સલમાન ખાનના 55 લાખનુ ઘર આપવાના સમાચારનુ સત્ય જણાવ્યુ રાનુ મંડલે
દિગ્ગજ બોલિવુડ અભિનેતા સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનું ઘર ગિફ્ટ કર્યુ છે આ સમાચાર પર રાનૂ મંડલે આના પર કંઈ કહ્યુ નહોતુ પરંતુ હવે રાનૂ મંડલે પોતે આ મુદ્દે આખુ સત્ય કહ્યુ છે.
રેલવે સ્ટેશન પર ઈક પ્યાર કા નગમા હે ગાઈને રાતોરાત સોશિયલ મીડિયા પર સમાચારોમાં છવાઈ જનાર નવી સિંગિંગ સેન્સેશન રાનૂ મંડલ વિશે થોડા દિવસો પહેલા એક સમાચાર ખૂબ વાયરલ થયા હતા. આ સમાચારમાં એવુ જણાવવામાં આવી રહ્યુ હતુ કે દિગ્ગજ બોલિવુડ અભિનેતા સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખનું ઘર ગિફ્ટ કર્યુ છે. જો કે આ સમાચારો વાયરલ થતા જ સલમાન ખાનના નજીકના સૂત્રોએ ફગાવી દીધા હતા. તેમના તરફથી આ કહેવામાં આવ્યુ કે આ સમાચારોમાં કોઈ સચ્ચાઈ નથી. બીજી તરફ રાનૂ મંડલે આના પર કંઈ કહ્યુ નહોતુ પરંતુ હવે રાનૂ મંડલે પોતે આ મુદ્દે આખુ સત્ય કહ્યુ છે.

સલમાન ખાન જો પોતે મને ઘર આપતા તો બધાની સામે મને રજૂ કરતા
રાનૂ મંડલે હવે આ આખી બાબતે મૌન તોડીને સલમાન ખાનના ઘર આપવાના વાયરલ સમાચારનુ સત્ય બધાની સામે લાવી દીધુ છે. રાનૂ મંડલે આ ખુલાસો એનબીટી ડૉટ કૉમને આપેલા એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. રાનૂ મંડલે કહ્યુ, ‘જી ના, કારણકે જો તે મને ઘર આપતા તો બધાની સામે મને રજૂ કરતા. તે બોલતા કે હા, મે રાનૂ મંડલજીને ઘર આપ્યુ છે કે પછી ફ્રેન્ડ્સને ઘર આપ્યુ. અર્થ એ કે કંઈક તો બોલીને એલાન કરતા ને. જ્યાં સુધી ના થાય, એ વિચારવાનુ તો બરાબર ન કહેવાય ને.'

શું સલમાનને ગીત માટે મદદ માંગી તો રાનૂ મંડલે આપ્યો એ જવાબ
વળી, રાનૂ મંડલને જ્યારે આ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે શું તેમણે ફિલ્મોમાં ગીત ગાવા માટે સલમાનની કોઈ મદદ માંગી હતી આના પર તેમણે જવાબ આપ્યો કે, ‘જી ના, મે કોઈને નથી કહ્યુ તો તેમને (સલમાન ખાન) કહેવાની વાત તો દૂર છે, મે હિમેશ રેશમિયાને પણ કહ્યુ નહોતુ. તેમણે મને સુપરસ્ટાર સિંગરમાં ગાતા સાંભળી, પછી મને ગાવાનો મોકો આપ્યો. હું તેમનો આભાર વ્યક્ત કરુ છુ કારણકે તે મને ભગવાન રૂપે મળ્યા.' તમને જણાવી દઈએ કે રાનૂ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં બે ગીતો ગાયા છે.

હાલમાં જ રિલીઝ થયુ રાનૂ મંડલનુ આ ગીત
રાનૂ મંડલે હાલમાં જ મ્યુઝિક કંપોઝર અને સિંગર હિમેશ રેશમિયાની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર' માટે ‘તેરી મેરી કહાની' ગીત ગાયુ છે. બોલિવુડ સોન્ગ તેરી મેરી કહાની બુધવારે એક કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવ્યુ. આ ગીત રિલીઝ સાથે જ યુ ટ્યુબ પર ટૉપ ટ્રેંડિંગમાં શામેલ થઈ ગયુ છે. એટલુ જ નહિ આ ગીતની રિલીઝ દરમિયાન રાનૂ મંડલે ફિલ્મમાં પહેલી વાર ગીતની ઑફર મળવા પર હિમેશ રેશમિયાને અભિનંદન આપ્યા. તેમની વાતો સાંભળીને હિમેશ રેશમિયાની આંખો છલકાઈ ગઈ.

જ્યારે રાનૂ મંડલની વાત સાંભળીને રડવા લાગ્યા હિમેશ
હિમેશ રેશમિયા તરફ ઈશારો કરીને રાનૂ મંડલે કહ્યુ, ‘જો આમણે મને મોકો ના આપ્યો હતો તો, હું ક્યારેય ન ગાઈ શકતી.' આના પર હિમેશે કહ્યુ, ‘જો અમે કોઈ ટેલેન્ટને આગળ લઈ જઈએ તો અમને લાગે છે કે અમે કંઈ નથી કર્યુ. બધુ ઉપરવાળો કરે છે, અમે તો માત્ર કઠપૂતળીઓ છે. અમારા તરફથી જેં કંઈ પણ થઈ શકતુ હતુ અમે કર્યુ, હવે તમારો વારો છે કે તમે રાનૂ મંડલને આગળ લઈને જાવ.' હિમેશ રેશમિયાએ આગળ કહ્યુ, ‘જ્યાં ટેલેન્ટ દેખાય તેને આગળ વધારવા જોઈએ કારણકે અમને પણ કોઈને કોઈએ સપોર્ટ કર્યો હતો ત્યારે જ અમે આગળ આવ્યા છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
