Pics : શર્લિન, પૂનમ અને વીણાને ડિંગો બતાવી સન્ની ચાલી અમેરિકા...
મુંબઈ, 3 એપ્રિલ : એકતા કપૂરની લેટેસ્ટ રિલીઝ મૂવી રાગિણી એમએમએસ 2ની સફળતાએ સન્ની લિયોનનું સ્થાન બૉલીવુડમાં પાકુ કરી નાંખ્યું છે. ફિલ્મની સફલતાએ તેવા તમામ ટીકાકારોને મોઢે તમાચો જડ્યો છે કે જેઓ સન્નીને સેક્સી ડૉલ કહેતા હતાં. જોકે સન્નીની અગાઉની બંને ફિલ્મો જિસ્મ 2 તથા જૅકપૉટ ફ્લૉપ રહી હતી.
સૌને લાગતુ હતું કે પૂનમ પાન્ડે, શર્લિન ચોપરા અને વીણા મલિકની જેમ સન્નીની ફિલ્મ રાગિણી એમએમએસ 2 પણ ધરાશાયી થઈ જશે અને ફરી સાબિત થઈ જશે કે અભિનેત્રી બનવા માટે માત્ર અંગ પ્રદર્શનથી કામ નહીં ચાલે, પણ એવું કંઈ ન થયું. ઉલ્ટાનું શર્લિન ચોપરાનું બૅડ ગર્લ... સૉંગ લોકોને આકર્ષી ન શક્યું અને તેમની ફિલ્મ કામસૂત્ર 3ડી ડબ્બામાં અટકેલી પડી છે, તો પૂનમ પાન્ડે અભિનીત નશા બૉક્સ ઑફિસે ફ્લૉપ નિવડી. તેવી જ રીતે પાકિસ્તાની સેક્સી ડૉલ વીણા મલિકની અત્યાર સુધી રિલીઝ થયેલી ચારે-પાંચે ફિલ્મો દર્શકોને રિઝવી ન શકી.
આ તમામ અભિનેત્રીઓ એટલે કે પૂનમ, શર્લિન અને વીણા તે વખતે ખિજાઈ જતી કે જ્યારે તેમની સરખામણી કોઈ સન્ની લિયોન સાથે કરી દેતું. આ સૌને પોર્ન સ્ટાર સાથે તુલના ગમતી નહોતી, પરંતુ આ તમામ ફ્લૉપ નિવડી અને સન્નીએ બાજી મારી લીધી. આજે બૉલીવુડના નવા બૅબી ડૉલ સન્નીની ચારેબાજુ ડિમાંડ છે.
સફળતાની ખુશાલી સાથે સન્ની લિયોન અમેરિકા રવાના થયા છે. ચાલો તસવીરો સાથે જોઇએ અમેરિકા જતા પહેલા સન્નીએ શું કહ્યું :

સફળતાનો શ્રેય એકતાને
સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 અને પોતાની સફળતાનો શ્રેય એકતા કપૂરને આપે છે.

અણધારી સફળતા
રાગિણી એમએમએસ 2ને મળતા હકારાત્મક પ્રતિભાવોથી ખુશ સન્ની કહે છે - પ્રામાણિકતાથી કહુ, તો મેં આવા પ્રતિભાવની આશા નહોતી રાખી હતી.

દર્શકોએ સ્વીકારી
સન્ની લિયોને જણાવ્યું - રાગિણી એમએમએસ 2 અમારી આશાઓ કરતા ઘણી આગળ નિકળી ગઈ છે. સારૂં લાગે છે કે દર્શકોએ મને સ્વીકારી લીધી છે.

સારી કમાણી
એકતા કપૂર નિર્મિત અને ભૂષણ પટેલ દિગ્દર્શિત રાગિણી એમએમએસ 2 ગત 21મી માર્ચે રિલીઝ થઈ હતી અને પહેલા બે અઠવાડિયામાં ફિલ્મે 45.88 કરોડની કમાણી કરી છે.

2013માં આગમન
સન્ની લિયોને 2013માં બિગ બૉસ વડે ભારતીય મનોરંજન જગતમાં આગમન કર્યુ હતું. સન્ની લિયોને ભટ્ટ કૅમ્પની જિસ્મ 2 ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

પોર્ન સ્ટાર તરીકે વિરોધ
સન્ની લિયોન ઇન્ડો-કૅનેડિયન પોર્ન સ્ટારની છબી ધરાવતા હતાં અને એટલે જ બૉલીવુડમાં તેમનો વિરોધ થયો. પૂનમ પાન્ડે, શર્લિન ચોપરા અને વીણા મલિક જેવી અભિનેત્રીઓ સન્ની સાથે પોતાની સરખામણી કરતા સૂગ અનુભવતી હતી.

હતાશ નહીં, ઉત્સાહિત સન્ની
પોતાની ટીકાઓથી હતાશ ન થનાર સન્ની કહે છે - ચોટ તકલીફદેહ હોય છે, પણ હું આ વાતથી આશ્ચર્યચકિત છું કે વિરોધીઓના ઇરાદા કેટલા પ્રબળ છે. હું તેમની વિરોધી નથી, પણ હું બતાવવા માંગુ છું કે હું પોતાના કૅરિયર માટે સખત મહેનત કરી રહી છું. એવી જ રીતે કે જેમ કોઈ પણ માણસ પોતાન વ્યવસાય માટે કરે છે.

રાગિણી એમએમએસ 2 જવાબ છે
સન્નીએ કહ્યું - રાગિણી એમએમએસ 2 તેવા લોકો માટે સચોટ જવાબ છે કે જેઓ એમ વિચારે છે કે હું માત્ર એક જ વસ્તુ કરી શકું છું.

મુંબઈ અને સિનેમા મારૂં નવું ઘર
હિન્દી સિનેમા જગતના માહોલને અનુકૂળ થતા સન્નીએ જણાવ્યું - મુંબઈ અને હિન્દી સિનેમા મારૂ નવુ ઘર છે. મુંબઈમાં હવે મારી પાસે પોતાનું ઘર છે, કાર છે, કર્મચારીઓ છે.

હવે અમેરિકા ઘર નહીં લાગે
સન્નીએ જણાવ્યું - હવે જ્યારે હું અમેરિકા જઈ રહી છું, તો એવું નહીં લાગે કે ઘરે જઈ રહી છું, પણ એવું લાગશે કે જાણે રજાઓ ઉજવવા જઈ રહી છું અને ટુંકમાં જ ઘરે પરત ફરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
