Pics : ‘ગુન્ડે’ માટે નટખટ બની ‘નંદિતા’, પ્રિયંકા કહે - પાકા મિત્રો!
મુંબઈ, 4 ફેબ્રુઆરી : ગુન્ડે માટે નટખટ બની નંદિતા... હા જી. સૌ જાણે જ છે કે આજકાલ બૉલીવુડમાં ગુન્ડે સૌથી વધુ ચર્ચામાં છે અને તેમની માશૂકા નંદિતા પણ ઘંટી ઉપર ઘંટી વગાડી રહી છે.
અમે વાત કરી રહ્યાં છે પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ અને અર્જુન કપૂરની વાત કરી રહ્યાં છે કે જેઓ આજકાલ બહુ જ વ્યસ્ત છે. ત્રણેય જણા પોતાની આવનાર ફિલ્મ ગુન્ડેની સફળતા માટેના પ્રયત્નોમાં લાગી ગયાં છે. ફિલ્મમાં અર્જુન કપૂર બાલા અને રણવીર સિંહ બિક્રમ તરીકેનો રોલ કરી રહ્યાં છે, જ્યારે પ્રિયંકાના પાત્રનું નામ નંદિતા છે.
ગુન્ડે ફિલ્મ માટે ત્રણે કલાકારો જોરદાર પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ જ ક્રમે તેઓ તાજેતરમાં ટેલીવિઝન શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ 4 તથા ઇન્ડિયાઝ ગૉટ ટૅલેંટમાં પહોંચ્યાં. ફિલ્મના પ્રમોશન માટે અર્જુન, રણવીર અને પ્રિયંકા ત્રણેયે માત્ર ઠુમકાં જ નહીં લગાવ્યાં, પરંતુ ખૂબ શરારતો પણ કરી.
આવો તસવીરોમાં જોઇએ ગુન્ડેનું પ્રમોશન અને જાણીએ શું કહે છે પ્રિયંકા ચોપરા :

ડીઆઈડીમાં ગુન્ડે
તાજેતરમાં જ રણવીર સિંહ, અર્જુન કપૂર અને પ્રિયંકા ચોપરા ગુન્ડે ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ ઉપર પહોંચ્યા હતાં.

ગુન્ડેની નંદિતા
ગુન્ડે ફિલ્મમાં ગુન્ડાઓના રોલ કરતાં અર્જુન ઉર્ફે બાલા અને રણવીર ઉર્ફે બિક્રમની માશૂકા બની છે પ્રિયંકા ઉર્ફે નંદિતા.

રીયલ ફ્રેન્ડ્સ પણ
પ્રિયંકા ચોપરા કહે છે કે રણવીર સિંહ અને અર્જુન કપૂર ફિલ્મમાં જ નહીં, પણ અસલ જીવનમાં પણ તેમના પાકા મિત્રો છે.

કમાલની દોસ્તી
પ્રિયંકાએ જણાવ્યું - તેમની દોસ્તી કમાલની છે. મેં બે હીરો ધરાવતી ફિલ્મમાં પહેલી વખત કામ કર્યું છે અને આપ સરળતાથી જાણી શકો છો કે બંને સાચે જ સારા મિત્રો છે કે માત્ર અભિનય જ કરી રહ્યાં છે.

મૈત્રી જોઈ સારૂં લાગે છે
પ્રિયંકાએ જણાવ્યું - પરંતુ આ બંને પાકા મિત્રો છે, તે જોઈને સારૂં લાગે છે. બે હીરો હોવા છતાં દિગ્દર્શક અલી માટે આ ફિલ્મ બનાવવી સરળ રહી હશે.

રણવીર-અર્જુન મિત્રો
ગુન્ડે ફિલ્મમાં રણવીર અને અર્જુન બંને મિત્રોની ભૂમિકામાં છે.

રીયલ લાઇફમાં વિપરીત
જોકે પ્રિયંકાએ જણાવ્યું - અર્જુન અને રણવીર ફિલ્મમાં ભલે મિત્રો છે, પરંતુ રીયલ લાઇફમાં બંને અભિનેતાઓ વિપરીત સ્વભાવ ધરાવે છે.

પાત્રો કરતાં અલગ
પ્રિયંકાએ જણાવ્યું - બંનેના સ્વભાવ કરતા જુદા છે. ફિલ્મોમાં તેમનું જે પાત્ર છે, બંને અસલી જિંદગીમાં તેના કરતા વિપરીત છે.

14મીએ રિલીઝ
દિગ્દર્શક અલ્લી અબ્બાસ ઝફરની ફિલ્મ ગુનડે આગામી 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
