Leela કી જવાની Chennai Exp-Race કી Deewani
મુંબઈ, 26 નવેમ્બર : સંજય લીલા ભાનુશાળી નિર્મિત રામલીલા ફિલ્મે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે અને આ સાથે જ રામલીલા દીપિકા પાદુકોણેની આ વર્ષની ચોથી ફિલ્મ બની ગઈ છે કે જે 100 કરોડ ક્લબમાં એંટર થઈ છે. રામલીલા સાથે રણવીર સિંહનો પણ ભાગ્ય ચમકી ઉઠ્યો. આ તેમની પ્રથમ ફિલ્મ છે કે જે સો કરોડી સાબિત થઈ છે.
રામલીલાની સફળતા સાથે જ દીપિકા વર્ષ 2013ના સૌથી હિટ એક્ટ્રેસ બની ચુક્યાં છે, કારણ કે તેમની હરીફ અભિનેત્રીઓના ભાગે એક કે બે જ 100 કરોડી ફિલ્મો આવી છે, જ્યારે દીપિકાની ચાર ફિલ્મોનો સો કરોડ ક્લબમાં સમાવેશ થયો છે. રામલીલા અંગે વિવાદો થવા છતા ફિલ્મ સો કરોડ ક્લબમાં શામેલ થઈ ચુકી છે.
દીપિકા પાદુકોણેની આ વર્ષે ચાર ફિલ્મો રિલીઝ થઈ છે. પહેલા રેસ 2, પછી યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને છેલ્લે રામલીલા. રેસ 2, વાયજેએચડી અને ચેન્નઈ એક્સપ્રેસ સો કરોડી બની જ ચુકી હતી અને હવે રામલીલા પણ આ ક્લબમાં જોડાઈ ચુકી છે. આ સાથે જ દીપિકાએ હરીફ અભિનેત્રીઓને માત આપી છે. સોનાક્ષી સિન્હા, કરીના કપૂર, કૅટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા દીપિકાની હરીફ અભિનેત્રીઓ છે અને માત્ર પ્રિયંકાની એક ફિલ્મ સો કરોડ ક્લબમાં જોડાઈ શકી. જોકે કૅટરીનાની ધૂમ 3 અને સોનાક્ષીની આર રાજકુમાર તથા બુલેટ રાજા રિલીઝ થવાની બાકી છે.
હાલ તો આપ જુઓ દીપિકાની સો કરોડી સફળતાની કેડીઓ તસવીરો :

રેસ 2
વર્ષ 2013ના આરંભે રેસ 2 ફિલ્મ રિલીઝ થઈ હતી.

રેસની સિક્વલ
રેસ 2 અગાઉ આવેલી રેસ ફિલ્મની સિક્વલ હતી.

પ્રથમ હિટ
રેસ 2 દીપિકા પાદુકોણેની વર્ષ 2013ની પ્રથમ હિટ ફિલ્મ હતી.

સો કરોડી
રેસ 2 તેમની પ્રથમ સો કરોડ ક્લબ ફિલ્મ સાબિત થઈ હતી.

સૈફ હીરો
રેસ 2 ફિલ્મમાં દીપિકાના હીરો સૈફ અલી ખાન હતાં.

વાજેએચડી
વર્ષ 2013માં દીપિકાની બીજી ફિલ્મ આવી યે જવાની હૈ દીવાની.

રણબીર સાથે જોડી
અયાન મુખર્જી દિગ્દર્શિત વાયજેએચડી ફિલ્મમાં દીપિકાની જોડી રણબીર કપૂર સાથે હતી.

બીજી ફિલ્મ
દીપિકાની રણબીર સાથે બીજી ફિલ્મ હતી. આ જોડીની પહેલી ફિલ્મ બચના ઐ હસીનોં હતી.

બ્રેક-અપનો ફાયદો
પ્રથમ ફિલ્મ બાદ દીપિકા-રણબીર વચ્ચે પ્રેમની ચર્ચાઓ ચાલી અને પછી બ્રેક-અપ થઈ ગયું. બ્રેક-અપ બાદ બંને વાયજેએચડીમાં પહેલી વાર દેખાયાં અને તેનો ફાયદો પણ મળ્યો.

સો કરોડી
દીપિકા-રણબીરની જોડી હિટ રહી અને વાયજેએચડી ફિલ્મ પણ સો કરોડી સાબિત થઈ.

ચેન્નઈ એક્સપ્રેસ
દીપિકાની આ વર્ષની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ ચેન્નઈ એક્સપ્રેસ.

શાહરુખ સાથે બીજી વાર
દીપિકા પાદુકોણે પોતાનું બૉલીવુડ કૅરિયર શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ દ્વારા કર્યુ હતું અને ચેન્નઈ એક્સપ્રેસ શાહરુખ સાથે તેમની બીજી ફિલ્મ હતી.

અનેક રેકૉર્ડ તોડ્યાં
ચેન્નઈ એક્સપ્રેસે રિલીજ થતા પહેલા જ દિવસે અનેક રેકૉર્ડ તોડી નાંખ્યાં.

દિલ જીતનાર જોડી
ઓમ શાંતિ ઓમ બાદ શાહરુખ-દીપિકાની આ જોડીએ ફરથી લોકોના દિલ જીતી લીધાં.

સૌથી વધુ કમાણી
આ સાથે જ દીપિકા-શાહરુખની જોડીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ.

રામલીલા
દીપિકા પાદુકોણેની આ વર્ષની ચોથી ફિલ્મ રામલીલા રિલીઝ થઈ.

રણવીર સાથે પહેલી વાર
દીપિકા પાદુકોણે પહેલી વાર રણવીર સિંહ સાથે આ ફિલ્મમાં દેખાયાં.

એસએલબી ફૅક્ટર
રામલીલા સાથે એસએલબી એટલે કે સંજય લીલા ભાનુશાળી મોટું ફૅક્ટર છે. તેઓ આ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક છે કે જેનો ફાયદો દીપિકાને મળ્યો.

વિરોધનો સામનો
રામલીલા ફિલ્મના નામ અને સંવાદો મુદ્દે વિરોધ પણ થયો. આમ છતાં ફિલ્મે સો કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

રણવીર પણ ખુશ
બૅન્ડ બાજા બારાત સાથે ફિલ્મી કૅરિયર શરૂ કરનાર રણવીર સિંહની આ પહેલી ફિલ્મ છે કે જે સો કરોડ ક્લબમાં જોડાઈ છે.

હૅપ્પી ન્યુ ઈયર
દીપિકા પાદુકોણે માટે આમ આ વર્ષ સફળ રહ્યું અને હવે સૌની નજરો તેમની આવતા વર્ષે આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર ઉપર છે.

ફરાહ ખાનની ફિલ્મ
હૅપ્પી ન્યુ ઈયર ફરાહ ખાનની ફિલ્મ છે.

શાહરુખ સાથે ત્રીજી ફિલ્મ
ઓમ શાંતિ ઓમ અને ચન્નઈ એક્સપ્રેસ બાદ દીપિકા પાદુકોણે શાહરુખ ખાન સાથે હૅપ્પી ન્યુ ઈયરમાં દેખાશે. આ જોડીની આ ત્રીજી ફિલ્મ હશે.

અભિષેક પણ
હૅપ્પી ન્યુ ઈયરમાં અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ, તબ્બુ જેવા કલાકારો પણ છે.

સો કરોડી આશા
દીપિકા પાદુકોણે જ નહીં, પણ તેમના ફૅન્સને પણ આશા છે કે હૅપ્પી ન્યુ ઈયર પણ સો કરોડ ક્લબમાં એન્ટ્રી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
