Pics : દીપિકા-સલમાનને ઈર્ષ્યા કરાવતાં રણબીર-કૅટ
મુંબઈ, 11 જુલાઈ : બૉલીવુડમાં ઘણા સમયથી રણબીર સાથે દીપિકા અને કૅટરીના સાથે સલમાન ખાનના નામો જોડાતાં રહ્યાં છે, પરંતુ ધીમે-ધીમે આ ચર્ચાઓ ઉપર વિરામ લાગતું ગયું છે. રણબીર-દીપિકા ભલે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં સાથે કામ કર્યું હોય, છતાં એ વાત તો સાચી જ છે કે બંને વચ્ચે બ્રેક-અપ ઘણા વખત પહેલાં જ થઈ ગયુ હતું, તો બીજી બાજુ કૅટરીનાને બૉલીવુડમાં લાવનાર સલમાન ખાન અને કૅટરીન વચ્ચે પણ સંબંધો સાવ સામાન્ય તો નથી જ.
એવી પરિસ્થિતિમાં રણબીર અને કૅટરીના વચ્ચે અફૅર્સની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચાઓને એ સમયે વધુ ગતિ મળી કે જ્યારે બંનેને સ્પેનમાં મોજ-મસ્તી કરતાં જોવામાં આવ્યાં. ગઈકાલે જ મુંબઈ પાછા ફરનાર રણબીર કપૂર અને કૅટરીના કૈફ દ્વારા સ્પેનના ઇબિઝા શહેરમાં કરાયેલી મસ્તીની તસવીરો પણ તાજેતરમાં જ જાહેર થઈ છે. સ્વાભાવિક છે આ તસવીરો જોઈ દીપિકા પાદુકોણે અને સલમાન ખાન બંનેને ઈર્ષ્યા થઈ શકે છે.
તાજેતરમાં એમ પણ જાણવા મળ્યુ હતું કે કૅટરીના કૈફ પોતાના પરિવાર સાથે થોડોક સમય પસાર કરવા લંડન ગયા હતાં કે જ્યાં રણબીર કપૂર અને તેમના માતા નીતૂ પણ હતાં. ત્રણેએ સાથે ડિનર કર્યું અને નીતૂએ કૅટરીના સાથે ખૂબ એંજૉય કર્યું. નીતૂએ જબ તક હૈ જાન ફિલ્મમાં કૅટરીનાના માતાનો રોલ કર્યો હતો. અગાઉ પણ સાંભળવા મળ્યુ હતું કે નીતૂ રણબીરના ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણેથી ખુશ નથી. તેથી જ રણબીર અને દીપિકા પાદુકોણે જુદા થઈ ગયા હતાં, પરંતુ કૅટરીના કૈફ સાથે નીતૂ સિંહની નિકટતા જોઈ લાગે છે કે તેમણે કૅટરીના માટે હા કરી દીધી છે.
આવો આપને બતાવીએ રણબીર-કૅટની સ્પેન ખાતેની તસવીરો :

ઝડપાઈ જ ગયાં કૅમેરે
રણબીર-કૅટને તાજેતરમાં જ ઇબિઝા ખાતે ડેવિડ ગુએટાના મ્યુઝિક કૉન્સર્ટમાં જોવામાં આવ્યાં. તેમણે પોતાની આ ટ્રિપ ખાનગી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ કૅમેરામાં ઝડપાઈ જ ગયાં.

તસવીરો થઈ પોસ્ટ
ગુએટા કૉન્સર્ટમાં ભારે ભીડ વચ્ચે રણબીર-કૅટરીનાની આ તસવીરો રણબીરની ફૅન્સ ક્લબ વેબસાઇટ ઉપર પોસ્ટ કરવામાં આવી છે.

નીતૂને પણ ગમે છે કૅટ
રણબીરના માતા નીતૂ સિંહ પણ કૅટરીના કૈફને રણબીર માટે પરફેક્ટ ચૉઇસ ગણે છે. તાજેતરમાં જ તેમણે લંડન ખાતે કૅટ સાથે ડિનર પણ લીધુ હતું.

બૉલીવુડની હિટ જોડી
રણબીર-કૅટ બૉલીવુડની હિટ જોડી છે. તેમની પ્રથમ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની હતી કે જે 2009માં રિલીઝ થઈ હતી.

ઘણું કહે છે મૌન તસવીરો
અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદથી જ રણબીર-કૅટના રોમાંસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પણ બંને અત્યાર સુધી મૌન જ રહ્યાં છે. જોકે રોમાંસ અંગે રણબીર-કૅટના મૌન વચ્ચે સ્પેન ખાતે તેમણે પસાર કરેલી આ અંગત ક્ષણો ઘણું બધું કહી જાય છે. તસવીરો પણ મૌન રહી બધું બોલી જ રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
