રણદીપ હુડ્ડા તેની 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે, આ તારીખે ખાસ જગ્યાએ યોજાશે સમારોહ
બોલિવૂડના જાણીતા અભિનેતા રણદીપ હુડ્ડા બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. રણદીપ હુડ્ડાએ તેની 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે.
લાંબા સમયથી ચર્ચા હતી રણદીપ હુડ્ડા તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે જલ્દી લગ્નની જાહેરાત કરી શકે છે. હવે રણદીપ હુડ્ડાએ લગ્નની તારીખ જાહેર કરી છે.

રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તારીખ જાહેર કરી અને જણાવ્યું કે બંને 29 નવેમ્બરે ખાસ જગ્યાએ લગ્ન કરશે. રણદીપ અને લિનના લગ્નની થીમ અન્ય સેલેબ્સની સરખામણીમાં એકદમ અલગ હશે. અહેવાલો અનુસાર, તેમના લગ્નની થીમ મહાભારત સાથે સંબંધિત હશે.
રણદીપ હુડ્ડા અને લીન લેશરામના લગ્ન અલગ રીતે થવાના છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, 29 નવેમ્બરે તે રાજસ્થાન અથવા વિદેશમાં નહીં પરંતુ એક એવી જગ્યાએ લગ્ન કરવા જઈ રહ્યા છે જ્યાં મહાભારતના અર્જુન સાથે ગાઢ સંબંધ છે.
રણદીપ હુડ્ડાએ પોસ્ટમાં લખ્યું કે, મિત્રો અને પરિવારના આશીર્વાદ સાથે અમે તે જ જગ્યાએ સાત ફેરા લેવા જઈ રહ્યા છીએ જ્યાં અર્જુને મહાભારતમાં મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કર્યા હતા. અમે ખૂબ જ ખુશ છીએ કે તમારા બધાના આશીર્વાદથી અમારા લગ્ન 29 નવેમ્બરના રોજ થવા જઈ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન મુંબઈમાં કરવામાં આવશે.
જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા ઘણા સમયથી તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામને ડેટ કરી રહ્યો હતો, જે તેના કરતા 10 વર્ષ નાની છે. એક તરફ રણદીપ 47 વર્ષનો છે જ્યારે લિન 37 વર્ષની છે. રિપોર્ટ્સ અનુસાર, બંને આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ લગ્નમાં ફક્ત કપલના ખાસ મિત્રો અને તેમના પરિવારના સભ્યો જ હાજરી આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
