કેમ જોવી જોઇએ રામલીલા : આ રહ્યા 10 કારણો
મુંબઈ, 14 નવેમ્બર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા અંગે જુદા-જુદા સમાચારો હાઇલાઇટ થતા રહે છે. ક્યારેક ફિલ્મનું નામ બદલવાની વાત આવે છે, તો ક્યારેક ફિલ્મ ઉપર બૅન લાગી જાય છે, પણ અંતે તમામ મુશ્કેલીઓ ઓળંગી રામલીલા ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે. દિલ્હીની કોર્ટે ગઈકાલે ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ હટાવી દેતાં ફિલ્મ આવતીકાલે રિલીઝ થઈ રહી છે.
રામલીલા ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુખ્ય ભૂમિકામાં છે. બંનેની જોડી પહેલી વાર પડદા ઉપર આવી રહી છે, પણ બંને વચ્ચીની કેમેસ્ટ્રી સાચે જ લાજવાબ છે. ફિલ્મમાં દીપિકા-રણવીર વચ્ચે અનેક કિસિંગ સીન્સ પણ છે. ઉપરાંત દીપિકાના સૌંદર્યને સુંદર રીતે રજૂ કરાયું છે કે જે જોઈ સૌ આશ્ચર્યમાં છે. રામલીલા ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનું એક આયટમ સૉંગ પણ છે કે જેને આધુનિક મુજરા તરીકે ગણાવાઈ રહ્યું છે.
સમગ્ર રાલીલા ફિલ્મમાં ગુજરાતી માહોલ દર્શાવાયું છે અને ફિલ્મા ટ્રેલર તેમજ ગીતો જોઈ એસએલબીની હિટ ફિલ્મ હમ દિલ દે ચુકી સેનમની યાદ પણ આવી જાય છે. સરવાળે રામલીલા ફિલ્મ જોવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત અને આતુર છે. ફિલ્મ જોવા માટે લોકો પાસે અનેક કારણો પણ છે, પરંતુ તેમાં દસ એવા કારણો છે કે જે લોકોને રામલીલા અંગે આટલું ઉત્સુક બનાવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ રામલીલા જોવા માટેના 10 કારણો :

રણવીર-દીપિકાનું અફૅર પડદે
જ્યારથી રામલીલા ફિલ્મ બનવાન શરૂ થઈ, ત્યારથી જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચે અફૅરની ચર્ચાઓ શરૂ થઈ ગઈહતી. આ સમાચારો જો સાચા માનીએ, તો રણવીર-દીપિકાની રીયલ લાઇફ જોડીને પડદા ઉપર રોમાંસ કરતાં જોવું દર્શકો માટે ઘણું એંટરટેનિંગ હશે.

એસએલબીની ફિલ્મ
બીજું સૌથી મોટુ કારણ એ છે કે રામલીલા સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ છે. આ જ પોતાની રીતે સૌથી મોટુ કારણ છે ફિલ્મો જોવા માટેનું.

પ્રિયંકા ફૅક્ટર
પ્રિયંકા ચોપરાએ પણ રામલીલામાં એક આયટમ સૉંગ કર્યુ છે. જોકે પ્રિયંકાએ તેને આધુનિક મુજરો કહ્યું છે. આ મુજરાએ પણ લોકોની ઉત્સુકતા વધારી છે.

કિસિંગ સીન્સ
રામલીલામાં રણવીર-દીપિકાની બહેતરીન કેમેસ્ટીર સાથે જ બંનેએ અનેક કિસિંગ સીન્સ પણ આપ્યાં છે. આ સીન્સ પણ લોકોને ઘણા આકર્ષે છે.

રોમિયો-જૂલિયેટ
શેક્સપીયરની નવલકથાના શોખીનો માટે પણ રામલીલા એક ખાસ ફિલ્મ છે, કારણ કે રામલીલા શેક્સપીયરની હિટ નવલકથા રોમિયો-જૂલિયેટ પર આધારિત છે.

સૌથી વધુ ચર્ચિત ફિલ્મ
જ્યારથી રામલીલાનું નિર્માણ શરૂ થયું, ત્યારથી જ ફિલ્મ અંગે અનેક સમાચારો આવતા રહ્યાં. ફિલમને હિન્દુઓના ભગવાન રામ અને કૃષ્ણ સાથે લિંક કરી લોકો તેની સામે બૅન લગાવવાની કોશિશ કરી રહ્યાં છે. દર્શકો વચ્ચે આ વિવાદોના કારણે પણ ફિલ્મની ઉત્સુકતા છે.

દીપિકાનો ગરબો
રામલીલા ફિલ્મમાં દીપિકાએ પોતાનું ડાન્સિંગ ટૅલેંટ પણ બતાવ્યું છે. દીપિકાને એક ગરબા ડાન્સ કર્યો છે કે જે લોકોને પસંદ પડી રહ્યો છે.

ગુજરાતી ફૅક્ટર
રામલીલા ફિલ્મ સમ્પૂર્ણપણે ગુજરાતી સ્ટાઇલમાં શૂટ કરાઈ છે. ફિલ્મના પાત્રો પણ ગુજરાતી જ છે. ફિલ્મમાં ગુજરાતી ડાન્સ-ભોજન બધુ બતાવાયું છે. અહીં સુધી કે રામલીલામાં આપને એક્ટર્સ પણ ગુજરાતી ગાળ આપતા નજરે પડશે.

શ્રેષ્ઠ લવ-સ્ટોરી
રામલીલા એક લવ-સ્ટોરી છે અને તે પણ ઐતિહાસિક. લોકો લવ-સ્ટોરીઝ જોવા માટે હંમેશા તૈયાર રહે છે અને ક્રિશ 3 જેવી સુપર પાવર ફિલ્મ બાદ એક સુંદર લવ-સ્ટોરી જોવા માટે દરેક ઉત્સાહિત છે.

રણબીર વર્સિસ રણવીર
રામલીલા ફિલ્મમાં રણવીર-દીપિકાની જોડી એટલી જ બેહતરીન અને સેક્સી લાગે છે કે જેટલી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણેની જોડી લાગતી હતી. એવુ લાગે છે કે રણબીર-દીપિકાની જોડીને રણવીર-દીપિકાની જોડી સારી એવી ટક્કર આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
