રાજ કુંદ્રા અને તેના મિત્રએ વીડિયો કોલ પર ન્યુડ ઓડીશનની કરી હતી માંગ, મોડલે લગાવ્યો આરોપ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઇ પોલીસે એપ પર અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવાના મામલે ધરપકડ કરી છે. તે શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. મુંબઈ પોલીસનું કહેવું છે કે રાજ કુંદ્રા સામે તેમની પાસે પુરતા પુરાવા છે અ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને મુંબઇ પોલીસે એપ પર અશ્લીલ સામગ્રી બનાવવા અને વેચવાના મામલે ધરપકડ કરી છે. તે શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. મુંબઈ પોલીસનું કહેવું છે કે રાજ કુંદ્રા સામે તેમની પાસે પુરતા પુરાવા છે અને તે માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે.

આ દરમિયાન અભિનેત્રી-મોડલ સાગરિકા શોના સુમનનું જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જ્યાં તેણે કહ્યું કે રાજ કુંદ્રા પોર્ન બનાવતા રેકેટનો એક ભાગ છે. રાજ કુંદ્રા અને તેના સાથીએ તેને ન્યૂડ ઓડિશન આપવા કહ્યું હતું.
સાગરિકાએ ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા સામે એફઆઈઆર પણ દાખલ કરી હતી. એક ઇન્ટરવ્યુ દરમિયાન સોનમે કહ્યું હતું કે રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવનારા રેકેટનો એક ભાગ છે. તેમની ધરપકડ થવી જોઈએ.
અભિનેત્રીએ કહ્યું હતું કે- "મારો સૌથી ખરાબ અનુભવ હતો જ્યારે મને વીડિયો કોલ ઉપર ન્યુડ ઓડિશન કરવાનું કહેવામાં આવ્યું. મેં ઓડિશન આપવાની ના પાડી. રાજ કુંદ્રાના સહાયક એવા ઉમેશ કામત જેવા કોલ પર ઘણા લોકો હતા. એક વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો પણ તે ખાતરી હતી કે તે રાજ કુંદ્રા હતો કારણ કે ઉમેશ કામત સતત તેમની તરફ ધ્યાન દોરતા હતા અને કહેતા હતા કે બધી સાઇટ્સ રાજ કુંદ્રા ચલાવે છે.












Click it and Unblock the Notifications
