નાસિકની રેવ પાર્ટી પર રેડ, બૉલિવુડ કલાકારો, બિગ બૉસ કન્ટેસ્ટન્ટ સહિત 22ની ડ્રગ્ઝ સાથે ધરપકડ

મહારાષ્ટ્રના નાસિકમાં પોલિસે રવિવારે એક રેવ પાર્ટી પર રેડ પાડી છે.

મહારાષ્ટ્રના નાસિકમાં પોલિસે રવિવારે એક રેવ પાર્ટી પર રેડ પાડી છે. ઈગતપુરીમાં બે પ્રાઈવેટ બંગલામાં ચાલી રહેલ આ રેવ પાર્ટીમાંથી 22 લોકોની ધરપકડ થઈ છે જેમાં અમુક બૉલિવુડ કલાકારો, સાઉથ ફિલ્મ કલાકારો, કોરિયાગ્રાફર અને એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ પણ શામેલ છે. પાર્ટીમાંથી ડ્રગ્ઝ પણ મળી આવી છે અને બધા લોકો હુક્કો પીતા પકડાયા છે.
એએનઆઈના રિપોર્ટ મુજબ નાસિક પોલિસે બધાને મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે. કસ્ટડીમાં લેવાયેલા લોકોમાં 10 પુરુષો અને 12 મહિલાઓ શામેલ છે. આ બધા બંગલામાં ડ્રગ્ઝ લઈ રહ્યા હતા.

party

આ લોકોમાં 4 મહિલાઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને એક ટીવી રિયાલિટી શો બિગ બૉસમાં ભાગ લઈ ચૂકી છે. પોલિસની રેડ બાદ બંગલાને સીલ કરી દેવામાં આવ્યો છે. આ પાર્ટીના આયોજનમાં મદદ કરનારા પણ પોલિસ શોધી રહી છે. પકડાયેલા લોકો સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ કે ઈગતપુરીના બે વિલા - સ્કાઈ તાજ અને સ્કાઈ લગુનમાં એક રેવ પાર્ટી ચાલી રહી હતી રેડમાં ડ્રગ્ઝ ઉપરાંત એક કેમેરો, એક ટ્રાયપૉડ અને અમુક અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

નાસિક ગ્રામીણના એસપી સચિન પાટિલે કહ્યુ કે રેડ બાદ એક વિશેષ ટીમ રચવામાં આવી જેને મુંબઈ મોકલવામાં આવી છે કારણકે આ અંગે ત્યાં નાઈજીરિયાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પીટીઆઈ રિપોર્ટ મુજબ પોલિસને મળેલી ગુપ્ત સૂચનાના આધારે વિલા પર રેડ પાડવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X