રણબીર કપૂરની સંજુનો બીજો દિવસ, 40 કરોડની સુનામી
રાજકુમાર હિરાનીની નિર્દેશનમાં બનેલી સંજય દત્ત બાયોપિક સંજુ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મે શુક્રવારે 34.75 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ કરી છે.
રાજકુમાર હિરાનીની નિર્દેશનમાં બનેલી સંજય દત્ત બાયોપિક સંજુ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મે શુક્રવારે 34.75 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ કરી છે. બીજા દિવસે શનિવારે પણ ફિલ્મની ઓક્યુપેસી જોરદાર રહી. શનિવારે 85-90 ટકા જેટલી ઓક્યુપેસી જોવા મળી. મલ્ટીપ્લેક્સ સાથે સાથે સિંગલ સ્ક્રીન પર પણ ફિલ્મ જોરદાર પ્રદર્શન કરી રહી છે.
રિપોર્ટ અનુસાર શનિવારે ફિલ્મ 38-40 કરોડ જેટલી કમાણી કરી શકે છે. બે દિવસમાં રણબીર કપૂરની ફિલ્મ 75 કરોડનો આંકડો પાર કરી લેશે. બોક્સઓફીસને પણ પણ આવી એક શાનદાર ફિલ્મની જરૂર હતી. સલમાન ખાનની રેસ 3 ફિલ્મ 170 કરોડમાં સમેટાઈ ગયી છે.
સંજુ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. ફિલ્મ કન્ટેન્ટ મામલે ખુબ જ દમદાર છે. રણબીર કપૂર સહીત ફિલ્મની બધી જ સ્ટારકાસ્ટ ઘ્વારા જોરદાર કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈમોશન, કોમેડી, રોમાન્સ, ડ્રામા બધું જ છે. વિકએન્ડ સુધી આ ફિલ્મના બધા જ શૉ હાઉસફુલ છે, જેનો અસર બોક્સઓફિસ પર પણ જોવા મળશે.

રણબીર શાનદાર છે
ફિલ્મમાં રણબીર કપૂરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સાચુ કહીએ તો રણબીર આ ફિલ્મમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતી શકે છે.

દરેક ભૂમિકા પરફેક્ટ
ફિલ્મની સ્ટાર કાસ્ટની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. રણબીર કપૂરથી માંડીને પરેશ રાવલ, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા, વિકી કૌશલ.. બધા પોતાની ભૂમિકમાં પરફેક્ટ છે.

વાર્તામાં છે દમ
દર્શકોની માનીએ તો રાજકુમાર હિરાણીએ ફિલ્મની સ્ક્રીપ્ટ એવી તગડી લખી છે.. કે તમે એક સીનમાં હસશો.. અને પછીના સીનમાં રોઈ પડશો. રાજકુમાર હિરાણીએ દર્શકોના ઈમોશન્સ પકડી રાખ્યા છે.

આતુરતાપૂર્વક રાહ
સંજુ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહેલી ફિલ્મ છે. એક તરફ સંજય દત્તની ફેન ફોલોવિંગ અને બીજી બાજુ તેની કહાની જોવાની લોકોમાં ઉત્સુકતા.

સોલો રિલીઝ
સૌથી સારી બાબત છે કે સંજુ 29 જૂને સોલો રિલીઝ થઇ રહી છે. એટલા માટે ફિલ્મ પાસે કમાણી કરવા માટે ઘણો સમય છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ રેસ 3 કરતા પણ મોટી ઓપનિંગ સાબિત થશે.

રેસ 3 ઢીલી પડી
સલમાન ખાનની રેસ 3 રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ કમાણી તો કરી રહી છે પરંતુ સ્ટોરી મામલે ખુબ જ ઢીલી સાબિત થયી છે. એટલા માટે બધા જ એક સારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
