રવીના ટંડને ખેતરમાં ચલાવ્યો પાવડો, ટ્રોલરે પૂછ્યુ શું ખરેખર? અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video
રવીના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તે ઘણી વાર પોતાનો કોઈને કોઈ વીડિયો શેર કરતી રહે છે. આ વખતે પણ અભિનેત્રીએ કંઈક એવુ કર્યુ છે.
બૉલિવુડ અભિનેત્રી રવીના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તે ઘણી વાર પોતાનો કોઈને કોઈ વીડિયો શેર કરતી રહે છે. આ વખતે પણ અભિનેત્રીએ કંઈક એવુ કર્યુ છે. ઘણી વાર રવીના સાથે એવુ થયુ છે કે તેને ટ્રોલ થવુ પડ્યુ છે પરંતુ તે દરેકને જડબાતોડ જવાબ આપવામાં પાછી નથી હટતી. રવીના ટંડનના ખેતી કરવા અંગે આ વખતે યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે. આ મામલો શરૂ થયો એ વીડિયોથી જેને અભિનેત્રીઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. રવીનાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો જ્યાં તે ગામના ખેતરમાં પાવડાથી કામ કરીને પ્લાસ્ટિક કાઢતી જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોયા બાદ ફેન્સ કમેન્ટ કરવા લાગ્યા કે શું ખરેખર તે આવુ કામ કરી રહી છે.

રવીનાએ વીડિયો પર કર્યો બચાવ
એક અભિનેત્રી હોવાના નાતે તે ખેતરમાં કેવી રીતે કામ કરી શકે છે તેના પર સૌ કોઈ અચરજમાં હતુ. રવીનાએ પોતાનો બચાવ કરવા માટે વધુ એક વીડિયો શેર કર્યો જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ.

રવીના ટંડને એક પાવડો લઈને ખેતરમાં ખોદકામ કર્યુ
આ નવા વીડિયોમાં રવીના ટંડને એક પાવડો લઈને ખેતરમાં ખોદકામ કરતી જોવા મળી રહી છે. જ્યાં તેણે શૉર્ટ્સ અને ટી શર્ટ પહેરી રાખ્યુ છે. સાથે જ પોતાના ચહેરાને માસ્કથી ઢાંકેલુ છે. રવીના આના પર ખૂબ મહેનતથી પાવડો લઈને કામ કરતી દેખાઈ રહી છે.

પ્લાસ્ટિક હટાવવાની કોશિશ
રવીનાએ આ સાથે એ પણ જણાવ્યુ કે અમુક વર્કર્સે કામ કર્યા બાદ અહીં પ્લાસ્ટિક છોડી દીધુ છે. આના કારણે તે આ પ્લાસ્ટિક હટાવવાની કોશિશમાં લાગી છે. આ વીડિયો પર રવીનાને યુઝર્સે ટ્રોલ કરી છે.

શું ખરેખર મે ખોદકામ કર્યુ છે?
આ વીડિયો પર ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ જવાબ આપીને લખ્યુ છે કે હા ભઈ, સાચેમાં આવુ થયુ છે. ઘણા લોકોએ મને પૂછ્યુ હતુ કે શું ખરેખર મે ખોદકામ કર્યુ છે? પહેલા મે એક નાનો વીડિયો શેર કર્યો કારણકે હું મારી પોતાની ખોદકામ કલાથી પકાવવા નહોતી માંગતી.

કેજીએફ ચેપ્ટર 2થી દમદાર વાપસી
મને ખબર નહોતી કે મારો વીડિયો લેવામાં આવી રહ્યો છે. જય રામજી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ પોતાની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે છવાઈ ગઈ છે. રવીના જલ્દી કેજીએપ ચેપ્ટર 2માં યશ સાથે જોવા મળવાની છે. તેનુ ટીઝર રિલીઝ થઈ ગયુ છે. રવીના દમદાર લુકમાં દેખાઈ રહી છે. તે એક નેતાની ભૂમિકામાં હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
