Must See : રામૂનું વધુ એક Big Blunder, હયાત ડાયરેક્ટરને આપી દીધી શ્રદ્ધાંજલિ
મુંબઈ, 21 ડિસેમ્બર : રામ ગોપાલ વર્મા હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના પગલે ચર્ચામાં રહે છે. થોડાક દિવસ અગાઉ તેમની આગામી ફિલ્મ સાવિત્રી અંગે ચર્ચા અને વિવાદમાં સપડાયા હતાં, કારણ કે તેમણે પોતાની આ ફિલ્મનું નામ સાવિત્રીમાંથી બદલી શ્રીદેવી કરી નાંખ્યુ હતું અને અભિનેત્રી શ્રીદેવીએ તેની સામે વાંધો ઉપાડ્યો હતો.
હવે રામ ગોપાલ વર્માએ વધુ એક બિગ બ્લંડર કર્યું છે. હા જી, તેમણે સાઉથ ઇંડિયન ફિલ્મ ઇંડસ્ટ્રીના વેટરન એક્ટર-ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે બાલચંદરને તેમના જીવતા-જીવ શ્રદ્ધાંજલિ અર્પી દીધી છે. રામૂએ બાલચંદરને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તે જ સોશિયલ મીડિયાનો સહારો લીધો કે જેમાં તેઓ ખૂબ જ એક્ટિવ છે.
રામ ગોપાલ વર્માએ તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું અને ચેન્નઈની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કે બાલચંદરના નિધન અંગે ટ્વીટ કરી નાંખ્યું.
કે બાલચંદરની પરિસ્થિતિ સ્થિર છે. તેમના અંગે કોઈ પણ જાતની માહિતી અપડેટ કર્યા વગર રામૂએ ટ્વીટ કર્યું - ફીલિંગ સૅડ ફૉર ધ પાસિંગ અવે ઑફ કે બાલચંદર ધ ઑન્લી ટ્રુ મેવરિક ડાયરેક્ટર ઑફ ઇંડિયન સિનેમા.
રામ ગોપાલ વર્મા કોઈ પહેલી વાર આવા વિવાદમાં નથી સપડાયાં. એક સમયે ઉત્તમથી ઉત્તમ ફિલ્મો બનાવનાર રામ ગોપાલ વર્માની ફિલ્મો આજકાલ ચાલતી નથી અને તેથી જ કદાચ તેઓ ફિલ્મો કરતા પોતાના વિવાદોને લઈને વધુ ચર્ચામાં રહે છે.
ચાલો તસવીરો સાથે આપને બતાવીએ રામ ગોપાલ વર્માના વિવાદોની ગાથા :

કે બાલચંદર
આ છે સાઉથ ઇંડિયન ફિલ્મ ઇંડસ્ટ્રીના વેટરન એક્ટર-ડાયરેક્ટર-પ્રોડ્યુસર કે બાલચંદર. તેઓ હાલ ચેન્નઈની હૉસ્પિટલમાં દાખલ છે. તેમની તબીયત સુધારા પર છે.

હયાતીમાં શ્રદ્ધાંજલિ
રામ ગોપાલ વર્માએ કે બાલચંદરને તેમના જીવતા-જીવ શ્રદ્ધાંજલિ અર્પી દીધી. રામૂએ બાલચંદરના નિધન અંગે ટ્વીટ કરી નાંખ્યું - ફીલિંગ સૅડ ફૉર ધ પાસિંગ અવે ઑફ કે બાલચંદર ધ ઑન્લી ટ્રુ મેવરિક ડાયરેક્ટર ઑફ ઇંડિયન સિનેમા.

સ્ત્રીઓ માત્ર સંભોગની વસ્તુ
કભી હાં કભી ના ફિલ્મમાં શાહરુખ ખાનની અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના પુસ્તક ડ્રામા ક્વીનમાં લખ્યું છે - હું ક્યારેક નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માના પ્રેમમાં હતી અને લગ્ન કરવા માંગતી હતી, પણ રામૂ લગ્નમાં ભરોસો નથી ધરાવતાં. તેમને સ્ત્રીઓ માત્ર સંભોગની વસ્તુ લાગે છે.

કરણની મજાક
થોડાક સમય અગાઉ રામૂએ કરણ જૌહરની રોમાંટિક ફિલ્મોને હૉરર ફિલ્મો કહી તેમની મજાક ઉડાવી હતી.

સલમાનને પણ ન છોડ્યો
એક થા ટાઇગર સલમાન ખાનની સતત પાંચમી હિટ ફિલ્મ હતી અને તમામ ફિલ્મમેકરો સલમાન સાથે કામ કરવા આતુર હતાં, પણ રામૂ ઉંધુ વિચારતા હતાં. રામૂનુ કહેવુ હતું - સલમાને જો ફ્લૉપ થવુ હોય, તો તેઓ મારી સાથે કામ કરે. રામૂનો કહેવાનો મતલબ એ જ હતો કે સલમાન ખાનને ફ્લૉપ કરવાનો એક માત્ર ઉપાય છે કે તેઓ રામૂની ફિલ્મમાં કામ કરે.

ઐશની ઠેકડી
રામૂએ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મની નાયિકા ઐશ્વર્યા રાયની મજાક ઉડાવી હતી. આ ફિલ્મના પ્રોમોઝમાં ઐશ હૃતિક રોશનના દાંતે બ્રશ કરતા દર્શાવાયા હતાં. આ અંગે રામૂએ ટ્વિટર પર લખ્યુ હતું - હું ઐશને હૃતિકના દાંત સાફ કરતા ન જોઈ શકું. મને સમજાતુ નથી કે ફિલ્મમાં આવુ સીન રાખવાનો શો મતલબ છે?

અમિતાભ બચ્ચન
જ્યારે રામ ગોપાલ વર્માની ફિલ્મ બુડ્ઢા હોગા તેરા બાપ ફ્લૉપ નિવડી, તો રામૂએ અમિતાભ સામે પણ ટ્વિટર ઉપર પસ્તાળ પાડી હતી.

ગણપતિનો વારો
હવે રામૂએ એક ડઝન ટ્વીટ્સ એવી કરી છે કે જેમાં તેમણે હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન ગણેશ અંગે ઘણી અપમાનજનક વાતો કહી નાંખી. રામૂએ પોતાની પહેલી ટ્વીટમાં લખ્યુ છે - એક વ્યક્તિ કે જે પોતાનુ માથુ ન બચાવી શકી, તે બીજાના જીવવની રક્ષા કઈ રીતે કરશે? આખરે ગણેશે એવુ કયુ કામ કર્યુ હતું કે જેથી તેઓ ભગવાનની શ્રેણીમાં આવી ગયા, જ્યારે તેમના ભાઈ માત્ર એક સામાન્ય માણસ બની રહી ગયાં. જોકે હોબાળો મચતા રામૂએ માફી માંગી લીધી છે.

શ્રીદેવી સાથે વિવાદ
રામ ગોપાલ વર્માએ પોતાની આગામી તેલુગુ ફિલ્મ સાવિત્રીનું નામ બદલી શ્રીદેવી કરતાં બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી વિફરી ઉઠ્યા છે. શ્રીદેવીએ રામૂને આ બાબતે કાનૂની નોટિસ પાઠવી પોતાના નામનો ટાઇટલ તરીકે ઉપયોગ ન કરવા ચેતવણી આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
