રશ્મિકા મંદાના અભિનયમાં જ નહિ ભણવામાં પણ છે અવ્વલ, ડિગ્રી જાણીને ચોંકી જશો
Rashmika Mandanna Education: પોતાની સુંદર સ્મિત વડે દિલ જીતી લેવાનું કૌશલ્ય ધરાવતી રશ્મિકા, ભણવામાં પણ માહિર છે. રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની સાથે સાથે બૉલિવુડમાં પણ ચર્ચામાં છે. એનિમલની સફળતા બાદ હાલમાં તેનું નામ દરેકના હોઠ પર છવાયેલુ છે. રશ્મિકા માત્ર અભિનયની દુનિયામાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ ટૉપર રહી છે.
રશ્મિકા મંદાના અભિનયની સાથે-સાથે અભ્યાસની બાબતમાં પણ તે બૉલીવુડની ઘણી મોટી અભિનેત્રીઓને માત આપે છે. આવો જાણીએ રશ્મિકા મંદાનાનુ શિક્ષણ, ડિગ્રી જાણ્યા પછી તમે ચોંકી જશો.

રશ્મિકાએ તેનું સ્કૂલિંગ 'કુર્ગ પબ્લિક સ્કૂલ'માંથી કર્યું છે, તે એક સારી વિદ્યાર્થી હતી. આ પછી અભિનેત્રીએ પ્રી-યુનિવર્સિટી કોર્સ કરવા માટે મૈસુરની ઈન્સ્ટિટ્યૂટ ઑફ કૉમર્સ એન્ડ આર્ટસમાં એડમિશન લીધું. કૉલેજ બેંગલુરુથી કરી. તેણે 'એમએસ રામૈયા કૉલેજ ઑફ આર્ટસ, સાયન્સ એન્ડ કૉમર્સ'માં એડમિશન લીધું હતી. અહીંથી તેણે મનોવિજ્ઞાન, પત્રકારત્વ અને અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી.
કોલેજમાં હતી ત્યારે રશ્મિકાએ વર્ષ 2014માં ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ સ્પર્ધા જીતી હતી. આ પછી, તેણે ધીમે ધીમે મૉડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. હાલમાં તેનું નામ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં સામેલ છે.
તમને જણાવી દઈએ કે રશ્મિકાએ 2016માં કન્નડ ફિલ્મ Kirik Partyથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ રહી અને આ પછી રશ્મિકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
રશ્મિકા મંદાનાનુ નામ ઘણા સમયથી સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોડાયેલું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તે જ સમયે, હવે આ કપલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર, રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં સગાઈ કરી શકે છે. જો કે હજુ સુધી બંને સ્ટાર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
