શત્રુએ કહ્યું ‘રાણી ચોપરા’! આદિત્યને પરણવાની ચર્ચા
મુંબઈ, 12 ફેબ્રુઆરી : જેમ કે આપ સૌ જાણો જ છો કે બૉલીવુડમાં રાણી અને આદિત્ય ચોપરા લગ્ન કરનાર છે. અંદરની માહિતી ધરાવનારાઓ તો એમ પણ કહે છે કે રાણી અને આદિત્ય આવતા મહીને એટલે કે માર્ચમાં લગ્ન કરનાર છે. બંનેના લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે, પરંતુ હાલ બંને પરિવારોએ આ અંગે મૌન ધારણ કરી રાખ્યું છે. કદાચ આ જ કારણ રહ્યું કે જ્યારે બૉલીવુડના બિહારી બાબુ એટલે કે અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ ભરી મહેફિલમાં ખુલ્લેઆમ રાણી મુખર્જીને રાણી ચોપરા તરીકે સંબોધી. છતાં પણ રાણી અને આદિત્ય બંને જ ચુપ જ રહ્યાં.

કારણ કે બંનેને ખબર હતી કે શત્રુઘ્ન સિન્હાએ કંઈ જ ખોટું કહ્યું નહોતું. પ્રસંગ હતો સ્વર્ગસ્થ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની મૂર્તિના અનાવરણનો કે જ્યાં શૉટગન પત્ની સાથે પહોંચ્યા હતાં. ત્યાં યશ ચોપરાનો સમગ્ર પરિવાર અને બૉલીવુડના ચર્ચિત ચહેરાઓ હાજર હતાં.
દરમિયન શત્રુઘ્ન સિન્હાએ સ્વર્ગસ્થ યશજીના પારિવારિક સભ્યોના નામો સંબોધતા જણાવ્યું - પામેલ ચોપરા, ઉદય ચોપરા, રાણી, પરંતુ તે જ વખતે તેમણે જણાવ્યું કે મારા પત્ની પૂનમે કહ્યું કે મેં આદિત્ય ચોપરાનું નામ નથી લીધું. તો અરે ભાઈ જ્યારે મેં રાણી ચોપરા નામ પોકાર્યું, તો આદિત્ય તો આપમેળે આવી જ જશે.
ખેર આ વાતમાં કેટલી સચાઈ છે, તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ પુનઃ એક વાર રાણીના લગ્નની ચર્ચા જોર પકડી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
