રણબીર-રશ્મિકા સ્ટારર ફિલ્મ એનિમલનુ ફર્સ્ટ લુક પોસ્ટર થયુ રિલિઝ, જુઓ
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ના મેકર્સે મોટી જાહેરાત કરી છે. તેમાં કોઈ શંકા નથી કે ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત હશે.
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ના મેકર્સે મોટી જાહેરાત કરી છે. તેમાં કોઈ શંકા નથી કે ચાહકો આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત હશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ T-Series, Cine1 Studios અને Bhadrakali Picturesના નિર્માતાઓ આવતીકાલે એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ (31મી ડિસેમ્બર 2022) ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવા માટે તૈયાર છે.

રણબીર કપૂર સાથે એનિમલ સ્ટાર્સ અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ક્રાઈમ ડ્રામા ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ મેગ્નમ ઓપસ ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે.
એનિમલ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. એનિમલ એ મલ્ટીસ્ટારર ગેંગસ્ટર ફેમિલી ડ્રામા છે જેમાં રણબીર કપૂર ગ્રે શેડની ભૂમિકા ભજવે છે. તેમજ બે અલગ-અલગ લુકમાં જોવા મળશે.

થોડા સમય પહેલા, એક ઇન્ટરવ્યુ દરમિયાન, રણબીરે શેર કર્યું હતું કે તેણે શા માટે એનિમલ ફિલ્મ પસંદ કરી છે! અભિનેતાએ ફિલ્મનો ભાગ બનવાનું મુખ્ય કારણ સ્ક્રિપ્ટને ટાંક્યું અને કહ્યું કે તે તેના કમ્ફર્ટ ઝોનની બહાર છે. તે ફિલ્મને લઈને ડર પણ છે, પણ ખૂબ જ ઉત્સાહિત પણ છે.
એનિમલમાં પહેલા પરિણીતી ચોપરાને રણબીર સાથે જોડી હતી. પરંતુ પછી પરિણીતીએ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ માટે એનિમલ છોડી દીધું અને રશ્મિકા મંદન્ના ટીમ સાથે જોડાઈ છે.
રશ્મિકા આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનો હિસ્સો બનવા પર અભિનેત્રીએ કહ્યું- "હું ખૂબ જ રોમાંચિત છું. હું તેના વિશે દુનિયાને જણાવવા માટે રાહ જોઈ શકતી નથી, કારણ કે માત્ર સ્ટોરી જ અદ્ભુત નથી, પરંતુ મને જે ટીમ સાથે કામ કરવા મળ્યું તેના કારણે પણ છે. તેનુ એક સ્વપ્ન સાકાર થયું છે."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
