B'day Special : અને ક્લૅપર બૉય બન્યો ગ્રેટ શો મૅન!
મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડમાં કેટલાંક એવા અભિનેતાઓ થયાં છે કે જેમની ઉણપ ક્યારેય પૂરી શકાતી નથી. તેમાંના એક છે ગ્રેટ શો મૅન રાજ કપૂર. જ્યારેય તેમની ફિલ્મો જોવાશે, તેમના અભિનય અને તેમના સંવાદોનો અંદાજ એટલો જુદો હતો કે તેમની સરખામણીમાં આજના કલાકારોને મુકવામાં આવે, તો કદાચ કોઈ પણ કલાકાર બરાબરી કરી શક નહીં. ઇન્ડિયાના ગ્રેટ શો મૅન કહેવાતાં રાજ કપૂરની આજે 89મી જન્મ જયંતી છે. તેમની જન્મ જયંતીએ ફરી એક વાર મેરા નામ જોકર ફિલ્મના રાજ કપૂરની યાદ આવી ગઈ.
હાથોમાં એક લાંબો દંડો તથા તેમાં પોતાની પોટલી લઈ, ટોપી પહેરી મેરા જૂતા હૈ જાપાની... ગીત ગાતાં રાજ કપૂર આજેય સૌના દિલે પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ કપૂરે પોતાના કૅરિયર દરમિયાન આવારા, બરસાત, શ્રી 42, ચોરી ચોરી, જિસ દેશ મેં ગંગા બહતી હૈ, સંગમ અને મેરા નામ જોકર જેવી હિટ તથા બહેતરીન ફિલ્મો આપી છે.
રાજ કપૂર બૉલીવુડના ચાર્લી ચૅપલિન તરીકે પણ ઓળખાતા હતાં, કારણ કે પોતાની ફિલ્મોમાં તેઓ ચાર્લી ચૅપલિનની જેમ જ ઉછળકૂદ અને બહેતરીન કૉમેડીની લાગણીઓ સાથે લોકોને પેટ પકડીને હસાવતાં. હસાવવાની સાથે જ રાજ કપૂરે પોતાના ગંભીર પાત્રોમાં પોતાને પૂર્ણત્વે ઢાળી લોકોને ખૂબ રડાવ્યા હતાં. રાજ કપૂરને 1987માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતાં. રામ તેરી ગંગા મૈલી ફિલ્મ બાદ રાજ કપૂર પોતાની આગામી ફિલ્મ હિનાનું દિગ્દર્શન કરી રહ્યાં હતાં કે ફિલ્મ ફ્લોરે આવતાં અગાઉ જ 2જી જૂન, 1988ના રોજ તેમનું નિધન થઈ ગયું. જ્યાં સુધી રાજ કપૂર અને તેમના રોમાન્ટિક જીવનની વાત છે, તો રાજ કપૂરનો રોમાંસ તે વખતની હિટ અભિનેત્રી નરગિસ સાથે હતો. બંનેએ લગભગ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું કે જેમાં આવારા, શ્રી 420 અને બરસાત મુખ્ય હતી.

ક્લૅપર બૉય
રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરને લાગતુ હતું કે રાજ ક્યારેય પોતાના જીવનમાં કોઈ ઊંચો મુકામ હાસિલ કરી શકશે નહીં. તેથી તેમણે રાજને બૉમ્બે ટૉકીઝ સ્ટુડિયોમાં સહાયક તરીકે કામે લગાડ્યાં અને પછી તેઓ કેદાર શર્મા સાથે ક્લૅપર બૉય તરીકે કામ કરવા લાગ્યાં.

નીલકમલમાં બ્રેક
કેદાર શર્માએ રાજ કપૂરની અભિનય પ્રતિભા ઓળખી તેમને 1947માં પોતાની ફિલ્મ નીલકમલમાં બ્રેક આપ્યો. તે ફિલ્મથી જ રાજ પોતાની એક્ટિંગ અને ડાયલૉગ ડિલીવરી વડે હિટ થઈ ગયાં.

ભારતના ચાર્લી ચૅપલિન
રાજ કપૂરને ભારતના ચાર્લી ચૅપલિન કહેવામાં આવે છે, કારણ કે તેમણે ચાર્લી ચૅપલિનના ભારતીય વર્ઝન વડે પોતાને કૉમેડીનો અવતાર બનાવી દીધો.

રાજ-નરગિસ અફૅર
રાજ કપૂર તથા નરગિસ વચ્ચે અનેક વર્ષો સુધી અફૅર ચાલ્યું, પરંતુ બાદમાં રાજે રાજેન્દ્ર નાથ તથા પ્રેમ નાથના બહેન કૃષ્ણા કપૂર સાથે લગ્ન કરી લીધાં.

સોળ ફિલ્મોમાં જોડી
રાજ અને નરગિસે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યુ તથા તે તમામ ફિલ્મો બૉક્સ ઑફિસે સફળ રહી હતી.

1998માં નિધન
રાજ કપૂરે આવારા, શ્રી 420, સંગમ, મેરા નામ જોકર, બરસાત જેવી અનેક ફિલ્મો કરી. તેમનું 2જી જૂન, 1988ના રોજ નિધન થયું.

આરકે સ્ટુડિયો ઠપ
રાજ કપૂરના નિધન બાદ આર. કે. સ્ટુડિયોની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અબ લૌટ ચલેં ફિલ્મ બાદ આર. કે. સ્ટુડિયોએ કોઈ પણ ફિલ્મનું નિર્માણ કર્યું નથી.

પેઢીઓ ચાલુ
પૃથ્વી રાજ કપૂરની પેઢીનું પ્રતિનિધિત્વ કરતાં રાજ કપૂરના ભાઇઓ અને તેમના સંતાનો આજે પણ બૉલીવુડમાં કપૂર ખાનદાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
