પ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી, બોલિવુડનું સૌથી ક્યુટ કપલ, 10 Pics

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંનેએ પોત પોતાની રીતે રિલેશનશીપની વાત તો કબૂલી લીધી છે. હવે લગ્ન માટે સવાલો કરવામાં આવી રહ્યા છે.

બોલિવુડમાં રોજેરોજ સંબંધો બનતા-બગડવાની કહાનીઓ સાંભળવા મળતી રહે છે. કોઈનું બ્રેક અપ થાય છે તો કોઈ નવુ કપલ બની જાય છે. વળી, એવા અફેર બહુ ઓછા છે જે લગ્નમાં પરિણમે છે. હાલમાં જ એક આવુ જ અફેર જબરદસ્ત ચર્ચામાં છે. આ અફેરની માત્ર થોડાક દિવસોમાં લગ્નની ચર્ચાઓ થવા લાગી છે. અમે વાત કરી રહ્યા છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની. બંનેએ પોત પોતાની રીતે રિલેશનશીપની વાત તો કબૂલી લીધી છે. હવે લગ્ન માટે સવાલો કરવામાં આવી રહ્યા છે.

બંને આવનારી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ના શૂટિંગમાં વ્યસ્ત છે. વળી, બંને ફિલ્મના સેટ પરથી ઘણીવાર પોતાના લવી ડવી ફોટા શેર કરતા રહે છે. હાલમાં કંઈક આવો જ એક ફોટો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આલિયા અને રણબીર મીડિયા સાથે વાતચીતમાં પોતાના અફેર અને લગ્ન અંગે મોટી હિંટ આપી ચૂક્યા છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ બાદ બંને લગ્નનું એલાન કરી શકે છે.

alia-ranbir

વળી, આલિયા ભટ્ટ પહેલા પણ નિવેદન આપી ચૂકી છે કે તેને રણબીર પર ઘણા સમય પહેલેથી જ ક્રશ હતો. તો સમજી શકાય છે કે હવે બંને મળી ગયા છે તો શું સ્થિતિ હશે. રણબીર અને આલિયાની જોડી ફેન્સને પણ ખૂબ ગમી રહી છે. એવા સમાચારો પણ આવતા રહે છે કે રણબીર આલિયા માટે ખૂબ પ્રોટેક્ટીવ થઈ ગયો છે. આગળ જુઓ આ જોડીના 10 ક્યુટ ફોટા અને જાણો કે કેમ છે આ જોડી બોલિવુડની હોટેસ્ટ જોડી -

સુપર ક્યુટ

સુપર ક્યુટ

પૉઝમાં પણ બંનેની કેમેસ્ટ્રી સુપર ક્યુટ લાગે છે.

રોયલ કપલ

રોયલ કપલ

આ ફોટામાં લાગી રહ્યા છે ને બંને એક રોયલ કપલ

એ લુક

એ લુક

બંને એકબીજાની સામે જે રીતે જુએ છે... બસ, અફેરના સમાચાર ત્યાંથી જ શરૂ થાય છે.

સારા મિત્રો

સારા મિત્રો

સારી વાત એ છે કે આ બંને જેટલા કપલ દેખાય છે એટલા જ સારા દોસ્તની જેમ મસ્તી મજાક પણ કરતા દેખાય છે.

દિવાના થયા ફેન્સ

દિવાના થયા ફેન્સ

રણબીર અને આલિયાની જોડી કેટલાક લોકોને તો એટલી ગમે છે કે બસ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

સાથ-સાથ

સાથ-સાથ

બંને હંમેશા સાથે સાથે ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળે છે.

હાથોમાં હાથ

હાથોમાં હાથ

રણબીર આલિયા માટે ઘણો પ્રોટેક્ટીવ પણ જોવા મળે છે.

બંને સુપરસ્ટાર

બંને સુપરસ્ટાર

બંને બોલિવુડના સુપરસ્ટાર છે. તો એવામાં આ જોડી અસલી જિંદગીમાં પણ બ્લોક બસ્ટર હશે.

ફેમિલી લવ

ફેમિલી લવ

ખાસ વાત એ છે કે રણબીરની ફેમિલી પણ આલિયાને ખૂબ પસંદ કરે છે.

સહુની ઈચ્છા

સહુની ઈચ્છા

અફેર અને લગ્નના સમાચારો વચ્ચે હવે બધા હવે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે બંને પોતાના સંબંધને ઓફિશિયલ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X