કર્યું છે.

Look 5
આરંભે રેખા આ ગીત કરતા ખચકાટ અનુભવતા હતાં, પણ દિગ્દર્શક ઇંદ્ર કુમાર સહિત ફિલ્મ યૂનિટ દ્વારા વિશ્વાસમાં લેવાયા બાદ રેખા સંમત થઈ ગયાં.

Look 6
ફિલ્મમાં રેખા લીડ રોલમાં છે, તો શરમન જોશી, શ્વેતા કુમાર, અનુપમ ખેર તથા રણધીર કપૂર પણ મહત્વના પાત્રો ભજવી રહ્યાં છે.

Look 7
રેખા હાલમાં પોતાની આગામી ફિલ્મ સુપર નાની અંગે ચર્ચામાં છે.

Look 8
રેખા થોડાક દિવસ પહેલા જ સોનમની ખૂબસૂરત ફિલ્મના કારણે ચર્ચામાં હતાં, કારણ કે આ જ નામે રેખા અગાઉ હિટ ફિલ્મ આપી ચુક્યાં છે.

Look 9
રેખાને ઑલરાઉંડર અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે.

Look 10
રેખા આજે પણ ગ્લૅમરસ લાગે છે.

ફર્સ્ટ લુક
રેખાની ફિલ્મ સુપર નાનીનો ફર્સ્ટ લુક રેખાના રોલની કહાણી કહી જાય છે.

ઇંદ્ર કુમાર
સુપર નાની ફિલ્મના દિગ્દર્શક ઇંદ્ર કુમાર છે કે જેમણે દિલ, બેટા અને રાજા જેવી સુપર હિટ ફિલ્મો આપી છે.

સહજ રેખા
રેખા માટે કોઈ પણ જાતનો રોલ સહજ ગણાય છે. તેઓ સદા સુહાગન જેવી ફિલ્મમાં પણ વૃદ્ધ સ્ત્રીનો રોલ કરી ચુક્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
