એવલીનને બહુ પસંદ છે રણબીરને ભેંટવુ
મુંબઈ, 18 સપ્ટેમ્બર : સિડની વિથ લવ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર એવલીન શર્માને બૉલીવુડના ચૉકલેટી હીરો રણબીર કપૂરને ભેંટવું બહુ પસંદ છે. એવલીન હાલ રણબીર કપૂર સાથે ફિલ્મ યે જવાની હૈ દીવાની કરી રહી છે. અને ફિલ્મના શુટિંગમાંથી કેટલીક ક્ષણો કાઢી એવલીને વનઇન્ડિયાના તરણીત પુરી સાથે વાતચીત કરી અને એવલીન સાથે કેટલીક એવી વાતો શેર કરી, જે જાણીને કદાચ તમે પણ સ્માઇલ કર્યાં વગર નહીં રહી શકશો. તો આવો મળીએ હૉટ એક્ટ્રેસ એવલીન શર્માને.

તમે બૉલીવુડમાં આવવાનું કેમ વિચાર્યું?
બૉલીવુડમાં મારું આગમન એક સમજી-વિચારીને લીધેલું પગલુ હતું. મારા જીવનમાં ઘણાં બધા ચેન્જ આવ્યાં. જ્યારથી મેં ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું અને મારા જીવનનો એ સૌથી મોટો અને વણવિચારેલો વળાંક હતો.
યે જવાની હૈ દીવાનીમાં પોતાના પાત્ર અંગે કઈંક જણાવશો?
યે જવાની હૈ દીવાનીમાં લારા નામનું પાત્ર ભજવી રહી છું. તે ઘણી જ ગર્લી ગર્લ છે અને રણબીરના ચાર્મમાં સખત રીતે ફસાયેલી છે.
એક નવી અભિનેત્રી તરીકે શું તમને એવું લાગે છે કે લારાનું પાત્ર તમારા કરિયરની શરુઆત માટે બેસ્ટ છે?
મને લાગે છે કે મારી પાંચેય ફિલ્મોમાં મારા પાત્ર મારા દ્વારા વિચારેલાં પાત્રો કરતાં બહેતરીન હતાં. લારા પાત્ર મારા મનપસંદ પાત્રોમાનું એક છે. આ પાત્રને પ્લે કરવામાં બહુ મઝા આવી ગઈ.
રણબીર અને દીપિકા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
યે જવાની હૈ દીવાનીની સમગ્ર કાસ્ટ ઘણી સારી છે. અત્યાર સુધીના શુટિંગ દરમિયાન અમે ઘણી મસ્તી કર છે અને હજુ પણ અમે ઘણી મસ્તી કરી રહ્યાં છીએ.
રણબીર કપૂર અંગે કઈંક એવું જણાવો, જે અમે નથી જાણતા.
તે બહુ સારી રીતે હગ (ભેંટે) કરે છે.
શું તમે બૉલીવુડ માટે હિન્દી શીખી રહ્યાં છો?
હા, હું સતત પોતાની હિન્દીમાં સુધારો કરું છું.
શું કિસિંગ સીન અને બિકિની સીન કરવામાં તમે કોઈ પણ પ્રકારનો ખચકાટ અનુભવો છો?
ના, હું યારિયાં ફિલ્મમાં બંને સીન્સ કરી રહી છું.
શાહરુખ, સલમાન અને આમિરમાંથી તમારા માટે કોણ ફેવરિટ ખાન છે?
આ બહુ મુશ્કેલ પ્રશ્ન છે.
તમારો રોલ મૉડેલ કોણ છે?
મારો કોઈ રોલ મૉડેલ નથી.
તમે એક બહુ સફળ મૉડેલ રહી ચુક્યાં છો. પોતાની કેટલીક સ્ટાઇલ ટિપ્સ અમારી સાથે શેર કરશો?
હું સાચું કહું છું કે જેગિંગ્સ તેમજ સ્કિની જીન્સ કોઈ પણ ડ્રેસ સાથે શ્રેષ્ઠ લાગે છે. તમે તેની ઉપર સેક્સી ટૉપ પહેરી શકો છો અથવા તો કેઝ્યુઅલ શર્ટ અને કુર્તી પણ પહેરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
