રણબીર-આલિયા વેડિંગ Inside Pics અને Video: આલિયાને ખોળામાં ઉઠાવી, જયમાલા માટે ઝૂક્યા, સૌથી નાનો જાનૈયો જેહ

રણબીર-આલિયાના લગ્નના Inside Pics અને Video તો આનાથી પણ વધુ ક્યુટ છે. જ્યાં સૌથી નાનો જાનૈયા જેહ અલી ખાન ઈન્ટરનેટ પર વાયરલ છે.

મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને આ લગ્ન બાદથી ઈન્ટરનેટ પર મિસીસ આલિયા કપૂર ટ્રેન્ડ કરી રહી છે. રણબીર અને આલિયાના લગ્નના ફોટા સહુનુ દિલ જીતી રહ્યા છે કારણકે આ લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ હતા. માત્ર પરિવાર અને દોસ્તો વચ્ચે ઘરેમાં જ થયા આ લગ્ન. લગ્નના Inside Pics અને Video તો આનાથી પણ વધુ ક્યુટ છે. જ્યાં સૌથી નાનો જાનૈયા જેહ અલી ખાન ઈન્ટરનેટ પર વાયરલ છે. વળી, લગ્નમાં મીડિયાને મળ્યા બાદ રણબીર જ્યારે ઘરમાં પાછો આવે છે ત્યારે આલિયાને ખોળામાં ઉઠાવી લે છે, જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.

રણબીર જાતે જ આલિયા સામે ઝૂકી ગયો

રણબીર જાતે જ આલિયા સામે ઝૂકી ગયો

વળી, જયમાલા દરમિયાન રણબીરને તેના દોસ્તોએ ઉઠાવી લીધો પરંતુ થોડી વાર પછી રણબીર કપૂર જાતે જ આલિયા સામે ઝૂકી ગયો. રણબીર અને આલિયાએ સાત ફેરા પોતાના અપાર્ટમેન્ટ વાસ્તુની બાલકનીમાં લીધા. વાસ્તુ, રણબીર અને આલિયાનુ ઘર છે જ્યાં છેલ્લા બે વર્ષથી બંને સાથે રહે છે. જુઓ લગ્નના Inside Pics અને Video.

આ રીતે કરી ઉજવણી

આ રીતે કરી ઉજવણી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સાત ફેરા લીધા બાદ પતિ-પત્ની બનવાની ઉજવણી આ રીતે કરી. રણબીર અને આલિયા છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા.

પરિવારમાં સ્વાગત

પરિવારમાં સ્વાગત

આલિયા ભટ્ટનુ કપૂર પરિવારમાં જોરશોરથી સ્વાગત થઈ ચૂક્યુ છે. આલિયા ભટ્ટ હવે અરમાન જૈન, કરિશ્મા કપૂર, કરીના કપૂર ખાન, રિદ્ધિમા કપૂર સાહની, આદર જૈનની ભાભી બની ચૂકી છે.

જમાઈનુ સ્વાગત

જમાઈનુ સ્વાગત

આ લગ્નમાં કરણ જોહર પણ શામેલ થયા હતા. કરણ જોહર આલિયા ભટ્ટના મેન્ટોર છે અને તેને પોતાની દીકરી જેવી માને છે. રણબીર અને આલિયા માટે એક સુંદર નોટ લખીને કરણ જોહરે રણબીર કપૂરને પોતાનો જમાઈ ગણાવ્યો.

સૌથી નાનો જાનૈયો

સૌથી નાનો જાનૈયો

આ લગ્નનો સૌથી નાનો જાનૈયો હતો કરીના કપૂરનો છોટે નવાબ જેહ અલી ખાન જે ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. વળી, તૈમૂર પણ મામૂના લગ્ન માટે સૈફ અલી ખાન સાથે ટ્વિનિંગ કરતો જોવા મળ્યો.

ઘરના સૌથી મોટા સભ્ય

ઘરના સૌથી મોટા સભ્ય

કપૂર પરિવારના સૌથી મોટા સભ્ય છે રણધીર કપૂર. રણબીર કપૂર તેમના આશીર્વાદ લેતા જોવા મળ્યા. હાલમાં રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે રણધીર કપૂરને હવે ભૂલવાની બિમારી છે જેના કારણે તે ઋષિ કપૂર સાથે વાત કરવાની જિદ કરે છે.

મીડિયાને મળ્યા રણબીર-આલિયા

મીડિયાને મળ્યા રણબીર-આલિયા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, પતિ-પત્ની તરીકે મીડિયાને મળ્યા. લગ્નથી આલિયાના ફોટા ફેન્સને ખૂબ જ ગમી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે આનાથી સાદગી સાથે કોઈ બૉલિવુડ લગ્ન જોયા નથી.

ભાભીનુ સ્વાગત

ભાભીનુ સ્વાગત

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે પણ પોતાની ભાભીનુ સ્વાગત જોરશોરથી કર્યુ છે. તેણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે આલિયા ખૂબ જ ક્યુટ છે એકદમ ડૉલની જેમ.

નીતુ કપૂરે આપી માહિતી

નીતુ કપૂરે આપી માહિતી

નીતુ કપૂરે પણ મીડિયા સાથે દિલ ખોલીને વાત કરી અને જણાવ્યુ કે હવે કોઈ રિસેપ્શન નથી. જો કે, માનવામાં આવી રહ્યુ છે કે રણબીર અને આલિયાનુ રિસેપ્શન આગળ 20 એપ્રિલે થઈ ચૂક્યુ છે.

શાદી મુબારક

શાદી મુબારક

રણબીર અને આલિયાને સતત શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. વનઈન્ડિયા તરફથી તેમને જીવનના આ નવા પડાવ માટે અઢળક શુભકામના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X