તનુશ્રી-નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન, સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર હવે અભિનેત્રી રવીના ટંડનનું પણ નિવેદન આવ્યુ છે. રવીનાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના વિરોધમાં બોલતા તનુશ્રીનો સાથે આપ્યો છે.
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર હવે અભિનેત્રી રવીના ટંડનનું પણ નિવેદન આવ્યુ છે. રવીનાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના વિરોધમાં બોલતા તનુશ્રીનો સાથે આપ્યો છે. જો કે તેણે નાના પાટેકર સામે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેનું કહેવુ છે કે તનુશ્રીના આરોપો પર બોલિવુડનું આ મૌન હેરાન કરનારુ છે. એટલુ જ નહિ રવીના ટંડને બોલિવુડ સ્ટાર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને પણ નિશાના પર લીધી છે. રવીના ટંડને નાના પાટેકર સાથે ફિલ્મ 'ગુલામ-એ-મુસ્તફા' માં કામ કર્યુ હતુ.

રવીના ટંડનનું સ્ટાર પત્નીઓ પર નિશાન
રવીના ટંડને પણ ઈન્ડસ્ટ્રીમાં થતાં સેક્સ્યુએલ હેરેસમેન્ટ સામે અવાજ ઉઠાવ્યો છે. રવીનાએ ટ્વિટ કરીને બોલિવુડ એક્ટર્સની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્ઝ પર નિશાન સાધતા કહ્યુ, ‘વર્કપ્લેસમાં ઉત્પીડન શું પરિભાષિત કરે છે? એ જ હકીકત કે ઈન્ડસ્ટ્રીમાં ઘણી પત્નીઓ/ગર્લફ્રેન્ડ્ઝ ચૂપચાપ જોઈ રહી છે. તેનો પતિ ફ્લર્ટ કર્યા બાદ અભિનેત્રીનું કેરિયર બરબાદ કરે છે અને તેને પોતાના આગલા ટાર્ગેટથી રિપ્લેસ કરી દે છે.'

તનુશ્રીને કર્યો સપોર્ટ પરંતુ નાના પર બોલવાથી બચી
રવીનાએ આગળ તનુશ્રી દત્તાને સપોર્ટ કરતા લખ્યુ, ‘જ્યારે આપણી પોતાની ઈન્ડસ્ટ્રી પોતાનાને જ સુરક્ષિત રાખવામાં અસફળ થાય તો તે ગુમાવવા લાગે છે. આપણે મહિલા સશક્તિકરણ પર ફિલ્મ બનાવીએ છીએ જે ખોખલી હોય છે. તનુશ્રી દત્તા કેસ પર મૌન પીડાદાયક છે.' અભિનેત્રીએ આગળ તનુશ્રીનો સાથ તો આપ્યો પરંતુ નાના પાટેકર સામે કંઈ કહેવાથી બચતી દેખાઈ. રવીનાએ ટ્વિટ કર્યુ, ‘અફસોસ કે કોઈ પુરાવો નથી પરંતુ આ ઘટનાએ તેની આખી જિંદગી બદલી દીધી. મે પણ નાના સાથે કામ કર્યુ છે અને તેમના ગુસ્સા વિશે સાંભળ્યુ છે પરંતુ ક્યારેય જોયો નહોતો. તેઓ મારી સાથે ઘણા સારા હતા.'

‘કાયદાને તેનું કામ કરવા દો'
રવીનાએ કહ્યુ કે આજે સોશિયલ મીડિયા છે અને ઘણી જાણકારી મળી જાય છે. 10 વર્ષ પહેલા લોકો ગોસિપ મેગેઝીનના સહારે રહેતા હતા જે વિવાદાસ્પદ હેડલાઈન લગાવતા હતા. મીડિયા પર સવાલ ઉઠાવતા અભિનેત્રીએ કહ્યુ કે ત્યારે કોઈને સચ્ચાઈ અને યલો જર્નાલિઝમ વચ્ચે અંતર ખબર નહોતી. રવીનાએ કહ્યુ કે હવે નજરે જોનાર સાક્ષીઓ પઁ સામે આવ્યા છે અને તનુશ્રીનો સાથ આપ્યો છે. કાયદાને પોતાનું કામ કરવા દો અને પોતે જજ ના બનો.

રવીનાનો ઈશારો આ તરફ તો નથી ?
આ દરમિયાન રવીના ટંડનનો એક બે વર્ષ જૂનો બ્લોગ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે ઈન્ડસ્ટ્રીમાં થતાં યૌન શોષણ વિશે લખ્યુ હતુ. આ બ્લોગમાં તેણે એક્ટર્સ દ્વારા અભિનેત્રીઓના યૌન શોષણ કરવા અને તેમના કેરિયર ખરાબ કરવાની વાત કહી હતી. બ્લોગમાં પણ રવીનાએ સ્ટાર્સની પત્નીઓ પર નિશાન સાધ્યુ હતુ. ભલે રવીનાએ પોતાના ટ્વિટ કે બ્લોગમાં કોઈ અભિનેતાનું નામ ન લીધુ હોય પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તેને એક સ્ટાર કપલ સાથે જોડી દીધુ છે. રવીનાની પોસ્ટ પર રવીનાએ કમેન્ટ કરીને લખ્યુ છે કે અહીં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની વાત થઈ રહી છે? તમને જણાવી દઈએ કે રવીના સાથે અફેર બાદ અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા.
are you talking abou @mrsfunnybones and @akshaykumar ?
— REUS-ED (@simmisaini23) 29 September 2018
Well said Raveena Mam! :)
— Sunil Panda (@KahinKissiRozz) 29 September 2018
cc @mrsfunnybones , just FYI.
Is she referring to twinkle khanna
— Anant shoelin (@iminfinit) 29 September 2018
Hint : Akshay KUMAR?? #TanushreeDutta #TanushreeExposesBollywood
— Get To Da Choppa (@hatefakeahos) 29 September 2018
Akshay sir?😢
— Bancho 56℃ (@Bancho56) 30 September 2018
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
