Ranya rao gold case : કોણ છે સોનાની દાણચોરીના આરોપમાં પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવ?
Ranya rao gold case : કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાન્યા રાવ સોનાની દાણચોરીના કેસમાં ફસાઈ છે. 3 માર્ચે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ તેની ધરપકડ કરી હતી.
કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર સોનાની દાણચોરીના આરોપમાં તેણીની ધરપકડ કરવામાં આવ્યા બાદ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.

રાન્યા રાવ કોણ છે?
રન્યા રાવ કર્ણાટકના ચિકમગલુર જિલ્લાના વતની છે. તે પોલીસ મહાનિર્દેશક (પોલીસ હાઉસિંગ કોર્પોરેશન) રામચંદ્ર રાવની પુત્રી છે. તેણીએ બેંગલુરુની દયાનંદ સાગર કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણીએ વર્ષ 2014માં સુદીપ દ્વારા દિગ્દર્શિત અને અભિનિત કન્નડ ફિલ્મ માણિક્યથી અભિનયની શરૂઆત કરી હતી.
આ પછી અભિનેત્રીએ વિક્રમ પ્રભુ સાથે 2016 માં આવેલી ફિલ્મ વગાહા સાથે તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો. 2017 માં અભિનેત્રી પતાકી સાથે કન્નડ સિનેમામાં પાછી ફરી અને અભિનેતા ગણેશની સામે પત્રકારની ભૂમિકા ભજવી.
સોનાની દાણચોરીનો કેસ
DRIએ 3 માર્ચે રાન્યાની અટકાયત કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેણી છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, જેના પગલે DRIએ તેની હિલચાલ પર નજર રાખી.
એજન્સી 3 માર્ચે રાન્યાના આગમનના બે કલાક પહેલા એરપોર્ટ પર હાજર રહી હતી. રાન્યાની સાંજે 7 વાગ્યે અટકાયત કરવામાં આવી.
પોલીસને તપાસમાં અભિનેત્રી પાસેથી 14.8 કિલો સોનું મળી આવ્યુ છે. આ સોનું તેણી દુબઈથી અમીરાતની ફ્લાઈટ દ્વારા ભારત લાવી હતી. હવે એજન્સી તપાસ કરી રહી છે કે અભિનેત્રી રાન્યા એકલી જ સોનાની દાણચોરી કરી રહી છે કે કે કોઈ મોટા નેટવર્કનો ભાગ છે.
હવે તપાસની આગળની દિશા અને રાન્યાની સંડોવણી પર વધુ ખુલાસા આવવાની સંભાવના છે. હાલ રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી ચર્ચાનો વિષય બની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
