રણદીપ હુડાએ માયાવતી વિશે આખરે શું કરી હતી સેક્સિસ્ટ કમેન્ટ કે ટ્રેન્ડ થયુ #ArresteRandeepHooda
આવો, તમને જણાવીએ કે આખરે રણદીપ હુડાએ માયાવતી વિશે શું કહ્યુ છે જેના માટે આટલો વિવાદ થઈ રહ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેતા રણદીપ હુડા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી વિશે આપેલા પોતાના વિવાદિત નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. રણદીપ હુડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના આધારે કહેવામાં આવી રહ્યુ છે કે માયાવતી વિશે અભિનેતાએ 'સેક્સિસ્ટ અને જાતિવાદી' ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રણદીપ હુડાની ધરપકડની માંગ કરી રહ્યા છે. ઘણા લોકોએ મુંબઈ પોલિસને ટ્વિટ કરીને કહ્યુ છે કે રણદીપ હુડાની તત્કાલ ધરપકડ થઈ જોઈએ. ટ્વિટર પર શુક્રવારે(28 મે)ની સવારે હેશટેગ #ArresteRandeepHooda ટ્રેન્ડ કરી રહ્યુ છે. તો આવો, તમને જણાવીએ કે આખરે રણદીપ હુડાએ માયાવતી વિશે શું કહ્યુ છે જેના માટે આટલો વિવાદ થઈ રહ્યો છે.

રણદીપ હુડાએ માયાવતી વિશે શું કહ્યુ?
રણદીપ હુડાનો એક વીડિયો હેશટેગ #ArresteRandeepHooda સાથે ઝડપથી ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રણદીપ હુડા કોઈ કાર્યક્રમમાં દેખાઈ રહ્યો છે. રણદીપ હુડાનો 43 સેકન્ડનો આ વીડિયો વર્ષ 2012ના કોઈ મીડિયા હાઉસના કાર્યક્રમ દરમિયાનનો છે. 9 વર્ષ બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણદીપ હુડા ઑડિયન્સને કહે છે, 'હું એક ડર્ટી જોક સાંભળવા માંગુ છુ.' રણદીપ હુડા કહે છે, 'માયાવતી 2 બાળકો સાથે જઈ રહ્યા હોય છે. આ દરમિયાન ત્યાં ઉભેલા વ્યક્તિએ માયાવતીને પૂછ્યુ, શું બંને બાળકો જોડિયા છે?, માયાવતીએ કહે છે, ના, ના, આમાથી એક 4 વર્ષનો છે અને બીજો 8 વર્ષનો.' ત્યારબાદ એ જોક પાર્ટમાં જે કહેવામાં આવ્યુ છે તેના માટે સોશિયલ મીડિયા પર લોકોએ વાંધો દર્શાવ્યો છે. જો કે હજુ સુધી આ નિવેદન પર અને જૂનો વીડિયો વાયરલ થવા પર અભિનેતા રણદીપ હુડાએ પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ટ્વિટર પર રણદીપ હુડાને લોકો કરી રહ્યા છે ટ્રોલ
- ટ્વિટર પર ઘણા સક્રિય રહેતા યુઝર દિલીપ મંડલે મુંબઈ પોલિસ, સીએમ ઉદ્ધવ ઠાકરેની ઑફિસને ટેગ કરીને ટ્વિટ કર્યુ, 'મહિલાઓ સામે આ રીતનુ નિવેદન આપવુ કાનૂની ગુનો છે. તમે રાહ ન જુઓ મુંબઈ પોલિસ અને રણદીપ હુડાની ધરપકડ કરો અને લોકો સામે ઉદાહરણ રજૂ કરો.'
Outraging modesty of a women is a cognizable offence @MumbaiPolice. Don’t wait, #ArresteRandeepHooda. @OfficeofUT Pl. direct @CPMumbaiPolice to register an FIR & arrest @RandeepHooda. This will set an example. @nitinmeshram_ https://t.co/z0XdnzNqy2
— Dilip Mandal (@Profdilipmandal) May 27, 2021
- રણદીપ હુડાના વાયરલ વીડિયોને શેર કરીને અગાથા શ્રૃષ્ટિ નામની એક યુઝરે લખ્યુ છે, 'જો તમને લોકોને આનાથી એ ખબર ન પડતી હોય કે આ સમાજ કેટલો જાતિવાદી અને સેસ્કિસ્ટ છે, ખાસ કરીને દલિત મહિલાઓ માટે, તો પછી મને ખબર નથી શું થશે. બૉલિવુડના ટૉપ અભિનેતા રણદીપ હુડા એક દલિત મહિલા વિશે વાત કરી રહ્યા છે, જે ઉત્પીડિતો સામે હંમેશાથી અવાજ ઉઠાવતા રહ્યા છે.'
if this does not explain how casteist and sexist this society is, especially towards dalit women, i don’t know what will. the “joke”, the audacity, the crowd. randeep hooda, top bollywood actor talking about a dalit woman, who has been the voice of the oppressed. pic.twitter.com/lVxTJKnj53
— Agatha Srishtie 🌸 please DM with SOS tweets (@SrishtyRanjan) May 25, 2021
- સુમિત ચૌહાણ નામના વેરિફાઈડ યુઝરે પણ કહ્યુ કે તે હેશટેગ #ArresteRandeepHoodaને સપોર્ટ કરે છે.
That Really shameful.
— Brajesh Yadav🇮🇳 (@BrajeshYadavSP) May 27, 2021
#ArresteRandeepHooda https://t.co/5LaQJWpTmm
પત્રકાર સાક્ષી જોશીએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'સૌથી પહેલા આ એક જોક પણ નહોતો, આ એક મહિલા માટે વિકૃત નિવેદન હતુ. શરમજનક.'
First of all it wasn’t even a joke
— Sakshi Joshi (@sakshijoshii) May 28, 2021
It was a disgusting and nauseating statement for a woman
Shameful #ArresteRandeepHooda
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
