રેખા-અક્ષય બેસ્ટ ડ્રેસ્ડ પર્સનાલિટી, પણ દીપિકાના ડ્રેસે દગો કર્યો!
મુંબઈ, 11 એપ્રિલ : તે ખૂબ હસીન છે... તે હિટ છે અને ઘણા ગુણોની માલિક છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ હસીના દીપિકા પાદુકોણેની કે જેઓ હવે માત્ર અભિનેત્રી નથી રહ્યાં, પણ હવે તેઓ એક ડિઝાઇનર પણ બની ગયાં છે. દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ વૅન હ્યુઝેન બ્રાન્ડ સાથે પોતાની ક્લોથિંગ લાઇન લૉન્ચ કરી છે.
આ પ્રસંગે દીપિકાએ પોતાની પસંદ-નાપસંદ અંગે પણ ખુલાસો કર્યો. દીપિકાએ જણાવ્યું કે તેમને બૉલીવુડમાં સૌથી સારૂં ડ્રેસિંગ સેન્સ લાગે છે હિન્દી સિનેમાના ઉમરાવ જાન રેખાનું. તેમના કપડા તેમના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે. તેવી જ રીતે હિન્દી સિનેમાના સૌથી સારા કપડા પહેરનાર મેલમાં અક્ષય કુમાર બેસ્ટ છે દીપિકાની નજરોમાં.
ગત વર્ષે રામલીલા, ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હૈ દીવાની તથા રેસ 2 જેવી ચાર-ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણે એક બાજુ તો રેખા અને અક્ષય કુમારને બેસ્ટ ડ્રેસ્ડ બૉલીવુડ પર્સનાલિટી ગણાવી રહ્યા હતાં અને બીજી બાજુ તેમના જ ડ્રેસે તેમની સાથે દગી કરી નાંખ્યો હતો. દીપિકા પાદુકોણે આ ઇવેંટમાં ઘણી બધી વાતો કહી, પરંતુ તેમનો તેમને ડ્રેસ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનાવી ગયો હતો.
ચાલો જોઇએ તસવીરો અને જાણીએ શું કહે છે દીપિકા પાદુકોણે :

ટોચના અભિનેત્રી
દીપિકા પાદુકોણે બૉલીવુડના ટોચના અભિનેત્રી બની ચુક્યાં છે. દીપિકાએ ગત વર્ષે રેસ 2, ચેન્નઈ એક્સપ્રેસ, યે જવાની હૈ દીવાની અને રામલીલા જેવી ચાર-ચાર હિટ ફિલ્મો આપી છે.

ક્લોથિંગ લાઇન લૉન્ચ
એટલે દીપિકા પાદુકોણે હવે માત્ર અભિનેત્રી નથી રહ્યાં, પણ હવે તેઓ એક ડિઝાઇનર પણ બની ગયાં છે. દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ વૅન હ્યુઝેન બ્રાન્ડ સાથે પોતાની ક્લોથિંગ લાઇન લૉન્ચ કરી છે.

અક્ષય ફિટ માસ્ટર
દીપિકાએ જણાવ્યું કે અક્ષય કુમાર એક ફિટ માસ્ટર છે. તેથી તેમની કપડાની પસંદગી તેમની પર્સનાલિટીને વધુ ખિલવી નાંખે છે.

અક્ષયની સ્ટાઇલ પર ફિદા
દીપિકાએ કહ્યું - અક્ષય કુમારના કપડા તેમની બૉડીને વધુ સારો લુક આપે છે. તેમની સ્ટાઇલ તેમની સિમ્પલ પેંટને પણ હૉટ બનાવી દે છે.

રેખાને જોતી જ રહી જાઉ છું
દીપિકાએ જણાવ્યું કે રેખા જેવા લોકો બૉલીવુડમાં બહુ ઓછા છે. તેઓ બ્યુટી વિથ બ્રૅન છે. હું જ્યારે પણ કોઇક ઇવેંટમાં રેખાને જોઉ છું, તો તેમને બસ જોતી જ રહી જાઉ છું.

ઉંમરને માત આપતી સ્ટાઇલ
દીપિકાએ જણાવ્યું - રેખાની સાડી, તેમની તૈયાર થવાની સ્ટાઇલ તેમની ઉંમરને પણ માત આપી દે છે.

દીપિકાનું સારૂ ડ્રેસિંગ સેન્સ
જોકે બૉલીવુડમાં લોકો દીપિકને પણ સારૂ ડ્રેસિંગ સેન્સ ધરાવતા અભિનેત્રી ગણે છે.

વલ્ગારિટી બચે છે દીપિકા
જોવામાં લાંબા દીપિકા પોતાના માટે જ્યારે પણ શૉર્ટની પસંદગી કરે છે, ત્યારે તેમનો પ્રયત્ન હોય છે કે તે આઉટફિટમાં તેઓ વલ્ગર નહીં, પણ સેક્સી દેખાય. દીપિકાનો લુક હંમેશા લીક સે હટકે અને સુંદર હોય છે. તેઓ વેસ્ટર્ન લુકમાં હોય કે પછી ઇન્ડિયન... દરેક કપડામાં તેઓ હસીન લાગે છે.

વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ
પરંતુ આ ઇવેંટમાં જ્યારે તેઓ એક બાજુ અક્ષય-રેખાને બેસ્ટ ડ્રેસ્ડ પર્સનાલિટી કહેતા હતાં, ત્યારે તેમનો પોતાનો ડ્રેસ તેમની સાથે દગો કરી ગયો હતો. આ તસવીરમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણે રીતસરના વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયા હતાં.

મનીષ-સોનૂ હાજર
દીપિકાના આ ઇવેંટમાં મનીષ મલ્હોત્રા તથા સોનૂ સૂદ પણ હાજર રહ્યા હતાં.

જુઓ બૉલીવુડના વૉર્ડરોબ માલફંક્શન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
