#MeToo: રવીના ટંડનને આવ્યો ગુસ્સો, કહ્યું- જાતિય શોષણ નથી થયું પણ...
#MeToo: રવીના ટંડનને આવ્યો ગુસ્સો, કહ્યું- જાતિય શોષણ નથી થયું પણ...
નવી દિલ્હીઃ એક્ટ્રેસ રવીના ટંડન #MeToo અભિયાનમાં મહિલાઓની સ્ટોરીઓ સાંભળીને બહુ દુઃખી અને ગુસ્સામાં છે. રવીનાએ કહ્યું કે ભલે તે ક્યારેય યૌન ઉત્પીડનનો શિકાર નથી બની પરંતુ મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારથી ભારે ગુસ્સામાં છે. એમણે કહ્યું કે તે ક્યારેય જાતિય શોષણનો શિકાર બની નથી, પરંતુ તેમણે પ્રોફેશનલ હેરેશમેન્ટ સહન કર્યું છે, માટે તે આ પીડાને સારી રીતે સમજી શકે છે. જણાવી દઈએ કે #MeToo અભિયાન અંતર્ગત બૉલીવુડના કેટલાય નામી ચહેરાઓના નામ સામે આવી રહ્યાં છે.

જાતિય શોષણ નથી થયું પરતું...
જાતિય શોષણના અહેવાલોથી દુખી રવીના ટંડને પીટીઆઈને કહ્યું, હું ક્યારેય જાતિય શોષણનો શિકાર બની નથી, કેમ કે હું એવા લોકોમાં નહોતી જે બધું સહન કરી લે. હું તેનો જવાબ આપતી, પરંતુ હું એ છોકરીઓનું દર્દ પણ સમજી શકું છું જેઓ આમાંથી પસાર થઈ ચૂકી છે. આ સ્ટોરી દિલ તોડી મૂકે તેવી છે. જેનાથી મને ગુસ્સો આવે છે. મેં પ્રોફેશનલ હેરેસમેન્ટ પણ જોયું છે. કેટલીક ફિલ્મો પણ ગુમાવી છે. કેટલીક મહિલા પત્રકારો પણ હતી, જે પોતાની મેગેઝીન અને અખબારોમાં અમારી ઈજ્જત ઉછાળતી હતી. રવીનાએ કહ્યું કે આવી મહિલા પત્રકારો હીરોની જ મદદ કરતી હતી.

એક્ટર્સની પત્નીઓ પર રવીનાએ નિશાન સાધ્યું
રવીનાએ કહ્યું કે એ સમય એમના માટે બહુ ખરાબ હતો. એમની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેટલાક દિવસ પહેલા #MeToo પર બોલતા રવીનાએ એક્ટર્સની ગર્લફ્રેન્ડ અને પત્નીઓ પર પણ નિશાન સાધ્યું હતું. જેના પર રવીનાએ કહ્યું કે ક્યારેક ક્યારેક મહિલાઓની ઈર્ષ્યા હીરોઈનને એમના પતિ કે બૉયફ્રેન્ડની ફિલ્મમાંથી કાઢી મૂકાવતી હતી. એમણે કહ્યું કે અને આ ખોટું છે. આ ભલે સેક્સ્યુઅલ હરેસમેન્ટ ન હોય, પરંતુ આ પ્રોફેશનલ હેરેસમેન્ટ છે.

યૌન ઉત્પીડન પર સિંટોની કમિટનો હિસ્સો હશે રવીના
#MeTooમાં મહિલાઓનો અવાજ સાંભળીને રવીના ખુશ છે. તેમને અપેક્ષા જતાવવાામં આવી છે કે તેનાથી મોટો બદલાવ આવશે. અમે મોકો ખોઈ ચૂક્યા છીએ. અને આ જોઈને સારું લાગે છે કે મહિલાઓને હવે ચારો તરફથી સપોર્ટ મળી રહી છે. આ અભિયાન હવે જરૂરી બદલાવ લઈને આવશે. પહેલા પ્રોડ્યૂસર્સ ગુનેગાર હીરો વિરુદ્ધ એક્શન લેવાથી ડરતા હતા, પરંતુ હવે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે સિન એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને ઘોષણા કરી હતી કે તે ઈન્ડસ્ટ્રીમાં થતા જાતિય શોષણના મુદ્દાઓને જોવા માટે કમિટી ગઠિત કરશે. જેનો ભાગ રવીના ટંડન અને સ્વરા ભાસ્કર હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
