ભારત છોડીને હંમેશા માટે યૂકે જઈ રહી છે રાખી સાવંત, Video શેર કરીને કહી આ વાત
ભારત છોડીને હંમેશા માટે યૂકે જઈ રહી છે રાખી સાવંત, Video શેર કરીને કહી આ વાત
મુંબઈઃ બૉલીવુડની કન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા પોતાની હરકતો અને નિવેદનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ પોતાના લગ્નના અહેવાલથી રાખીએ સૌકોઈને ચોંકાવી દીધા હતા. હવે રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે જણાવી રહી છે કે તે હંમેશા માટે યૂકે શિફ્ટ થશે. એટલું જ નહિ આ વીડિયોમાં રાખી પોતાના ફેન્સથી એક ખાસ ડિમાન્ડ પણ કરી રહી છે. રાખીએ પોતાના ફેન્સને ગીત છપ્પન છુરી હિટ કરાવવાની ડિમાન્ડ કરી છે. જણાવી દઈએ કે રાખી સાવંતનું આ ગીત હાલ નંબર 6 પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને રાખી પોતાના ફેન્સને આ ગીત નંબર 1 પર લાવવાની ડિમાન્ડ કરી રહી છે.

વીડિયોમાં કહી રહી છે રાખી સાવંત
રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી કહી રહી છે કે 'તમે મારા કેવા ફેન્સ છો, કેટલા વર્ષ સુધી મેં તમને એન્ટરટેઈન કર્યા છે અને હવે જ્યારે મારા પતિ સાથે હંમેશા માટે હું યૂકે શિફ્ટ થઈ રહી છું ત્યારે તમે મારું એક ગીત પણ હિટ ન કરાવી શકો? મેં 12-15 વર્ષ ઈન્ડસ્ટ્રીને આપ્યા, ભુખ્યા પેટે સલાડ ખાઈને તમને એન્ટરટેઈન કર્યા. જ્યારે અમે જઈ રહ્યા છીએ તો જતાં-જતાં અમને તમારા આશિર્વાદ પણ નહિ આપો? મારી પાસે એટલા પૈસા નથી. મારું ગીત છપ્પન છૂરી છઠ્ઠા નંબરે આવી ગયું છે તેને નંબર 1 પર લાવો અને અમારો વીડિયો શેર કરો.'
|
કોણ છે રાખી સાવંતનો પતિ, કોઈને ખબર નથી
વીડિયોમાં રાખી ગળામાં મંગળસૂત્ર પહેરીને અને માંગમાં સિંદૂર લગાવેલ જોવા મળી રહી છે. પરંતુ રાખીના હસબન્ડ કોણ છે? આ કોઈ જ નથી જાણતુ અને કોઈએ તેને જોયો પણ નથી. રાખીનું કહેવું છે કે તેના પતિને મીડિયા સામે આવવું પસંદ નથી. રાખીએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, 'રિતેશ એક બહુ પ્રાઈવેટ માણસ છે. તેમને મીડિયા સામે આવવું કે વાત કરવી પસંદ નથી. તે બિઝનેસમેન છે અને બહુ સારા માણસ છે.' જણાવી દઈએ કે 28 જુલાઈના રોજ મુંબઈના જેડબલ્યૂ મેરિએટમાં લગ્ન કરી લીધા હતા. રાખી દુલ્હનના વસ્ત્રમાં પોતાની તસવીર તો શેર કરી બેઠી હતી પણ પોતાના પતિને એક ઝલક પણ ન દેખાડી.

હાલમાં જ ટ્રાન્સપેરન્ટ ગાઉનને લઈ રાખી વિવાદોમાં હતી
હાલમાં જ રાખી સાવંત પોતાની ટ્રાન્સપેરેન્ટ ડ્રેસને લઈ ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે છપ્પન છુરી ગીતના લૉન્ચ પર એક્ટ્રેસે ગોલ્ડન શિમરી ગાઉન પહેર્યું હતું. જે ભારે ટ્રાન્સપેરન્ટ હતું. યૂઝર્સેને તેને લઈ રાખીને ટ્રોલ કરવી શરૂ કરી દીધું હતું. એક્ટ્રેસે સફાઈ આપતા કહ્યું કે તેને માલૂમ નહોતું કે આ ગાઉન એટલું ટ્રાન્સપેરેન્ટ હશે. આની સાથે જ તેમણે આનો આરોપ મીડિયા લાઈટ્સ પર થોપી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
