આ 7 કારણો બનાવે છે હૃતિક-કૅટરીનાની જોડીને બેસ્ટ ઑનસ્ક્રીન કપલ
મુંબઈ, 28 જુલાઈ : બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને બાર્બી ગર્લ કૅટરીના કૈફની જોડીને ફરીથી રૂપેરી પડદે જોવા માટે લોકો આતુર છે. પૂરા ત્રણ વર્ષ બાદ લોકોને હૃતિક-કૅટની જોડી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે. લાંબો ઇંતેજાર કરવા છતાય લોકોને એ વાતની રાહત છે કે આ સુપર જોડી ફરીથી બૅંગ બૅંગ કરવા આવી રહી છે.
હૃતિક રોશન અને કૅટરીના કૈફ 2011માં આવેલી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં સાથે હતાં. આ જોડીની આ પહેલી ફિલ્મ હતી અને તેમાં બંનેની કેમેસ્ટ્રીના લોકો દીવાના થઈ ગયા હતાં. તેમાં પણ હૃતિક-કૅટનું હૉટ લિપલૉક તો આજેય લોકો ભૂલ્યા નથી. ઝિંદગી ના મિલેગી દોબારા પછી હૃતિક-કૅટ કોઈ પણ ફિલ્મમાં ચમક્યા નથી. એટલે જે સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બૅંગ બૅંગ ફિલ્મનો લોકોને ઇંતેજાર છે કે જેમાં ફરી એક વાર આ હૉટ કેમેસ્ટ્રી ધરાવતી જોડી જોવા મળશે.
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને બૅંગ બૅંગમાં હૃતિક-કૅટ છે. ફિલ્મનું શૂટિંગ થાઈલૅન્ડ તથા ભારતમાં શિમલા-મનાલી ખાતે થયું છે. તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર અને ટ્રેલર પણ રિલીઝ થયુ હતું કે જેને લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો.
ચાલો આપને બતાવીએ હૃતિક-કૅટરીના કેમ ઑનસ્ક્રીન બેસ્ટ હૉટ કપલ છે ?

એક-બીજાના પ્રશંસક
તે બાબતમાં તો કોઈ શંકા નથી કે હૃતિક-કૅટ બંને દેખાવમાં સારા દેખાય છે, પરંતુ તેનાથી પણ સારી વાત એ છે કે બંને એક-બીજાના પૂરક અને પ્રશંસક છે.

તે હૅન્ડસમ, તેણી બાર્બી ડૉલ
એક બાજુ હૃતિક હૅન્ડસમ હંક છે, તો બીજી બાજુ કૅટ બાર્બી ડૉલ છે. તાજેતરના કાળમાં બંને બેસ્ટ ઑન સ્ક્રીન કપલ્સમાંના એક છે, તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.

ફિરંગી કપલ
બંનેના લુક ફિરંગી કપલ જેવા લાગે છે. શું તમને પણ નથી લાગતું?

તે રફ છે, તેણી ક્યૂટ ડાર્લિંગ
એક બાજુ હૃતિક હૃષ્ટ-પુષ્ટ છે, તો બીજી બાજુ કૅટરીના ક્યૂટ ડાર્લિંગ છે કે જે સોફિસ્ટિકેટેડ અને પોલાઇટ છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે બંને વચ્ચેના આ વિરોધી ગુણો બંનેને એક-બીજા પ્રત્યે આકર્ષે છે.

લવિંગ કેમેસ્ટ્રી
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં હૃતિક-કૅટની કેમેસ્ટ્રી જોયા બાદ આપણને બંનેની હૉટ કેમેસ્ટ્રી સાથે પ્રેમ થઈ જાય અને વારંવાર જોવાનું મન થાય.

લિપલૉક
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું હૃતિક-કૅટ વચ્ચેનું આ લિપલૉક યાદગાર હતું અને એટલે જ બંનેની જોડીને ફરીથી જોવાનો લોકોને ઇંતેજાર છે.

બંને સિંગલ
હૃતિક-કૅટ બંનેની એક સમાન ખાસિયત એ છે કે હાલ બંને સિંગલ છે. જોકે હૃતિક પરિણીતી છે, પરંતુ તેઓના પત્ની સુઝાનથી છુટાછેડા થઈ ચુક્યાં છે, તો બીજી બાજુ કૅટરીના કૈફનું રણબીર કપૂર સાથે અફૅર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
