રણવીર સિંહની મુશ્કેલીઓ ખતમ નથી થઈ રહી, ન્યૂડ ફોટોશૂટ મામલે એક્ટરના ઘરે પહોંચી પોલિસ
બૉલિવુડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો વિવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. જાણો હવે શું થયુ.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટનો વિવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. આ પહેલા લોકોએ અભિનેતાના આ ફોટોશૂટની ટીકા કરતા તેને ટ્રોલ કર્યો હતો. ત્યારબાદ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલાઓની લાગણી દુભાવવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ ફરિયાદની નોંધ લેતા મુંબઈ પોલિસ રણવીરના ઘરે પહોંચી હતી. જો કે તે સમયે અભિનેતા ઘરે હાજર ન હતો. જેના પછી પોલિસ પરત આવી હતી. હવે અભિનેતાએ 22 ઓગસ્ટ પહેલા પોલિસ સમક્ષ હાજર થવુ પડશે.

પેપર મેગેઝીન માટે કરાવ્યુ હતુ ન્યૂડ ફોટોશૂટ
તાજેતરમાં, રણવીર સિંહે પ્રખ્યાત પેપર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યુ હતુ જે ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતુ. આ ફોટોશૂટ માટે જ્યાં એક તરફ અભિનેતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી તો બીજી તરફ તે ખરાબ રીતે ટ્રોલ થતો પણ જોવા મળ્યો હતો.

રણવીર વિરુદ્ધ થઈ પોલિસ ફરિયાદ
આ સમાચાર આવ્યા બાદ રણવીર વિરુદ્ધ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ ફરિયાદને લઈને મુંબઈ પોલિસ અભિનેતાના ઘરે પહોંચી હતી પરંતુ તેને ખાલી હાથ પરત ફરવુ પડ્યુ હતુ. મળતી માહિતી મુજબ રણવીરે 22 ઓગસ્ટ સુધીમાં પોલિસ સમક્ષ હાજર થવુ પડશે.

ફોટોશૂટે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી
તમનેજણાવી દઈએ કે રણવીર સિંહ વિરુદ્ધ આ ફરિયાદ મુંબઈ સ્થિત એક NGO દ્વારા કરવામાં આવી હતી. રણવીરના ન્યૂડ ફોટોશૂટથી મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનુ કહેવાય છે. ગયા મહિને અભિનેતાના ફોટોશૂટે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
