કરીનાને ઐશ્વર્યા પાસેથી મળી રામલીલા છોડવાની પ્રેરણા
મુંબઈ, 27 સપ્ટેમ્બર : સતત ચર્ચાઓ ચાલે છે કે કરીના કપૂરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા માત્ર એટલા માટે છોડી, કારણ કે સંજય નહોતા ઇચ્છતા હતાં કે કોઈ પરિણીત અભિનેત્રી તેમની આ ફિલ્મમાં કામ કરે. ફિલ્મ વચ્ચે સંજય હીરોઇનન ગર્ભવતી બને તેવું રિસ્ક નહોતા ઉઠાવવા માંગતા, સૌ જાણે છે કે આવતા મહીને કરીના કપૂર સૈફ અલી ખાન સાથે ચોરીના ચાર ફેરા લેવાની છે. તેથી જ સંજયે કરીનાને રામલીલામાંથી બહાર રાખવાનું વિચાર્યું.

પરંતુ ફિલ્મી પંડિતોની વાત કરીએ, તો કરીનાએ આ ફિલ્મ ઐશ્વર્યા રાયને કારણે છોડી. હવે તમે પૂછશો કે કઈ રીતે? તો ચાલો બતાવી દઇએ.
ગયા વરસની વાત કરીએ. નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકરે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ હીરોઇનની જોરદાર જાહેરાત કરી હતી અને સૌને જણાવ્યુ હતું કે આ ફિલ્મમાં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય હશે.
ફિલ્મને શરુઆતથી જ પબ્લિસિટી મળી ગઈ હતી. ફિલ્મ બે માસ સુધી ઐશ્વર્યા સાથે શુટ પણ થઈ ચકી હતી કે અચાનક બિગ બીએ ટ્વિટ કર્યું કે ઐશ્વર્યા માતા બનનાર છે અને બિગ બી દાદા. આ સમાચાર જાણ્યા પછી તો મધુરના પગ હેઠળથી જમીન ખસકી ગઈ. ઐશે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો. મધુરે ઐશ વિરુદ્ધ જુટ્ઠા હોવાનો આરોપ મુક્યો અને જણાવ્યું કે ઐશે તેમનાથી ઘણુ બધુ એડવાંસ લઈ રાખ્યું છે.
ઘણા દિવસો સુધી હંગામો મચ્યો, પરંતુ પછી ઐશે સાઇનિંગ અમાઉંટ પરત કર્યું, પરંતુ ત્યાં સુધી મધુર ઐશની ઘણી ટીકાઓ કરી ચુક્યા હતાં. તેમણે ઐશ પછી કરીનાને સાઇન કરી. હાલ હીરોઇન કરીના તરીકે સિનેમા ઘરોમાં પહોંચી ચુકી છે.
હવે આ બધું કરીનાએ બહુ જ નજીકથી જોયું છે. તેથી કરીનાએ રામલીલાને છોડવું જ મુનાસિબ સમજ્યું, કારણ કે શક્ય છે કે ઐશ જેવી પરિસ્થિતિમાંથી તેને પણ પસાર થવુ પડી શકે છે. હવે તે તો સૈફ સાથે લગ્ન કરી જ રહી છે. શક્ય છે કે તે સૈફના બાળકની માતા પણ બહુ જલ્દી જ બની જાય. તો આ દૃષ્ટિએ કરીના દ્વારા રામલીલા છોડવા પાછળ ઐશ્વર્યા રાય જ કહેવાય ને.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
